Book Title: Shil Vighatak Paribalo
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ શીલવિઘાતક પરિબળો ૨૮૩ ભલભલા મહાન સાધુઓને પણ પતનના માર્ગે લઈ જનારું એક મોટું વિઘાતક બળ તે લોકેષણા છે. વર્તમાન સમયમાં લોકપ્રસિદ્ધિનાં ક્ષેત્રો અને માધ્યમો ઘણાં બધાં વધી ગયાં છે. માણસ સાધુ-સંન્યાસી થાય એટલે અનેક લોકો વંદન-દર્શન માટે આવે, પ્રશંસા થાય, વાહવાહ બોલાય એમાંથી સૂક્ષ્મ રાગ જન્મ, પછીથી અહંકાર જન્મ અને ઉત્તરોત્તર વધુ મોટા થવાનું મન થાય. પ્રશંસા ગમવા લાગે, વધતી જાય અને પ્રસિદ્ધિની નવી નવી આકાંક્ષાઓ જન્મે; ભક્તોને આજ્ઞા કરવાની ટેવ પડે. બીજા મહાત્માઓ કરતાં આગળ નીકળી જવાનું અથવા અનેક લોકોને પોતાના તરફ વાળી લેવાનું મન થાય. આરંભમાં કરુણાનો ભાવ હોય. અનેક લોકોને સન્માર્ગે ઘેરી જવાની ભાવના હોય; પોતાના ઉપદેશથી અનેકના જીવનમાં પરિવર્તન આવ્યું છે એવું લાગે. પરંતુ સમય જતાં માત્ર સૂક્ષ્મ માન-કષાયથી જ તે પ્રવૃત્તિ ચાલ્યા કરતી હોય છે. લોકેષણા સાધુજીવનને જ્યારે દગો દેશે તે કહી શકાય નહિ. સંયમનું એક પગથિયું ચૂકતાં સીડીનાં કેટલાં પગથિયાં તેઓ ગબડી પડશે તે કહેવાય નહિ. જેઓ નિશ્ચયદષ્ટિ રાખે છે, આત્મધર્મમાં સ્થિર રહે છે તેઓ જ લોકેષણાના વમળમાં ડૂબતા નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે ? જિમ જિમ બહુ મત, બહુ જન સમ્મા; બહ શિષ્ય પરવરિયો, તિમ તિમ જિન શાસનનો વેરી જો નવી નિશ્ચય દરિયો... સાચી સાધુતા જગતમાં સહેલી અને સસ્તી નથી. સાધુ, ભિખ્ખું કે સંન્યાસી તરીકે દીક્ષા લેવી અને એના સમુદાયના બધા જ આચારો પાળવા એ કઠિન બાબત છે. જૈન, બૌદ્ધ કે હિંદુ ધર્મના શાસ્ત્રકારોએ અનુભવોના આધારે સંયમપાલનના નાનામોટા સેંકડો નિયમો દર્શાવ્યા છે. મનુષ્યનું ચિત્ત ક્યારે પ્રમાદશીલ બની જશે અને ક્યારે ત્યાગસંયમને બદલે ઇન્દ્રિયોના ભોગવિલાસમાં રાચશે એ કહી શકાય નહિ. ગૃહસ્થો સાથે અતિ સંસર્ગ, વિજાતીય વર્ગ સાથે નર્મમર્મયુક્ત વચનો, એકલવિહાર, ખાવાપીવામાં અસાવધાની ઇત્યાદિ ક્રિયાઓ સાધુ-સંન્યાસીઓને પ્રમાદી બનાવી દે છે. ગારવા એટલે ગૃદ્ધિ અથવા આસક્તિ અથવા ગમવાપણું. એવાં ત્રણ ગારવ – રસગારવ, દ્ધિગારવ અને શાતાગારવ મહાત્માઓને પણ પતનના માર્ગે લઈ જાય છે. પોતાની પ્રેરણાથી ગૃહસ્થો ધર્મકાર્યમાં અઢળક નાણાં ખર્ચતા હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9