Book Title: Shil Vighatak Paribalo
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249496/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શીલવિઘાતક પરિબળો ત્યાગ અને સંયમ સર્વત્ર પૂજ્ય, આદરણીય ગણાય છે. ભારતીય પરંપરામાં સાધુ-સંન્યાસી હોય એવા ગુરુનો મહિમા ઘણો મોટો મનાયો છે. આપણા ધાર્મિક સાહિત્યમાં અનેક કવિ-લેખકોએ પોતાના ગુરુનો મહિમા બહુ ભક્તિભાવથી ગાયો છે. ગર વિના જ્ઞાન નહિ' એ ઉક્તિ યથાર્થ જ છે. ભારતીય ગુરુ-શિષ્યપરંપરામાં જ્ઞાનની આરાધના માટે ગુરુના જ્ઞાન કરતાં પણ ગુરુના આશીર્વાદનુંગુરુકૃપાનું મહત્વ વિશેષ મનાયું છે. શિષ્યના પક્ષે સાચો વિનય ન હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય નહીં એવું અનુભવકથન છે. ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, સાક્ષાત્ પરબ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હોય એટલા બધા જ સાધુ-સંન્યાસીઓ પૂરી પાત્રતા વિના પોતાને પ્રગટ પરબ્રહ્મ માની લે તો ભારે અનર્થ થાય. સાધુ-સંન્યાસીનો વેશ અને ગુરુનું પદ એ બને જો પચાવી ન શકાયાં હોય અથવા અપાત્ર વ્યક્તિના હાથમાં આવ્યાં હોય તો તે પોતાને અને અનુયાયીઓને દુર્ગતિમાં ઘસડી જાય છે. - ત્યાગ અને સંયમનો માર્ગ ખાંડાની ધાર જેવો છે. દુનિયામાં જેટલા સાધુઓ, સંન્યાસીઓ, મહંતો, ભિખુઓ, ફકીરો, પાદરીઓ હોય છે તે દરેકે તીવ્ર વૈરાગ્ય અનુભવી, સ્વેચ્છાએ સમજણપૂર્વક સંયમનો માર્ગ સ્વીકાર્યો હોય છે તેવું હોતું નથી. એમાં કેટલાકે સંજોગોવશાત્ એ માર્ગ ગ્રહણ કરેલો હોય છે; કેટલાકે અજ્ઞાન કે લાચારીથી સંન્યસ્ત સ્વીકાર્યો હોય છે; કેટલાકને બાલ્યાવસ્થામાં કોઈ ભોળવીને ઉપાડીને લઈ જાય છે અને પછી એમને બાવો બનાવી દેવાયો હોય છે. કેટલાક અનાથ કે અનાશ્રિત હોવાના કારણે, કેટલાક આજીવિકા મેળવવાને અસમર્થ હોવાને લીધે, કેટલાક એમની પોતાની સ્વભાવગત વિચિત્રતા કે મંદબુદ્ધિને કારણે, કેટલાક શારીરિક ખોડખાંપણને કારણે આ માર્ગમાં આવી પડ્યા હોય છે. વેશથી તેઓ સાધુ હોય છે, પરંતુ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જિનતત્ત્વ તેમના હૃદયને વૈરાગ્યનો પાકો રંગ લાગ્યો નથી હોતો. સાધુ-સંન્યાસીઓમાં કે કહેવાતા ત્યાગી-વૈરાગીઓમાં અનેક માત્ર વેશથી જ તેવા હોય છે. તેઓ માત્ર દ્રવ્યલિંગી હોય છે. સંસારનું નાશવંત સ્વરૂપ સમજાતાં કે તીવ્ર દુ:ખનો અચાનક અનુભવ થતાં કેટલાકના હૃદયમાં વૈરાગ્ય જન્મે છે; પરંતુ જીવનના અંત સુધી એ વૈરાગ્ય એકસરખા ઉચ્ચ ભાવવાળો ટકી રહેવો એ ઘણી કઠિન વાત