Book Title: Shil Vighatak Paribalo
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 7
________________ શીલવિઘાતક પરિબળો કહેવાય છે. ખરાબ આચરણવાળા સાધુને કુશીલ કહેવામાં આવે છે. જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ એવા એના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. જે કાલ, વિનય, બહુમાન વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે તથા ભણેલા જ્ઞાનનો આપમતે જાણીજોઈને અવળો અર્થ કરે તેને જ્ઞાનકુશીલ કહેવામાં આવે છે. જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા વગેરે કુવાસનાવાળા માણસો સાથે સોબત રાખે, કારણ વિના તેમની સાથે આલાપ-સંલાપ કરે અને એ રીતે આઠ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તેને દર્શનકુશીલ કહેવામાં આવે છે. જે મંત્રતંત્રના ચમત્કાર બતાવી ભક્તોને ભોળવે, લોભાવે, જ્યોતિષ કે સ્વપ્નનાં ફળ કહીને લલચાવે, કામણ-વશીકરણ કરે, જડીબુટ્ટી કરે, પુરુષનાં અંગલક્ષણો કહે, પોતાના શરીરને સ્નાનાદિથી વિભૂષિત રાખવાનો પ્રયત્ન કરે, પોતાનાં જાતિકુલ પ્રકાશિત કરે, ચારિત્રની અનેક પ્રકારે વિરાધના કરે તેને ચારિત્રકુશીલ કહેવામાં આવે છે. કેટલાક સાધુઓમાં કેટલાક સારા ગુણ હોય, પરંતુ તેની સાથે સાથે કેટલાક મોટા દોષો પણ હોય તેવા સાધુને ‘સંસક્ત’ કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે : ‘સંક્લિષ્ટ સંસક્ત’ અને ‘અસંક્લિષ્ટ સંસક્ત', જે સાધુઓ જીવહિસાદિ આશ્રવનાં દ્વાર સેવે, પારકાના ગુણ સહન ન કરી શકે, ૨સગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ એ ત્રણ ગા૨વનું સેવન કરે, સ્ત્રી, ઘર વગેરેને લગતા પોતાના દોષો ચલાવી લે કે તેનો બચાવ કરે તે સંક્લિષ્ટ સંસક્ત કહેવાય છે. જે સાધુ પ્રસંગાનુસાર બદલાયા કરે એટલે કે સંવિજ્ઞ સાધુઓ પાસે હોય ત્યારે સંવિજ્ઞ ગુણ-આચારવાળો થવા ઇચ્છે અને પાર્મસ્થાદિ સાથે હોય ત્યારે તેવા અનાચાર કરવા લાગે તે અસંક્લિષ્ટ સંસક્ત કહેવાય છે. ૨૮૭ — Jain Education International જે સાધુ ગુરુમહારાજની, ધર્માચાર્યોની અવહેલના કર્યા કરે, સાંસારિક કાર્યોમાં રસ લે, શાસ્ત્રગ્રંથોનો ઇરાદાપૂર્વક અનર્થ કરી પોતાની ઇચ્છાનુસાર વર્તન કરે, સ્વાર્થ સધાય તેવાં વચનો બોલે, ઉત્સૂત્ર (શાસ્ત્રવિરુદ્ધ) પ્રરૂપણા કરે, વારંવાર ક્રોધ-આક્રોશ કરે, ત્રણ ગારવયુક્ત એશઆરામનું જીવન વિતાવવામાં પ્રવૃત્ત રહે તેને યથાછંદ કહેવામાં આવે છે. આવા સાધુઓ અનેક પ્રકારના જોવા મળે છે. તેઓ પોતે સંસારમાં ડૂબે છે અને તેમનો આશ્રય લેનારને પણ ડુબાડે છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9