Book Title: Shraman Auchitya Shiksha Author(s): Muktivallabhvijay Publisher: Divya Darshan Trust View full book textPage 6
________________ શેયવિષયક ગ્રહણશિક્ષાનાં ચાર ફળ છે : ૧. સમ્યક શ્રદ્ધામાં દઢતા. ૨. અન્ય દર્શનની કે કપોળકલ્પિતવાતોની ભ્રમણામાંથી નિવૃત્તિ. ૩. સત્ય પ્રરૂપણા - સમ્યક પ્રરૂપણા ૪. સત્ય ચિંતન - સમ્યફ ચિંતન હેય અને ઉપાદેય બાબતોના અનેક ભેદો પડી શકે. ૧. સામાન્ય ભેદો, ૨. વિશેષ ભેદો, ૩. ભૂમિકાજન્ય ભેદો, ૪. અનુકૂળ કે પ્રતિકૂળ દ્રવ્યાદિને કારણે પડતા ભેદો, ૫. વિવિધ સંયોગો કે અવસ્થાઓને કારણે પડતા ભેદો. આ વિવિધ ભેદોના સંદર્ભમાં હેય-ઉપાદેય બાબતોને વસ્તુરૂપે કે ક્રિયારૂપે જણાવવી તે ગ્રહણશિક્ષા છે. વિવિધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંદર્ભમાં કઈ બાબત ક્યારે મુખ્ય બને અને કઈ બાબત ક્યારે ગૌણ બને તેની સમજણપૂર્વકની આચરણની સૂઝ એ આસેવતશિક્ષા છે. આચરણ કરતા કરતા, આચરણવિષયક ચિંતન કરતા કરતા અથવા અનુભવીઓનાં સાનિધ્યમાં રહેતા રહેતા આ કુશળતા પ્રાપ્ત થાય છે. કાર્મિકી બુદ્ધીવાળાને અશ્રુત નિશ્ચિતતાથી અને આચરીને અનુભવ કરનારને કૃતનિશ્ચિતતાથી આસેવનશિક્ષા વ્યવસ્થિત પ્રાપ્ત થાય છે. વગર શીખે પણ ક્ષયોપશમ વિશેષથી કે પારિણામિક બુદ્ધિથી પણ આસેવનશિક્ષા પ્રાપ્ત થઈ શકે છે. ઔચિત્ય એક અત્યંત જરૂરી મહાન ગુણ છે. ઔચિત્ય એટલે વિવેકબુદ્ધિ. દરેક કાર્યમાં આ ઔચિત્ય નિયામક પરિબળ છે. • દરેક પ્રવૃત્તિમાં દ્રવ્યાદિની ન્યૂનતા કે અધિકતા ઔચિત્યગુણથી નિયંત્રિત થાય છે. • કઈ ક્રિયા કે પ્રવૃત્તિ માટે કયો અવસર છે અને ક્યો અનવસર છે તેની સૂઝ ઔચિત્યગુણથી આવે છે. • ક્યારે કઈ ક્રિયા ગુપ્ત કરવાની અને ક્યારે કઈ ક્રિયા પ્રગટ કરવાની તે વિવેક પણ ઔચિત્યથી આવે છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 162