છે. વળી આંખ, નાક, જીભ વગેરે ઇન્દ્રિયોનો સ્વભાવ એવો છે કે જો તેના વિષયોનું પોષણ, ઉત્તેજન થયા કરે તો હૃદયમાં જન્મેલો ત્યાગ-વૈરાગ્યનો સાચો ભાવ પણ જલદી અદૃશ્ય થઈ જાય છે અને ભોગવિલાસની ઝંખના થવા લાગે છે. એટલે એવા દાખલાઓમાં ભલે સાચી સમજણપૂર્વક સ્વેચ્છાએ દીક્ષા લીધી હોય તો પણ આત્મિક સુખ કરતાં ઇન્દ્રિયાર્થ પદાર્થોના સુખની અભિલાષાઓ જાગ્રત થવાનો વિશેષ સંભવ રહે છે. ભોગવિલાસ માટેની દબાવેલી વૃત્તિઓ તક મળતાં ક્યારેક બમણા જોરથી પ્રવૃત્ત થવા લાગે છે. - સાધુઓએ ઘર, સ્ત્રી, પુત્રાદિક, ધન વગેરેનો સંપૂર્ણ ત્યાગ કર્યો હોય છે. પરંતુ પછીથી જ્યારે વાસનાઓ જાગે છે ત્યારે તેનું સુખ ભોગવવાની લાલસા થાય છે. જો બાહ્યવેશ પોતાને તેમ કરતાં અટકાવે છે તો રિત્તિ તેવું સુખ ભોગવવામાં કલ્પનાથી રાચે છે. નળરાજાના ભાઈ પુષ્કરે રાજયસુખ છોડીને વનમાં જઈને તાપસનું જીવન ચાલુ કર્યું હતું, પણ સમય જતાં એણે જંગલમાં પણ પોતાનું માનસી રાજ્ય સ્થાપ્યું હતું. વર્તમાન સમયમાં કેટલાક સાધુઓએ ઘર અને પૈસાનો ત્યાગ કર્યો હોય છે, પરંતુ જાહેર ઘરો અને જાહેર પૈસા ઉપર સ્વામિત્વનો ભાવ તેઓ ભોગવતા હોય છે. ક્યારેક તો તેમની ભાષામાં પણ “મારું' શબ્દ દ્વારા સ્વામિત્વનો ભાવ વારંવાર વ્યક્ત થઈ જાય છે. જૈન ધર્મ પ્રમાણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ તથા અશુભ યોગો મોટા મોટા સમર્થ માણસોને પણ પછાડે છે અને જમાડે છે. માણસ બુદ્ધિશાળી હોય છે અને પોતાના દોષોનો બચાવ જુદી જુદી અપેક્ષાએ બુદ્ધિપૂર્વક કરે છે. પણ મનમાં તે જાણતો હોય છે કે પોતે કેવી કેવી વાસનાઓથી ઘેરાયેલો છે. કેવા કેવા કષાયોમાં ફસાયેલો છે. વિષય અને કષાય એ સાધુજીવન જીવનારા મહાત્માઓના મોટા શત્રુઓ છે. કદાચ વચન અને કાયાથી વિષયકષાયને વશ કરી શકે તો પણ મનથી વશ કરવા કેટલા બધા દુષ્કર છે તે તેઓ સારી રીતે જાણતા હોય છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ શીલવિઘાતક પરિબળો ૨૮૩ ભલભલા મહાન સાધુઓને પણ પતનના માર્ગે લઈ જનારું એક મોટું વિઘાતક બળ તે લોકેષણા છે. વર્તમાન સમયમાં લોકપ્રસિદ્ધિનાં ક્ષેત્રો અને માધ્યમો ઘણાં બધાં વધી ગયાં છે. માણસ સાધુ-સંન્યાસી થાય એટલે અનેક લોકો વંદન-દર્શન માટે આવે, પ્રશંસા થાય, વાહવાહ બોલાય એમાંથી સૂક્ષ્મ રાગ જન્મ, પછીથી અહંકાર જન્મ અને ઉત્તરોત્તર વધુ મોટા થવાનું મન થાય. પ્રશંસા ગમવા લાગે, વધતી જાય અને પ્રસિદ્ધિની નવી નવી આકાંક્ષાઓ જન્મે; ભક્તોને આજ્ઞા કરવાની ટેવ પડે. બીજા મહાત્માઓ કરતાં આગળ નીકળી જવાનું