________________ શીલવિઘાતક પરિબળો 289 ઊંધવાનો ઢોંગ કરે છે તેને માટે શું કરી શકાય? બસ પ્રાર્થના જ કરવી રહી ! જૈન ધર્મમાં કેશલોચ, ગોચરી, પાદવિહાર, અપરિગ્રહ વગેરે ઘણાબધા કડક નિયમોને કારણે તથા ચુસ્ત લોકમતને કારણે પતન કે શિથિલાચારને પ્રમાણમાં અવકાશ ઓછો રહ્યો છે. પરંતુ જે ધર્મ કે સંપ્રદાયમાં સ્નાન અને ખાનપાનની છૂટછાટ છે, પાસે પૈસા રાખવાની છૂટ છે, વાહનનો ઉપયોગ કરી શકાય છે, ગૃહસ્થોને ઘરે દિવસે કે રાત્રે ગમે ત્યારે જઈ શકાય છે, પ્રવાસ વગેરેમાં સાધુવેશ છોડી ગૃહસ્થવેશ ધારણ કરી શકાય છે તેવા ધર્મો કે સંપ્રદાયોમાં અધ:પતન કે શિથિલાચારને ઘણો બધો અવકાશ રહે છે. બધી વાતો બહાર આવતી નથી, પરંતુ જેઓ અંદર પડેલા છે તેઓ જાણતા હોય છે કે ત્યાં કેટલી બધી મલિનતા કે અનાચાર વ્યાપેલાં હોય છે. ગૃહસ્થ અને પત્નીપુત્રાદિક તથા માલમિલકત ધરાવવાની છૂટ હોય છે એવા જે સંતો હોય છે તેમના અંગત જીવનમાં પણ કેટલો બધો કાદવકીચડ પાસે આવનારને દેખાય છે. માત્ર વેશધારી સાધુઓને જ નહિ, સાચા સાધુઓને માટે પણ શીલવિઘાતક પરિબળો કેટલાં બધાં વધતાં જાય છે. આમ છતાં સ્વેચ્છાએ ત્યાગ, વૈરાગ્ય, અકિંચનત્વ, સંયમ, સમતા અને સાધનાની ઊંચી કોટિએ પહોંચેલા મહાત્માઓ દરેક ધર્મમાં જોવા મળે છે. ભૌતિક સંપત્તિ વચ્ચે રહેતા હોવા છતાં અને ઇન્દ્રિયાર્થ પદાર્થો પાસે વિચરતા હોવા છતાં જનક વૈદેહીની જેમ અંતરથી અળગા રહેનારા, નિ:સ્પૃહ અને અનાસક્ત રહેનારા મહાત્માઓ પણ કેટલા બધા જોવા મળે છે ભારતીય સંસ્કૃતિએ સાધુતાનો આદર્શ ઘણો ઊંચો રાખ્યો છે. માટે જ અનેક ઝંઝાવાતો વરચે પણ ભારતીય સંસ્કૃતિ એની સાધુતા વડે હજારો વર્ષોથી ટકી શકી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org