Book Title: Shraddhavidhi Prakaranam
Author(s): Ratnashekharsuri, Vairagyarativijay, Prashamrativijay
Publisher: Tapagaccha Amar Jain Shala Khambhat

View full book text
Previous | Next

Page 6
________________ નવસંપાદનની વેળાએ.... શ્રાદ્ધવિધિ ગ્રંથ તેની ટીકા સાથે અનેકવાર મુદ્રિત થયો છે. સર્વપ્રથમ તેનું સંપાદન સકલારામરહસ્યવેદી પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના વરદહસ્તે સંપન્ન થયું હતું. જેની પ્રસ્તાવના તેઓશ્રીમના પ્રશિષ્ય પૂજ્યપાદ તપાગચ્છાધિરાજ આચાર્યદેવ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ (તે વખતે પૂ. મુનિરાજશ્રી રામવિજયજી મ.) આલેખી હતી. આ સંપાદનના આધારે જ પૂજયપાદ આચાર્યદેવશ્રી મદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્નો પૂજય મુનિપ્રવરશ્રી વિક્રમવિજયજી મ. અને પૂ. મુનિપ્રવરશ્રી ભાસ્કરવિજય મ. એ તેનું પુનઃ સંપાદન કર્યું. જૂનું સંપાદન નવસંપાદન કરતાં વધુ શુદ્ધ છે. પ્રસ્તુત સંપાદન પણ પ્રથમ સંપાદનનું નવસંસ્કરણ જ છે. કેવળ તેને શ્રીકૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર-કોબા સ્થિત હસ્તપ્રત સાથે સરખાવવામાં આવ્યું છે. જ્યાં મહત્ત્વપૂર્ણ પાઠભેદ જણાયા છે તે ટિપ્પણીમાં વી. ૮. p. 8: લખીને સમાવ્યા છે. કોબાની આ હસ્તપ્રતમાં કેટલાંક પત્રો ખુટે છે. શ્રાદ્ધવિધિ અને તેની ટીકા એક પ્રચલિત વ્યાખ્યાન ગ્રંથ છે. તેની અનેક હસ્તપ્રતો લખાઈ છે. સમય અને સંસાધનની મર્યાદાને કારણે પાઠભેદ-પાઠશુદ્ધિ જેવા મહત્ત્વપૂર્ણ અંગો આ સંપાદનમાં સચવાયા નથી. સાથે જ એક સમૃદ્ધ સંપાદનમાં અપેક્ષિત પરિશિષ્ટ વિ.ની સંકલના પણ શકય બની નથી તે માટે વિદ્વાનો અમને દરગુજર કરશે એવી અપેક્ષા છે. - સંપાદકો વિ. સં. ૨૦૬૧, કા.વ. ૩/૧

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 524