અથવા અનેક લોકોને પોતાના તરફ વાળી લેવાનું મન થાય. આરંભમાં કરુણાનો ભાવ હોય. અનેક લોકોને સન્માર્ગે ઘેરી જવાની ભાવના હોય; પોતાના ઉપદેશથી અનેકના જીવનમાં પરિવર્તન આવ્યું છે એવું લાગે. પરંતુ સમય જતાં માત્ર સૂક્ષ્મ માન-કષાયથી જ તે પ્રવૃત્તિ ચાલ્યા કરતી હોય છે. લોકેષણા સાધુજીવનને જ્યારે દગો દેશે તે કહી શકાય નહિ. સંયમનું એક પગથિયું ચૂકતાં સીડીનાં કેટલાં પગથિયાં તેઓ ગબડી પડશે તે કહેવાય નહિ. જેઓ નિશ્ચયદષ્ટિ રાખે છે, આત્મધર્મમાં સ્થિર રહે છે તેઓ જ લોકેષણાના વમળમાં ડૂબતા નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે ? જિમ જિમ બહુ મત, બહુ જન સમ્મા; બહ શિષ્ય પરવરિયો, તિમ તિમ જિન શાસનનો વેરી જો નવી નિશ્ચય દરિયો... સાચી સાધુતા જગતમાં સહેલી અને સસ્તી નથી. સાધુ, ભિખ્ખું કે સંન્યાસી તરીકે દીક્ષા લેવી અને એના સમુદાયના બધા જ આચારો પાળવા એ કઠિન બાબત છે. જૈન, બૌદ્ધ કે હિંદુ ધર્મના શાસ્ત્રકારોએ અનુભવોના આધારે સંયમપાલનના નાનામોટા સેંકડો નિયમો દર્શાવ્યા છે. મનુષ્યનું ચિત્ત ક્યારે પ્રમાદશીલ બની જશે અને ક્યારે ત્યાગસંયમને બદલે ઇન્દ્રિયોના ભોગવિલાસમાં રાચશે એ કહી શકાય નહિ. ગૃહસ્થો સાથે અતિ સંસર્ગ, વિજાતીય વર્ગ સાથે નર્મમર્મયુક્ત વચનો, એકલવિહાર, ખાવાપીવામાં અસાવધાની ઇત્યાદિ ક્રિયાઓ સાધુ-સંન્યાસીઓને પ્રમાદી બનાવી દે છે. ગારવા એટલે ગૃદ્ધિ અથવા આસક્તિ અથવા ગમવાપણું. એવાં ત્રણ ગારવ – રસગારવ, દ્ધિગારવ અને શાતાગારવ મહાત્માઓને પણ પતનના માર્ગે લઈ જાય છે. પોતાની પ્રેરણાથી ગૃહસ્થો ધર્મકાર્યમાં અઢળક નાણાં ખર્ચતા હોય Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ विनतत्व ત્યારે તેમાંથી થોડો હિસ્સો પોતાની આજ્ઞાનુસાર ખર્ચાય એવી વૃતિ જન્મે છે. તેમાંથી થોડાં નાણાં પોતાને માટે વપરાય, ભોગવાય એવો ભાવ જન્મે છે. અને સમય જતાં પોતાની માલિકીના ટ્રસ્ટી સ્થપાય છે. અને એ ઘન ઉપર સ્વામિત્વ ભોગવાય છે. ભવિષ્યમાં સાધુનો વેશ છોડવો પડે તો એ નાણાંથી પોતાની આજીવિકા સારી રીતે ચાલશે એવો વિશ્વાસ રહે છે. ક્યારેક એવા વિશ્વાસથી જ અગાઉથી નાણાં એકઠાં કરવાની પ્રવૃત્તિ ચાલુ થઈ જાય છે. સાધુનો વેશ ધારણ કરતી વખતે સાચી ભાવનાથી ધારણ કર્યો હોય, પરંતુ પછીથી વેશનાં માનપાન તથા ખાનપાનના લાભ એટલા બધા મળવા લાગે કે ત્યાગસંયમની વાત બાજુ પર રહી જાય છે. આવા વેશધારી અથવા વેશવિડંબક સાધુઓ સામે પ્રાચીન સમયથી પૂર્વાચાર્યો, શાસ્ત્રકારો ચેતવણી આપતા આવ્યા છે. અવંદનીય સાધુઓની વાત કરતી વખતે પણ એમનાં