________________
૧૨૧ દ્વાર માનથી પ્રતિમા પ્રમાણુ. દ્વારની ઉંચાઈના આઠ ભાગ કરવા તેમાંથી એક ભાગ કાઢી બાકી સાત ભાગ રહ્યા તેમાંથી બે ભાગ જેટલી પ્રતિમા કરવી. વળી દ્વારની ઉંચાઈના નવ ભાગ કરવા તેમાંથી એક 'ભાગ કાઢી નાખો બાકી આઠ ભાગ રહ્યા તેના ત્રણ ભાગ કરવા તેમાંના બે ભાગની પ્રતિમા કરવી.
ઉભી પ્રતિમા પ્રથમ નંબરની ગણાય છે, અને આસન ઉપર બેઠેલી પ્રતિમા બીજા નંબરની ગણાય છે. વળી દ્વારના માનથી પ્રતિમા બનાવાય તે શ્રેષ્ઠ ગણાય છે.
સિંહાસનનું પ્રમાણ દવારની ઉંચાઈના ત્રણ ભાગ કરવા તેમાંના એક ભાગનું સિંહાસન કરવું તે મધ્ય માન જાણવું, અને દ્વારની -ઉંચાઈના બે ભાગ કરી એક ભાગનું સિંહાસન કરવું તે જે. માન જાણવું અને મધ્ય માનથી નાનું કરે તો તે કનિષ્ટ થાય.
ઘર ત્યા દેરાશર માટે પ્રતિમાનું માન.
ઘરમાં (ઘરદેરાસરમાં ) એક આંગળથી બાર આંગળની (નીચેની પાટલી સાથે) પ્રતિમા પુજવા એગ્ય છે, વધારે પ્રમાણ માટે શાસ્ત્રને મત નથી.
પ્રાસાદને માટે બાર આંગળથી તે નવ હાથ સુધીની પ્રતિમા સ્થાપન કરવી, દશ હાથ ઉપરાંતની પ્રતિમા પ્રાસાપદની બહાર (જળાશય બાગ રાજાના કીલ્લાના સિંહદ્વાર "વિષે) શોભાને માટે રાખવા એગ્ય છે.
જૈન પ્રતિમા બનાવવા ના ભાગ “ક, થી “ખ, અને “ખ, થી “ગ, સુધી અને
"Aho Shrutgyanam