Book Title: Shil Vighatak Paribalo
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૨૮૬ नित જે સાધુ સમ્યમ્ દર્શન, સમ્યગું જ્ઞાન અને સમ્યગું ચારિત્રથી સર્વથા રહિત હોય અને માત્ર વેશધારી સાધુ હોય અને ગૃહસ્થની જેમ વર્તન-વ્યવહાર ર્યા કરે તે “સર્વ પાર્શ્વસ્થ”. જે સાધુઓ મોટા અધિકારીઓના કે શ્રીમંતોના ઘેરથી આહાર મેળવે અથવા મંગાવે અથવા પોતે અગાઉથી નક્કી કરેલાં ઘરોમાંથી નક્કી કરેલો આહાર મેળવે, અથવા ગૃહસ્થોના જમણવાર વગેરેમાંથી સ્વાદિષ્ટ આહાર મેળવવાની લાલસા રાખે, ગૃહસ્થોની વારંવાર ખુશામત કર્યા કરે, પોતાના સાધુપણાનો ગર્વ કે ઘમંડ કર્યા કરે. તે સાધુને દેશ પાર્શ્વસ્થ” કહેવામાં આવે છે, “દેશ પાર્શ્વસ્થ' સાધુઓ શય્યાતર પિંડ (જેના મકાનમાં વાસ કર્યો હોય તેનો આહાર), અભ્યાહૂત પિંડ (સામેથી લાવેલો આહાર), રાજપિંડ (રાજનો અથવા રાજાના અમુક અધિકારીઓના ઘરનો આહાર), નિત્યપિંડ (‘તમે રોજ જરૂર પધારજો” એવી ગૃહસ્થ પહેલેથી નિમંત્રણા કરી રાખેલા કોઈ એક જ ઘરેથી નિત્ય આહાર લેવો) અને અગ્રપિંડ (અગ્ર એટલે ઉપરનો. ગૃહસ્થ પોતાને માટે આહાર કાઢ્યા પહેલાં જો ગોચરી વહોરવી તે) વિના કારણ ભોગવતા હોય છે. વળી તેઓ કલનિશ્રાએ વિચરતા હોય છે, એટલે કે પોતાના મનગમતા કુટુંબોમાંથી જ આહાર લે છે અને વિહાર વગેરેમાં પણ તેમના તરફથી સહાય મેળવવાની વૃત્તિ ધરાવે છે તથા તેઓ સ્થાપનાકુલમાં પ્રવેશ કરે છે એટલે કે પોતાના ગુરુમહારાજની અને પોતાના સમુદાની સવિશેષ ભક્તિ કરનારાં કુટુંબોમાં જ ગોચરી તથા અન્ય પ્રયોજનો માટે વારંવાર જતા હોય છે. જે સાધુ પોતાની સાધુ તરીકેની સમાચારી પાળવામાં શિથિલ કે અનુત્સાહી હોય તેવા સાધુને “અવસર્ન' (ઓસનો) કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે : “દેશ અવસગ્ન” અને સર્વ અવસગ્ન'. પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય, ભિક્ષાચાર્ય, તપશ્ચર્યા, આગમન, નિર્ગમન, આસન, શયન વગેરેને લગતી દસ પ્રકારની સમાચાર જાણે પોતે વેઠ ઉતારતા હોય તેવી રીતે મન વગર હીનાધિક કરે, અરધીપરધી કરે, ગુરુની આજ્ઞાને કારણે પરાણે કરે તે સાધુને “દેશ અવસન” કહેવામાં આવે છે. જે સાધુ ચોમાસા વિના પાટ-પાટલા વાપરે, સંથારાનું પડિલેહણ ન કરે, દિવસે વારંવાર પ્રમાદપૂર્વક શયન કરે, આખો દિવસ સંથારો પાથરેલો રાખે, “સ્થાપના ભોજી” હોય (આહાર રાખી મૂકીને પછીથી ખાય) તથા “પ્રાભૂતિકાભોજી” એટલે કે ગૃહસ્થ પાસેથી મનભાવતો આહાર વહોરી લાવીને તેનું ભોજન કરતા હોય તે “સર્વ અવસ—” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9