હૃદયમાં તો તેઓ ફરી પાછા વંદનીય કેમ બને તે માટેની ચિંતાજનક કરુણા જ રહેલી હોય છે. હિન્દુ ધર્મ હોય કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ હોય કે ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ હોય કે યહૂદી ધર્મ, દરેક ધર્મમાં સાધુઓની કંઈક ને કંઈક સમસ્યાઓ ઊભી થતી કે ચાલ્યા કરતી હોય છે. સાધુઓનું સ્થાન સમાજમાં પરમવંદનીય ગણાય છે. એટલે એમની માનવસહજ કોઈ નબળાઈઓની જાહેરમાં ટીકા, નિદ્ય કે ચર્ચા બહુ ઇષ્ટ ન ગણાય. પરંતુ તેમને તેમના હિતનો બોધ અંગત રીતે ખાનગીમાં વડીલ સાધુ આપે તે ઈષ્ટ અને આવશ્યક ગણાય છે. તેમ છતાં કોઈ દુષ્ટ વ્યક્તિ સાધુ થઈને બીજા સાધુઓને ન બગાડે તે માટે શિક્ષા અને પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા દરેક ધર્મ અને સંપ્રદાયમાં રહેલી છે. સાધુ-સંન્યાસીઓને પ્રલોભનો આપી બગાડવાનું કાર્ય ઘણી વાર ગૃહસ્થો જ કરતા હોય છે. પોતાનો પૂજ્યભાવ વેવલા થઈને તેઓ વ્યક્ત કરે છે. તેઓ તેમની વધુ પડતી સારસંભાળ રાખે છે અને ગુપ્ત રીતે તેમની ખાનપાનની ઇચ્છા અને ક્યારેક તો વિષયવાસના સંતોષવા સગવડ કરી આપે છે. કોઈક કિસ્સામાં તો સાધુના શાપના ડરથી તેઓ તેમ કરે છે. જેટલે અંશે ગૃહસ્થો સાધુઓ પ્રત્યે પોતાના કર્તવ્યમાં સજાગ તેટલે અંશે સાધુસમુદાય સજાગ અને તેમની અવનતિનાં કારણો ઓછાં રહેવાનાં. પોતાના ઉપર અંગત રીતે સાધુમહાત્માનો ગમે તેટલો ઉપકાર હોય તો પણ પોતે તેમની ઇચ્છાઓને સંતોષવામાં મર્યાદા રાખવી જોઈએ, અને તેમની અવનતિના નિમિત્ત ન Page #5 -------------------------------------------------------------------------- ________________ શીલવિઘાતક પરિબળો ૨૮૫ બનવું જોઈએ. કેટલીક વાર ગૃહસ્થ સ્ત્રી-પુરુષો ચોરી, ખૂન, વ્યભિચાર જેવી પોતાની અંગત ગંભીર ભૂલોનો સાધુમહાત્માઓ પાસે એકરાર (confession) કરી પ્રાયશ્ચિત્ત માગે છે, પણ પછી સાધુ-સંન્યાસીઓ, પાદરીઓ તેનો એટલે બધો ગેરલાભ ધમકીઓ આપીને ઉઠાવે છે કે એ ગૃહસ્થ સ્ત્રી-પુરુષો એમનાં ગુલામ જેવાં બની જાય છે. ક્યારેક પોતાના ખાનગી વ્યભિચારનો એકરાર કરનારી સ્ત્રીને એ સાધુના વ્યભિચારનો લાચારીથી ભોગ બનવું પડે છે. ભારતીય સંસ્કૃતિ એના સાધુ-સંન્યાસીઓની ગૌરવભરી પ્રાચીન પરંપરાથી શોભે છે. આપણા દાર્શનિક પૂર્વાચાર્યોએ માવનમનનાં અતલ ઊંડાણોને માપીને, નબળાઈઓનો ગંભીર વિચાર કરીને એવી વિગતવાર સમાચારી દર્શાવી છે કે જેથી કોઈ સાધુને પતિત થવું હોય તો પણ ઠીક ઠીક વાર લાગે. આપણા પૂર્વસૂરિઓની સૂક્ષ્મ અવલોનશક્તિની, પૃથક્કરણશક્તિની, ક્રાંત