Book Title: Shil Vighatak Paribalo Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ ૨૮૪ विनतत्व ત્યારે તેમાંથી થોડો હિસ્સો પોતાની આજ્ઞાનુસાર ખર્ચાય એવી વૃતિ જન્મે છે. તેમાંથી થોડાં નાણાં પોતાને માટે વપરાય, ભોગવાય એવો ભાવ જન્મે છે. અને સમય જતાં પોતાની માલિકીના ટ્રસ્ટી સ્થપાય છે. અને એ ઘન ઉપર સ્વામિત્વ ભોગવાય છે. ભવિષ્યમાં સાધુનો વેશ છોડવો પડે તો એ નાણાંથી પોતાની આજીવિકા સારી રીતે ચાલશે એવો વિશ્વાસ રહે છે. ક્યારેક એવા વિશ્વાસથી જ અગાઉથી નાણાં એકઠાં કરવાની પ્રવૃત્તિ ચાલુ થઈ જાય છે. સાધુનો વેશ ધારણ કરતી વખતે સાચી ભાવનાથી ધારણ કર્યો હોય, પરંતુ પછીથી વેશનાં માનપાન તથા ખાનપાનના લાભ એટલા બધા મળવા લાગે કે ત્યાગસંયમની વાત બાજુ પર રહી જાય છે. આવા વેશધારી અથવા વેશવિડંબક સાધુઓ સામે પ્રાચીન સમયથી પૂર્વાચાર્યો, શાસ્ત્રકારો ચેતવણી આપતા આવ્યા છે. અવંદનીય સાધુઓની વાત કરતી વખતે પણ એમનાં હૃદયમાં તો તેઓ ફરી પાછા વંદનીય કેમ બને તે માટેની ચિંતાજનક કરુણા જ રહેલી હોય છે. હિન્દુ ધર્મ હોય કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ હોય કે ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ હોય કે યહૂદી ધર્મ, દરેક ધર્મમાં સાધુઓની કંઈક ને કંઈક સમસ્યાઓ ઊભી થતી કે ચાલ્યા કરતી હોય છે. સાધુઓનું સ્થાન સમાજમાં પરમવંદનીય ગણાય છે. એટલે એમની માનવસહજ કોઈ નબળાઈઓની જાહેરમાં ટીકા, નિદ્ય કે ચર્ચા બહુ ઇષ્ટ ન ગણાય. પરંતુ તેમને તેમના હિતનો બોધ અંગત રીતે ખાનગીમાં વડીલ સાધુ આપે તે ઈષ્ટ અને આવશ્યક ગણાય છે. તેમ છતાં કોઈ દુષ્ટ વ્યક્તિ સાધુ થઈને બીજા સાધુઓને ન બગાડે તે માટે શિક્ષા અને પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા દરેક ધર્મ અને સંપ્રદાયમાં રહેલી છે. સાધુ-સંન્યાસીઓને પ્રલોભનો આપી બગાડવાનું કાર્ય ઘણી વાર ગૃહસ્થો જ કરતા હોય છે. પોતાનો પૂજ્યભાવ વેવલા થઈને તેઓ વ્યક્ત કરે છે. તેઓ તેમની વધુ પડતી સારસંભાળ રાખે છે અને ગુપ્ત રીતે તેમની ખાનપાનની ઇચ્છા અને ક્યારેક તો વિષયવાસના સંતોષવા સગવડ કરી આપે છે. કોઈક કિસ્સામાં તો સાધુના શાપના ડરથી તેઓ તેમ કરે છે. જેટલે અંશે ગૃહસ્થો સાધુઓ પ્રત્યે પોતાના કર્તવ્યમાં સજાગ તેટલે અંશે સાધુસમુદાય સજાગ અને તેમની અવનતિનાં કારણો ઓછાં રહેવાનાં. પોતાના ઉપર અંગત રીતે સાધુમહાત્માનો ગમે તેટલો ઉપકાર હોય તો પણ પોતે તેમની ઇચ્છાઓને સંતોષવામાં મર્યાદા રાખવી જોઈએ, અને તેમની અવનતિના નિમિત્ત ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9