Book Title: Shraddhavidhi Prakaranam
Author(s): Ratnashekharsuri, Vairagyarativijay, Prashamrativijay
Publisher: Tapagaccha Amar Jain Shala Khambhat
View full book text
________________
प्रकाशकीय
श्राद्धविधिप्रकरणम्
બેદરપુર (દક્ષિણ)માં મહાન બ્રાહ્મણ ભટ્ટને તેઓશ્રીએ પરાજિત કર્યો હતો.'
સૌમસૌભાગ્યકાવ્યમાં લખ્યું છે કે-તેમને આચાર્યપદ દેવગિરિ (દોલતાબાદ)ના વ્યાપારી મહાદેવ અપાવ્યું હતું. તેમણે સૂરિપદપંડિતપદ-મુનિપદ આપવાના, જિનમંદિરોની પ્રતિષ્ઠાના માલારોપણના તથા યોગવિધિ કરાવવા આદિ અનેક શુભ કાર્યો કર્યા હતાં.
તેઓ યુગપ્રધાન શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય હતા. ‘સંતિકર' સ્તોત્રાના કર્તા સહસ્રાવધાની પરમપ્રભાવક શ્રીમુનિસુંદરસૂરિજીના પટ્ટધર બન્યા હતા. શ્રીભુવનસુંદરસૂરિજી પાસે તેમણે જ્ઞાનાભ્યાસ કર્યો હતો. શ્રીસાધુરત્નસૂરિજીના સદુપદેશથી તેમને વૈરાગ્યરંગ લાગ્યો હતો.
તેમના અસ્તિસમય દરમિયાન વિ. સં. ૧૫૦૮માં જિનપ્રતિમા આદિનું ઉત્થાપન કરનાર લુકામત પ્રવર્યો હતો. લંકામતમાં પ્રથમ વેષધારી વિ. સં. ૧૫૩૩માં ભાણા નામક થયા હતા.
પ્રસ્તુત શ્રીરત્નશેખરસૂરિજી સિવાય બીજા પણ ત્રણ સમાનનામક આચાર્યો થયા છે. ૧ શ્રીપાલચરિત્ર પ્રાકૃત તથા ગુણસ્થાન ક્રમારોહ ઇત્યાદિ ગ્રંથોના કર્તા, હેમતલિકસૂરિ-શિષ્ય બૃહદ્ગચ્છીય શ્રીરત્નશેખરસૂરિ, ૩ પીપ્પલગચ્છીય શ્રીરનશેખરસૂરિ.
૧. જુઓ સોમસૌભાગ્ય કાવ્ય સર્ગ-૧૦ તથા ગુરુગુણરત્નાકરકાવ્યસર્ગ-૧.
૨. શ્રીરત્નશેખરસુરિજી એ, પોતાના ગુરુ તરીકે, શ્રાદ્ધવિધિપ્રકરણમાં સોમસુંદરસૂરિજીનો તથા શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિમાં ભુવનસુંદરસૂરિજીનો નામોલ્લેખ કર્યો છે. એમણે કરાવેલ પ્રતિષ્ઠાના અનેક લેખોમાં ‘શ્રીસોમસુંદરસૂરિશિષ્ય શ્રીરત્નશેખરસૂરિ’ એવા ઉલ્લેખ પ્રાપ્ત થતો હોવાથી તેમના ગુરુ તરીકે અમે શ્રી સોમસુંદરસૂરિજીનો ઉલ્લેખ કર્યો છે.