Book Title: Shraddhavidhi Prakaranam
Author(s): Ratnashekharsuri, Vairagyarativijay, Prashamrativijay
Publisher: Tapagaccha Amar Jain Shala Khambhat

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશન-કથા આપણાં સૌનાં જીવન પર પ્રભાવ પાથરનારી શાસ્ત્રપરંપરાનાં ત્રણ વહેણ જોવા મળે છે. પદાર્થલક્ષી શાસ્ત્રો, ભાવનાલક્ષી શાસ્ત્રો અને આચારલક્ષી શાસ્ત્રો. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, તત્ત્વાર્થ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, લોકપ્રકાશ જેવા શાસ્ત્રોમાં પદાર્થ વ્યવસ્થાની મુખ્યતા જોવા મળે છે. શાંતસુધારસ, અધ્યાત્મકલ્પદ્રુમ, ઉપદેશમાળા, સંવેગરંગ શાલા, ઉપમિતિભવપ્રપંચા, વૈરાગ્યશતક, કપૂરપ્રકર જેવાં શાસ્ત્રોમાં આપણી ભાવનાઓની કેળવણી મુખ્ય રહી છે. તો શ્રાદ્ધદિનકૃત્ય, ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ, આચારદિનકર, નવપદપ્રકરણ, ધર્મબિંદુ જેવા ગ્રંથોમાં જીવનચર્યાને સ્પર્શતા આચારોની પ્રરૂપણા મુખ્યતા પામે છે. ગૃહસ્થો અને શ્રાવકોને અનિવાર્ય પણે પાળવા યોગ્ય સઆચારોનો ઉપદેશ શ્રાદ્ધવિધિનો મુખ્ય વિષય છે ધર્મબિંદુ અને ધર્મસંગ્રહ જેવા સર્વાંગસ્પર્શી ગ્રંથોની હાજરીમાં પણ શ્રાદ્ધવિધિ ગ્રંથે પોતાની અસ્મિતાને નોખી રીતે જીવંત રાખી છે તે જ આ ગ્રંથની આદરણીય મહત્તા પૂરવાર કરે છે. દરેક સંસ્કૃતગ્રંથો સાથે બને છે તેમ આ ગ્રંથ માત્ર સંયમી વર્ગનાં વાંચનપૂરતો સીમિત રહ્યો છે. જો કે, આનો અનુવાદ છે. તેની ઘણી આવૃત્તિઓ પ્રકટ થઈ રહી છે તે દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આ ગ્રંથનો વ્યાપ ખૂબ છે પરંતુ મૂળ સંસ્કૃત ગ્રંથ તો સંયમી મહાત્માઓ પૂરતો જ વાંચનપાત્ર રહ્યો છે. અપવાદ હોય તો થોડા પંડિતોએ વાંચ્યો હશે તેનો. આ ગ્રંથને નવેસરથી સંપાદિત કરવાની ભાવના થઈ તેનું મુખ્ય કારણ ભાવનાત્મક હતું. ચોવીશ વરસની વયે ધગધગતી અહિંસા ખુમારીથી પચાસહજાર માણસોની હાજરી ખડી કરીને અમદાવાદમાં ભદ્રકાળી મંદિરમાં થનારો બોકડાનો વધ હંમેશ માટે અટકાવનારા પૂ. મુનિમહારાજશ્રી રામવિજયજી મ.ના હાથે આ જ દિવસોમાં લખાયેલી સંસ્કૃત પ્રસ્તાવના, શ્રાદ્ધવિધિગ્રંથની મુદ્રિત આવૃત્તિને મળી હતી તે ઇતિહાસને તાજો કરવાની ઇચ્છા હતી. શ્રાદ્ધવિધિ ગ્રંથની પ્રથમ આવૃત્તિ પછીનાં ૮૬ વરસ પછી નવી છબી અને નવી છવિ ધારણ કરીને આ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે. ત્યારે મુનિ રામ નામનો ઉગતો સિતારો, સૂરિ રામચંદ્ર તરીકે જાજરમાન સૂરજ જેવું પ્રભાવશાળી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 524