Book Title: Shraman Auchitya Shiksha Author(s): Muktivallabhvijay Publisher: Divya Darshan Trust View full book textPage 5
________________ ઔચિત્ય : ધર્મનો પ્રાણ છે s _ _ _ પૂ. ગચ્છાધિપતિ પૂ.આ.દે. શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા. આ પુસ્તકનું નામ છે - શ્રમણ ઔચિત્ય શિક્ષા. શિક્ષાના અનેક અર્થો થાય છે. પ્રસ્તુતમાં શિક્ષા એટલે જ્ઞાન અને અનુભવનું આદાન-પ્રદાન. જ્ઞાન અને અનુભવ મેળવવાના અનેક ઉપાયો છે. માતા-પિતા, વડીલો કે ગુરુ ભગવંતો આદિ દ્વારા જે પદ્ધતિપૂર્વક આપવામાં આવે અથવા તેમની પાસેથી જે વિનયાદિ વિધિપૂર્વક મેળવવામાં આવે તે ગુરુગમ શિક્ષા છે. મૌખિક કે લેખિત સ્વરૂપમાં જે અનુભવ કે જ્ઞાન પીરસવામાં આવે તેનું નામ ગ્રહણશિક્ષા. ફક્ત જ્ઞાનરૂપ જે શિક્ષણ અપાય તે ગ્રહણશિક્ષા. અને, પ્રવર્તન કરીને કે કરાવીને જે શીખવવામાં આવે તેનું નામ-આસેવન શિક્ષા. પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ આચરણની કુશળતા પ્રાપ્ત કરાવવી તેનું નામ આસેવન શિક્ષા. આચારવિષયક આ પુસ્તક પ્રહણ-શિક્ષાસ્વરૂપ છે. પરંતુ, વિકસિત અને પ્રબુદ્ધ કક્ષાના, આચારમાં વિશેષ આદર ધરાવનારા શ્રમણો માટે આ પુસ્તક આચરણવિષયક આસેવન શિક્ષાનું કાર્ય પણ કરશે. પ્રારંભિક કક્ષાવાળા માટે આ પુસ્તકનાં વાંચન અને સમજણ માટે ગુરુગમ કે યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન જરૂરી રહેશે. આચારશુદ્ધિની અત્યંતર રુચિ હશે તેને આ પુસ્તક ખૂબ ઉપયોગી નીવડશે. જીવનવ્યવહાર જ્ઞાન અને ક્રિયાથી ચાલે છે. તેથી શિક્ષાના બે પ્રકાર બતાવ્યા છે. ગ્રહણશિક્ષા એટલે જ્ઞાન અને આસેવનશિક્ષા એટલે ક્રિયા. ગ્રહણ અને આસેવન બંને પ્રકારની શિક્ષામાં વ્યવસ્થિત અને અનુભવી બનવાનું છે. ગ્રહણશિક્ષાના બે પ્રકાર છે : ૧. શેયવિષયક ગ્રહણશિક્ષા. ૨. હેયોપાદેયવિષયક ગ્રહણશિક્ષા.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 162