Book Title: Shravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 9
________________ વા વિધિઓને આપણે યથાર્થ ભાવે સમજવાનો પ્રયત્ન કરતા નથી, અર્થાત્ પ્રત્યેક ધર્મક્રિયામાં જે ગંભીર હેતુ તથા રહસ્ય રહેલું હોય છે તે સમજવા પ્રયત્ન થતું નથી અને તેથી જે વિધિ ક્રમે ક્રમે મેક્ષધામમાં લઈ જવાને સમર્થ હોય છે, તે માત્ર અમુક સીમા પર્યત જ ફળ પ્રગટાવી બેસી રહે છે. પૂર્વાચાર્યોનાં રસિક સ્તવનેને સંગ્રહ કરી પ્રસ્તુત પુસ્તક પ્રકટ કરવાને અમે તૈયાર થયા તે જ ક્ષણે અમને એમ લાગ્યું કે જે આ સ્તવનાવલીના સંગ્રહ સાથે દર્શનના હેતુ વિગેરેનું પણ પ્રસંગેપાત ફેટન થાય તે બહુ ઉપયેગી થાય. આવા ઉદેશથી અમે આ સ્થળે ભૂમિકા રૂપે બે બોલ લખવા યોગ્ય ધાય છે. » બાહ્યશુદ્ધિ અને નિસિહિને હેતુ. ઝ* દેવદર્શને જતી વખતે સોએ પ્રથમ બાહ્યશુદ્ધિની આવશ્યકતા સ્વીકારવામાં આવી છે. બાહ્યશુદ્ધિ ઘણીવાર આંતરશુદ્ધિના નિમિત્તભૂત થતી હોવાથી પ્રાતઃકાળમાં સ્નાન આદિથી શુદ્ધ થવાનું ન બને તે પણ છેવટે મલિન અંગેપગેને સ્વચ્છ કર્યા પછી પ્રભુનાં દર્શને જવાની વ્યવસ્થા કરવી. સ્નાન સમયે તથા અંગશુદ્ધિ કરતી વખતે કઈ જીવ-જંતુને ઉપદ્રવ ન થાય એટલા માટે કેટલીક સાવધાનતા શ્રાવકને રાખવાની દરદશી આચાર્યોએ ભલામણ કરી છે, તે પણ લક્ષમાં રાખવા ગ્યા છે. અત્યારના પ્રવૃત્તિના ધમાલવાળા જમાનામાં જે કે આવી યતના (જયણા) રહેવી બહુ અશક્ય છે, એમ કેટલીકવાર કહેવામાં આવે છે, પણ તે માત્ર એક પ્રકારને ૧ આખા શરીરે સ્નાનની આવશ્યકતા જિનપૂજા પ્રસંગેજ બતાવવામાં આવી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 362