Book Title: Shraman Auchitya Shiksha Author(s): Muktivallabhvijay Publisher: Divya Darshan Trust View full book textPage 9
________________ મહત્ત્વાકાંક્ષા-ઈચ્છાઓ-અપેક્ષાઓ રાખવી નહીં. (D) રાગ-દ્વેષ ન થાય, એની સાવધાની રાખવી જોઈએ. ઈત્યાદિ વચનો પર શ્રદ્ધા જે તીવ્રભાવે હોવી જોઈએ તે મંદ પડતી જાય છે. (૨) સંવેગ-વૈરાગ્ય દીક્ષાના દિવસે જે ઉછળતો હોય છે તે ઘસાતો જાય છે. (૩) શારીરિક શક્તિ સંઘયણબળ નબળું હોવાથી તથા પ્રદૂષિત આહાર-પાણી-હવા વગેરે કારણથી ઘસાતી જાય છે. (૪) અનુકૂળતા અને પ્રતિકૂળતા સામે ટકી જનારું સત્ત્વ પણ ઘટતું જાય છે. સામે પક્ષે બહારની દુનિયામાં (૧) અર્થસંજ્ઞા અને કામસંજ્ઞા પુરબહારમાં ખીલ્યા છે. કોઈપણ જાતના છોછ-શરમ-મર્યાદા વિના ચોતરફ એ લોકમાન્ય બન્યા છે. (૨) ઉપભોગના વિવિધ સાધનોની એક જબરી આકર્ષક દુનિયા ઊભી થઈ છે. મોબાઈલ જેવા સાધનો તો સાધુથી સાડા ત્રણ હાથ દૂર પણ રહ્યા નથી. (૩) હવે સાધુઓનો વાસ ગૃહસ્થોની વસતીની ખૂબ નજીક થઈ ગયો છે. (૪) ધર્મની અપેક્ષાએ શ્રાવક ગણાતા ગૃહસ્થોના પણ જીવનવ્યવહાર, વાતોનો ઝોક, વિચારધારા ખૂબ જ બહિર્મુખ થઈ ગયા છે. આની સીધી અસર સાધુજીવન પર પડી રહી છે. તો હવે સાધુના જીવનમાં પણ (૧) દોષિત વસતિ, શય્યા, વસ્ત્ર, આહાર વગેરે સહજ થવા માંડ્યા છે. (૨) છાપા-મેગેઝીન વગેરેના વાંચન ટેવની કક્ષા સુધી ફેલાવા માંડ્યા છે. (૩) સંઘોને સાચવવા માટે ચોમાસું, મૌન એકાદશી, દેરાસરની પ્રતિષ્ઠાના દિવસ, નવપદની ઓળી, વર્ષીતપનાં પારણાં વગેરે નિમિત્તે સતત અલગ ટુકડીમાં વિચરવાનું બાહ્ય પ્રવૃત્તિઓમાં પડવાનું વગેરે થવા માંડ્યું છે. (૪) ભક્ત શ્રાવકોનો પરિચય વધારવો, એમની આગ્રહભરી ઉત્કૃષ્ટ ભક્તિ વગેરે સ્વીકારવી વગેરે પરિસ્થિતિઓ આકાર લેવા માંડી છે. પરિણામે ગારવ, ઈર્ષ્યા, સ્પર્ધા વગેરે વધે એવી સ્થિતિ નિર્માણ થવા માંડી છે. સ્વાધ્યાય માટેના પ્રત-પુસ્તકાદિ સાધનો વધ્યા પછી ગોખવાનું ઘટે અને ભણવાનો રસ સુકાવા માંડે, વસ્ત્ર, પાત્રાદિ અત્યંત સુલભ થવા માંડ્યા પછી સંયમની કાળજી ઘટવા માંડે, શ્રાવકો તરફથી વંદન-સત્કાર-ભક્તિ વધતી જાય અને સાધના નબળી પડતી જાય વગેરે વિચિત્રતાઓ સર્જાય ત્યારે બુદ્ધિજીવી-નાસ્તિક-ધર્મષી ગુરુવિરોધી પરિબળોને દેવ-ગુરુ-ધર્મવિરુદ્ધ બોલવાના ભયંકર પાપનો મોકો મળી જાય છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 162