Book Title: Shil Vighatak Paribalo
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 8
________________ જિનતત્ત્વ આપણા પૂર્વાચાર્યોએ પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીલ, સંસક્ત અને યથાછંદ સાધુને અવંદનીય કહ્યા છે. ‘આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે એમને વંદન કરવાથી કર્મનિર્જરા થતી નથી, પરંતુ કાયક્લેશ અને કર્મબંધ થાય છે. ૨૦૮ કોઈ સાધુ વંદનીય છે કે અવંદનીય એની પહેલેથી ખબર તો ન જ પડે. એટલે સાધુનો વેશ ધરાવનાર સર્વ વંદનને યોગ્ય જ છે એમ સમજી પ્રથમ તો વંદન કરવું જોઈએ; પરંતુ પરિચયે જો જણાય કે સાધુ પાસસ્થાદિ છે તો તેવા સાધુઓ વંદનને પાત્ર નથી, અવંદનીય છે એમ સમજવું જોઈએ. દુનિયાના બધા જ ધર્મોમાં શીલ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. સાધુરિત જીવ પતિત ન થાય તે માટે શાસ્ત્રકારોએ સાવધાનીની કેટલી બધી વાડ દર્શાવી છે ! જૈન ધર્મે તો શીલના અઢાર હજાર અંગો (૩ યોગ × ૩ કરણ × ૪ સંજ્ઞા × ૫ ઇન્દ્રિયો × ૧૦ પૃથ્વીકાયાદિ × ૧૦ યતિધર્મ = ૧૮૦૦૦) દર્શાવ્યા છે. ‘સકલતીર્થમાં કવિ કહે છે : અઢી દ્વીપમાં જે અણુગાર, અહાર સહસ્ર શીલાંગના ધાર; પંચ મહાવ્રત સમિતિ સાર; પાને પળાવે પંચાચાર; બાહ્ય અત્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણમણિમાલ.' વર્તમાન સમયમાં સુખસગવડ માટે નવી નવી વૈજ્ઞાનિક શોધો થતી જવાને કારણે શીલને વિઘાતક એવાં પરિબળો દુનિયાભરમાં વધવા લાગ્યાં છે. સુખશીલ થવાનાં ઉપકરણો વધતાં જાય છે. વિજ્ઞાન દ્વારા ભૌતિક સાધનોનો પ્રભાવ વધતો ચાલ્યો છે. ગૃહસ્થ જીવન અને સાધુ જીવન વચ્ચે સુખસગવડની દૃષ્ટિએ અંતર વધવા લાગ્યું છે. સાધુ જીવન માટે ભૌતિક પ્રલોભનો વધવા લાગ્યાં છે. યુરોપ, અમેરિકા હોય કે એશિયાના દેશો હોય, સાધુના (અને ગૃહસ્થના પણ) શીલને શિથિલ કરે એવું વાતાવરણ ચારે બાજુ ફેલાતું જાય છે. એટલે જ શીલસંપન્ન સાધુઓએ વધુ સજાગ રહેવું પડે એવી સ્થિતિ ખાસ કરીને મોટાં શહેરોની થતી જાય છે. સાચા સાધુઓને અચલ રહેવા માટે મોટા ઉદ્યમની અપેક્ષા વધતી જાય છે. જેઓ અપ્રમત્તભાવે જાગે છે એમને જગાડવાની જરૂર ન જ હોય ! તેઓ તો પરમ વંદનીય છે. જેઓ ઊંઘે છે તેમને જગાડી શકાય છે. પરંતુ જેઓ ઊંઘતા છતાં જાગવાનો કે જાગવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9