Book Title: Shraddhavidhi Prakaranam
Author(s): Ratnashekharsuri, Vairagyarativijay, Prashamrativijay
Publisher: Tapagaccha Amar Jain Shala Khambhat

View full book text
Previous | Next

Page 9
________________ प्रकाशकीय श्राद्धविधिप्रकरणम् સહિત ‘તપાગચ્છ-પટ્ટાવલી’ આદિ જે સાધનો પ્રાપ્ત થાય છે તેના ઉપર જ સંતોષ માનવો પડે છે. તેઓશ્રીનો જન્મ વિ. સં. ૧૪૫૭માં થયો હતો. વિ. સં.૧૪૬૩માં દીક્ષા અંગીકાર કરી હતી. વિ. સં. ૧૪૮૩માં પંડિતપદ, વિ. સં. ૧૪૯૩માં ઉપાધ્યાયપદ અને વિ. સં. ૧૫૦૨માં સૂરિપદ પ્રાપ્ત થયું હતું તેઓશ્રીનો કાલધર્મ (સ્વર્ગગમન) વિ. સં. ૧૫૧૭ના પોષ વદિ છઠના દિવસે થયો હતો આથી એ ફલિત થાય છે કે, છ વર્ષની બાલ્યવયે તેઓશ્રીએ દીક્ષા અંગીકાર કરી | હતી. ૨૬ વર્ષની વયે પંડિતપદ મળ્યું હતું. ૩૬ વર્ષની વયે ઉપાધ્યાયપદ અને ૪૫ વર્ષની વયે સૂરિપદારોપણ થયું હતું. તેઓશ્રીનો સમગ્ર જીવનકાલ ૬૦ વર્ષનો હતો. - સ્તંભતીર્થ (ખંભાત)માં બામ્બી નામના ભટ્ટે તેમને ‘બાલસરસ્વતી’ એવું બિરુદ અપ્યું હતું. ૧. ‘તપાગચ્છ પટ્ટાવલી’માં તેઓના જન્મસમયને અંગે બે મત દર્શાવાયા છે. ૧૪૫૭ અને ૧૪૫૨. તેમાંથી ૧૪૫૭ વાલો મત અધિક પ્રચલિત હોય તેમ લાગે છે. કારણ તે પછીના પટ્ટાવલીકારોએ ઉક્ત બે મતોમાંથી ૧૪૫૭ના એક જ મતનો ઉલ્લેખ કર્યો છે. જુઓ ઉપાધ્યાય શ્રીવીરવર્ધનગણિકૃત પટ્ટાવલી સારોદ્ધાર-(પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧, પૃ. ૧૫૬) અને અજ્ઞાતકર્તૃક શ્રીગુરુપટ્ટાવલી (પટ્ટાવલી સમુચ્ચય બા. ૧, પૃ. ૧૭૨). ૨. તેમણે કરાવેલ પ્રતિષ્ઠાનો લેખ વિ. સં. ૧૫૧૭ ચૈત્ર સુદિ ૧૩નો મળે છે. તો તે પણ વિચારણીય છે. ચૈત્રાદિ હિંદી કે કાર્તિકાદિ ગુજરાતી વર્ષ ગણનાને લીધે જે ફરક પડે છે, તેને લીધે પણ આમ બનવા યોગ્ય છે પ્રતિષ્ઠાના લેખનો સંવત હિન્દી અને સ્વર્ગવાસનો સંવત ગુજરાતી માનીએ તો કશી જ હરકત આવતી નથી. ૩. આ ઉલ્લેખનું સમર્થન શ્રીદેવવિમલગણિએ ‘હીરસૌભાગ્ય કાવ્ય' સર્ગ ૪, શ્લોક ૧૨૮માં કર્યું છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 524