દૃષ્ટિની એ પ્રતીતિ કરાવે છે. જૈન શાસ્ત્રગ્રંથોમાં પાંચ પ્રકારના સાધુઓને અવંદનીય ગણવામાં આવ્યા છે. દેવેન્દ્રસૂરિ કૃત “ગુરુવંદન ભાષ્યમાં કહ્યું છે : पासत्थो ओसन्नो कुसील संसत्तओ जहाछंदो। युग-युग-ति-दु-णेग-विहा अवंदणिज्जा जिणमयंमि।। આ પાંચ પ્રકાર તે (૧) પાર્શ્વસ્થ, (૨) અવસગ્ન, (૩) કુશીલ, (૪) સંસક્ત અને (૫) યથાછંદ, આ પાંચેના પેટાપ્રકાર અનુક્રમે બે, બે, ત્રણ, બે અને અનેક છે. આ પાંચને જૈનદર્શનમાં અવંદનીય કહ્યા છે. પસિલ્વા અથવા ‘પાસસ્થા’ શબ્દ સંસ્કૃત “ ઘ' ઉપરથી આવ્યો છે. રથ એટલે રહેવું. વાર્થ એટલે બાજુ. જેઓ આત્મામાં નહિ પણ બહાર કે બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પરંતુ ધર્મની બહાર રહે છે, જેઓ જ્ઞાન, દર્શન ને ચારિત્રરૂપી રત્નત્રયીમાં નહિ પણ તેનાથી દૂર રહે છે તેને “પાર્થસ્થ' કહેવામાં આવે છે. પારૂલ્યા' શબ્દ “પાશથ” ઉપરથી પણ વ્યુત્પન્ન કરવામાં આવે છે. “પાશ' એટલે ફાંસો અથવા જાળ. જેઓ કર્મબંધનના હેતુરૂપ મોહમાયાની કે મિથ્યાત્વની જાળમાં લપેટાઈ ગયા છે તેને પણ “પારૂલ્યા' કહેવામાં આવે છે. પાર્થસ્થ બે પ્રકારના છે : (૧) સર્વ પાર્શ્વસ્થ અને (૨) દેશ પાર્થસ્થ. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ नित જે સાધુ સમ્યમ્ દર્શન, સમ્યગું જ્ઞાન અને સમ્યગું ચારિત્રથી સર્વથા રહિત હોય અને માત્ર વેશધારી સાધુ હોય અને ગૃહસ્થની જેમ વર્તન-વ્યવહાર ર્યા કરે તે “સર્વ પાર્શ્વસ્થ”. જે સાધુઓ મોટા અધિકારીઓના કે શ્રીમંતોના ઘેરથી આહાર મેળવે અથવા મંગાવે અથવા પોતે અગાઉથી નક્કી કરેલાં ઘરોમાંથી નક્કી કરેલો આહાર મેળવે, અથવા ગૃહસ્થોના જમણવાર વગેરેમાંથી સ્વાદિષ્ટ આહાર મેળવવાની લાલસા રાખે, ગૃહસ્થોની વારંવાર ખુશામત કર્યા કરે, પોતાના સાધુપણાનો ગર્વ કે ઘમંડ કર્યા કરે. તે સાધુને દેશ પાર્શ્વસ્થ” કહેવામાં આવે છે, “દેશ પાર્શ્વસ્થ' સાધુઓ શય્યાતર પિંડ (જેના મકાનમાં વાસ કર્યો હોય તેનો આહાર), અભ્યાહૂત પિંડ (સામેથી લાવેલો આહાર), રાજપિંડ (રાજનો અથવા રાજાના અમુક અધિકારીઓના ઘરનો આહાર), નિત્યપિંડ (‘તમે રોજ જરૂર પધારજો” એવી ગૃહસ્થ પહેલેથી નિમંત્રણા કરી રાખેલા કોઈ એક જ ઘરેથી નિત્ય આહાર લેવો) અને અગ્રપિંડ (અગ્ર એટલે ઉપરનો. ગૃહસ્થ પોતાને માટે આહાર કાઢ્યા પહેલાં જો ગોચરી વહોરવી તે) વિના કારણ ભોગવતા હોય છે. વળી તેઓ કલનિશ્રાએ વિચરતા હોય છે, એટલે કે પોતાના મનગમતા કુટુંબોમાંથી જ આહાર લે છે અને વિહાર વગેરેમાં પણ તેમના તરફથી સહાય મેળવવાની વૃત્તિ ધરાવે છે તથા