Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ આવી પરિસ્થિતિ વચ્ચે પણ ઊંચા કુળના, ભણેલા, સંપન્ન યુવાનયુવતિઓ વગેરે સંસારની બધી અનુકૂળતાઓ છોડી પરમ વૈરાગ્યભાવે દીક્ષા લઈ આત્મકલ્યાણના માર્ગે આગળ વધી રહ્યા છે એ જોઈને હૈયું ઠરે છે ને ઉદ્ગાર નીકળી જાય છે પ્રભુ તુજ શાસન અતિ ભલું ! આવા ઉત્તમ મુનિવરોનું સંયમઉદ્યાન સંવેગ-વૈરાગ્ય-સાધનાથી સતત લીલુંછમ રહે, તે માટે ઉપકારી ગુરુભગવંતો વારંવાર વાચના પ્રસાદી દ્વારા પ્રેરણા સુધાનું સિંચન કરતા રહે છે. વિદ્વાન ચિંતક લેખક ગણિવર્યશ્રી મુક્તિવલ્લભવિજયજી મહારાજે શિષ્યોને વાચના આપતા-આપતા વર્તમાનકાળના પરિપ્રેક્ષ્યમાં ઉત્તમ સાધુજીવન માટે ઉપયોગી ઘણી-ઘણી વાતોને શાસ્ત્રોના આધારે અને ચિંતનના પ્રભાવે મુદ્દારૂપે ટપકાવી. આમાં સંયમની ચિંતા છે, સમર્પણભાવ માટેની ખેવના છે, સ્વાધ્યાયનો રસ ટકી રહે-વધે એના ઉપાયો વિચારાયા છે. સાધુઓ પ્રત્યે સ્નેહ-સહાયક ભાવ ઊભો રહે તેના માર્ગો બતાવાયા છે, શાસનની હીલના ન થાય એની સાવધાની દર્શાવી છે, ગ્રુપ, સમુદાય, ગચ્છ વચ્ચેના સૌહાર્દભાવ જળવાયેલા રહે તે અંગે ધ્યાન દોર્યું છે. ગુરુ, વડીલ સાધુ, ગ્લાન સાધુ, મહેમાન સાધુ વગેરે પ્રત્યેના ઔચિત્યભાવ અંગે માર્ગદર્શન છે, શ્રાવકવર્ગ વગેરે પણ દુર્ભાવના બદલે સદ્ભાવ પામે એ અંગે રસ્તા દોર્યા છે. પચીસમા તીર્થંકર સમાન સંઘ પ્રત્યે અહોભાવ વધતો રહે તે માટે દિશાસૂચનો કર્યા છે. એક હજારથી વધુ મુદ્દાઓ સર્વતોભદ્ર યંત્ર સમાન છે. આ સંકલન ઉપકારી ગુરુભગવંતોને શિષ્યોને સુંદર વાચના પ્રેરણા માટે સહાયક બનશે, સંયમ માર્ગે ઉછળતા ભાવે આગળ વધવા માંગતા સાધુ `માટે પાંચેય આચાર અંગે માર્ગદર્શિકા બનશે. મહાપુરુષોની ડાયરીમાં પ્રેરક સુવાક્યો હોય છે જે તેઓને સતત ઊર્ધ્વગામી બનવા પ્રેરક બનતા હોય છે. આ પુસ્તક ઊંચા ગુણસ્થાનકો-અધ્યવસાયો તરફ આગળ વધવા ઈચ્છતા અને ખરેખર ‘મહાત્મા’ બિરુદને શોભાવવા ઈચ્છતા સાધુઓ માટે સતત પ્રેરક બનતા સુવાક્યોની ડાયરીરૂપ છે. આના વાંચન-ચિંતનથી 9

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 162