Book Title: Shil Vighatak Paribalo
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શીલવિઘાતક પરિબળો ત્યાગ અને સંયમ સર્વત્ર પૂજ્ય, આદરણીય ગણાય છે. ભારતીય પરંપરામાં સાધુ-સંન્યાસી હોય એવા ગુરુનો મહિમા ઘણો મોટો મનાયો છે. આપણા ધાર્મિક સાહિત્યમાં અનેક કવિ-લેખકોએ પોતાના ગુરુનો મહિમા બહુ ભક્તિભાવથી ગાયો છે. ગર વિના જ્ઞાન નહિ' એ ઉક્તિ યથાર્થ જ છે. ભારતીય ગુરુ-શિષ્યપરંપરામાં જ્ઞાનની આરાધના માટે ગુરુના જ્ઞાન કરતાં પણ ગુરુના આશીર્વાદનુંગુરુકૃપાનું મહત્વ વિશેષ મનાયું છે. શિષ્યના પક્ષે સાચો વિનય ન હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય નહીં એવું અનુભવકથન છે. ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, સાક્ષાત્ પરબ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હોય એટલા બધા જ સાધુ-સંન્યાસીઓ પૂરી પાત્રતા વિના પોતાને પ્રગટ પરબ્રહ્મ માની લે તો ભારે અનર્થ થાય. સાધુ-સંન્યાસીનો વેશ અને ગુરુનું પદ એ બને જો પચાવી ન શકાયાં હોય અથવા અપાત્ર વ્યક્તિના હાથમાં આવ્યાં હોય તો તે પોતાને અને અનુયાયીઓને દુર્ગતિમાં ઘસડી જાય છે. - ત્યાગ અને સંયમનો માર્ગ ખાંડાની ધાર જેવો છે. દુનિયામાં જેટલા સાધુઓ, સંન્યાસીઓ, મહંતો, ભિખુઓ, ફકીરો, પાદરીઓ હોય છે તે દરેકે તીવ્ર વૈરાગ્ય અનુભવી, સ્વેચ્છાએ સમજણપૂર્વક સંયમનો માર્ગ સ્વીકાર્યો હોય છે તેવું હોતું નથી. એમાં કેટલાકે સંજોગોવશાત્ એ માર્ગ ગ્રહણ કરેલો હોય છે; કેટલાકે અજ્ઞાન કે લાચારીથી સંન્યસ્ત સ્વીકાર્યો હોય છે; કેટલાકને બાલ્યાવસ્થામાં કોઈ ભોળવીને ઉપાડીને લઈ જાય છે અને પછી એમને બાવો બનાવી દેવાયો હોય છે. કેટલાક અનાથ કે અનાશ્રિત હોવાના કારણે, કેટલાક આજીવિકા મેળવવાને અસમર્થ હોવાને લીધે, કેટલાક એમની પોતાની સ્વભાવગત વિચિત્રતા કે મંદબુદ્ધિને કારણે, કેટલાક શારીરિક ખોડખાંપણને કારણે આ માર્ગમાં આવી પડ્યા હોય છે. વેશથી તેઓ સાધુ હોય છે, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9