તેઓ સ્થાપનાકુલમાં પ્રવેશ કરે છે એટલે કે પોતાના ગુરુમહારાજની અને પોતાના સમુદાની સવિશેષ ભક્તિ કરનારાં કુટુંબોમાં જ ગોચરી તથા અન્ય પ્રયોજનો માટે વારંવાર જતા હોય છે. જે સાધુ પોતાની સાધુ તરીકેની સમાચારી પાળવામાં શિથિલ કે અનુત્સાહી હોય તેવા સાધુને “અવસર્ન' (ઓસનો) કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે : “દેશ અવસગ્ન” અને સર્વ અવસગ્ન'. પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય, ભિક્ષાચાર્ય, તપશ્ચર્યા, આગમન, નિર્ગમન, આસન, શયન વગેરેને લગતી દસ પ્રકારની સમાચાર જાણે પોતે વેઠ ઉતારતા હોય તેવી રીતે મન વગર હીનાધિક કરે, અરધીપરધી કરે, ગુરુની આજ્ઞાને કારણે પરાણે કરે તે સાધુને “દેશ અવસન” કહેવામાં આવે છે. જે સાધુ ચોમાસા વિના પાટ-પાટલા વાપરે, સંથારાનું પડિલેહણ ન કરે, દિવસે વારંવાર પ્રમાદપૂર્વક શયન કરે, આખો દિવસ સંથારો પાથરેલો રાખે, “સ્થાપના ભોજી” હોય (આહાર રાખી મૂકીને પછીથી ખાય) તથા “પ્રાભૂતિકાભોજી” એટલે કે ગૃહસ્થ પાસેથી મનભાવતો આહાર વહોરી લાવીને તેનું ભોજન કરતા હોય તે “સર્વ અવસ—” Page #7 -------------------------------------------------------------------------- ________________ શીલવિઘાતક પરિબળો કહેવાય છે. ખરાબ આચરણવાળા સાધુને કુશીલ કહેવામાં આવે છે. જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ એવા એના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. જે કાલ, વિનય, બહુમાન વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે તથા ભણેલા જ્ઞાનનો આપમતે જાણીજોઈને અવળો અર્થ કરે તેને જ્ઞાનકુશીલ કહેવામાં આવે છે. જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા વગેરે કુવાસનાવાળા માણસો સાથે સોબત રાખે, કારણ વિના તેમની સાથે આલાપ-સંલાપ કરે અને એ રીતે આઠ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તેને દર્શનકુશીલ કહેવામાં આવે છે. જે મંત્રતંત્રના ચમત્કાર બતાવી ભક્તોને ભોળવે, લોભાવે, જ્યોતિષ કે સ્વપ્નનાં ફળ કહીને લલચાવે, કામણ-વશીકરણ કરે, જડીબુટ્ટી કરે, પુરુષનાં અંગલક્ષણો કહે, પોતાના શરીરને સ્નાનાદિથી વિભૂષિત રાખવાનો પ્રયત્ન કરે, પોતાનાં જાતિકુલ પ્રકાશિત કરે, ચારિત્રની અનેક પ્રકારે વિરાધના કરે તેને ચારિત્રકુશીલ કહેવામાં આવે છે. કેટલાક સાધુઓમાં કેટલાક સારા ગુણ હોય, પરંતુ તેની સાથે સાથે કેટલાક મોટા દોષો પણ હોય તેવા સાધુને ‘સંસક્ત’ કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે : ‘સંક્લિષ્ટ સંસક્ત’ અને ‘અસંક્લિષ્ટ સંસક્ત', જે સાધુઓ જીવહિસાદિ આશ્રવનાં દ્વાર સેવે, પારકાના ગુણ સહન ન કરી શકે, ૨સગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ એ ત્રણ ગા૨વનું સેવન કરે, સ્ત્રી, ઘર વગેરેને લગતા પોતાના દોષો ચલાવી લે કે તેનો બચાવ કરે તે સંક્લિષ્ટ સંસક્ત કહેવાય છે. જે સાધુ પ્રસંગાનુસાર બદલાયા કરે એટલે કે સંવિજ્ઞ સાધુઓ પાસે હોય ત્યારે સંવિજ્ઞ ગુણ-આચારવાળો થવા ઇચ્છે અને પાર્મસ્થાદિ સાથે હોય ત્યારે તેવા અનાચાર કરવા લાગે તે અસંક્લિષ્ટ સંસક્ત કહેવાય છે. ૨૮૭ — જે સાધુ ગુરુમહારાજની, ધર્માચાર્યોની અવહેલના કર્યા કરે, સાંસારિક કાર્યોમાં રસ લે, શાસ્ત્રગ્રંથોનો ઇરાદાપૂર્વક અનર્થ કરી પોતાની ઇચ્છાનુસાર વર્તન કરે, સ્વાર્થ સધાય તેવાં વચનો બોલે, ઉત્સૂત્ર (શાસ્ત્રવિરુદ્ધ) પ્રરૂપણા કરે, વારંવાર ક્રોધ-આક્રોશ કરે, ત્રણ ગારવયુક્ત એશઆરામનું જીવન વિતાવવામાં પ્રવૃત્ત રહે તેને યથાછંદ કહેવામાં આવે છે. આવા સાધુઓ અનેક પ્રકારના જોવા મળે છે. તેઓ પોતે સંસારમાં ડૂબે છે અને તેમનો આશ્રય લેનારને પણ ડુબાડે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ આપણા પૂર્વાચાર્યોએ પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીલ, સંસક્ત અને યથાછંદ સાધુને અવંદનીય કહ્યા છે. ‘આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે એમને વંદન કરવાથી કર્મનિર્જરા થતી નથી, પરંતુ કાયક્લેશ અને કર્મબંધ થાય છે. ૨૦૮ કોઈ સાધુ વંદનીય છે કે અવંદનીય એની પહેલેથી ખબર તો ન જ પડે. એટલે સાધુનો વેશ ધરાવનાર સર્વ વંદનને યોગ્ય જ છે એમ સમજી પ્રથમ તો વંદન કરવું જોઈએ; પરંતુ પરિચયે જો જણાય કે સાધુ પાસસ્થાદિ છે તો તેવા સાધુઓ વંદનને પાત્ર નથી, અવંદનીય છે એમ સમજવું જોઈએ. દુનિયાના બધા જ ધર્મોમાં શીલ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. સાધુરિત જીવ પતિત ન થાય તે માટે શાસ્ત્રકારોએ સાવધાનીની કેટલી બધી વાડ દર્શાવી છે ! જૈન ધર્મે તો શીલના અઢાર હજાર અંગો (૩ યોગ × ૩ કરણ × ૪ સંજ્ઞા × ૫ ઇન્દ્રિયો × ૧૦ પૃથ્વીકાયાદિ × ૧૦ યતિધર્મ = ૧૮૦૦૦) દર્શાવ્યા છે. ‘સકલતીર્થમાં કવિ કહે છે : અઢી દ્વીપમાં જે અણુગાર, અહાર સહસ્ર શીલાંગના ધાર; પંચ મહાવ્રત સમિતિ સાર; પાને પળાવે પંચાચાર; બાહ્ય અત્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણમણિમાલ.' વર્તમાન સમયમાં સુખસગવડ માટે નવી નવી વૈજ્ઞાનિક શોધો થતી જવાને કારણે શીલને વિઘાતક એવાં પરિબળો દુનિયાભરમાં વધવા લાગ્યાં છે. સુખશીલ થવાનાં ઉપકરણો વધતાં જાય છે. વિજ્ઞાન દ્વારા ભૌતિક સાધનોનો પ્રભાવ વધતો ચાલ્યો છે. ગૃહસ્થ જીવન અને સાધુ જીવન વચ્ચે સુખસગવડની દૃષ્ટિએ અંતર વધવા લાગ્યું છે. સાધુ જીવન માટે ભૌતિક પ્રલોભનો વધવા લાગ્યાં છે. યુરોપ, અમેરિકા હોય કે એશિયાના દેશો હોય, સાધુના (અને ગૃહસ્થના પણ) શીલને શિથિલ કરે એવું વાતાવરણ ચારે બાજુ ફેલાતું જાય છે. એટલે જ શીલસંપન્ન સાધુઓએ વધુ સજાગ રહેવું પડે એવી સ્થિતિ ખાસ કરીને મોટાં શહેરોની થતી જાય છે. સાચા સાધુઓને અચલ રહેવા માટે મોટા ઉદ્યમની અપેક્ષા વધતી જાય છે. જેઓ અપ્રમત્તભાવે જાગે છે એમને જગાડવાની જરૂર ન જ હોય ! તેઓ તો પરમ વંદનીય છે. જેઓ ઊંઘે છે તેમને જગાડી શકાય છે. પરંતુ જેઓ ઊંઘતા છતાં જાગવાનો કે જાગવા છતાં Page #9 -------------------------------------------------------------------------- ________________ શીલવિઘાતક પરિબળો 289 ઊંધવાનો ઢોંગ કરે છે તેને માટે શું કરી શકાય? બસ પ્રાર્થના જ કરવી રહી ! જૈન ધર્મમાં કેશલોચ, ગોચરી, પાદવિહાર, અપરિગ્રહ વગેરે ઘણાબધા કડક નિયમોને કારણે તથા ચુસ્ત લોકમતને કારણે પતન કે શિથિલાચારને પ્રમાણમાં અવકાશ ઓછો રહ્યો છે. પરંતુ જે ધર્મ કે સંપ્રદાયમાં સ્નાન અને ખાનપાનની છૂટછાટ છે, પાસે પૈસા રાખવાની છૂટ છે, વાહનનો ઉપયોગ કરી શકાય છે, ગૃહસ્થોને ઘરે દિવસે કે રાત્રે ગમે ત્યારે જઈ શકાય છે, પ્રવાસ વગેરેમાં સાધુવેશ છોડી ગૃહસ્થવેશ ધારણ કરી શકાય છે તેવા ધર્મો કે સંપ્રદાયોમાં અધ:પતન કે શિથિલાચારને ઘણો બધો અવકાશ રહે છે. બધી વાતો બહાર આવતી નથી, પરંતુ જેઓ અંદર પડેલા છે તેઓ જાણતા હોય છે કે ત્યાં કેટલી બધી મલિનતા કે અનાચાર વ્યાપેલાં હોય છે. ગૃહસ્થ અને પત્નીપુત્રાદિક તથા માલમિલકત ધરાવવાની છૂટ હોય છે એવા જે સંતો હોય છે તેમના અંગત જીવનમાં પણ કેટલો બધો કાદવકીચડ પાસે આવનારને દેખાય છે. માત્ર વેશધારી સાધુઓને જ નહિ, સાચા સાધુઓને માટે પણ શીલવિઘાતક પરિબળો કેટલાં બધાં વધતાં જાય છે. આમ છતાં સ્વેચ્છાએ ત્યાગ, વૈરાગ્ય, અકિંચનત્વ, સંયમ, સમતા અને સાધનાની ઊંચી કોટિએ પહોંચેલા મહાત્માઓ દરેક ધર્મમાં જોવા મળે છે. ભૌતિક સંપત્તિ વચ્ચે રહેતા હોવા છતાં અને ઇન્દ્રિયાર્થ પદાર્થો પાસે વિચરતા હોવા છતાં જનક વૈદેહીની જેમ અંતરથી અળગા રહેનારા, નિ:સ્પૃહ અને અનાસક્ત રહેનારા મહાત્માઓ પણ કેટલા બધા જોવા મળે છે ભારતીય સંસ્કૃતિએ સાધુતાનો આદર્શ ઘણો ઊંચો રાખ્યો છે. માટે જ અનેક ઝંઝાવાતો વરચે પણ ભારતીય સંસ્કૃતિ એની સાધુતા વડે હજારો વર્ષોથી ટકી શકી છે.