________________
શીલવિઘાતક પરિબળો
૨૮૫
બનવું જોઈએ.
કેટલીક વાર ગૃહસ્થ સ્ત્રી-પુરુષો ચોરી, ખૂન, વ્યભિચાર જેવી પોતાની અંગત ગંભીર ભૂલોનો સાધુમહાત્માઓ પાસે એકરાર (confession) કરી પ્રાયશ્ચિત્ત માગે છે, પણ પછી સાધુ-સંન્યાસીઓ, પાદરીઓ તેનો એટલે બધો ગેરલાભ ધમકીઓ આપીને ઉઠાવે છે કે એ ગૃહસ્થ સ્ત્રી-પુરુષો એમનાં ગુલામ જેવાં બની જાય છે. ક્યારેક પોતાના ખાનગી વ્યભિચારનો એકરાર કરનારી સ્ત્રીને એ સાધુના વ્યભિચારનો લાચારીથી ભોગ બનવું પડે છે.
ભારતીય સંસ્કૃતિ એના સાધુ-સંન્યાસીઓની ગૌરવભરી પ્રાચીન પરંપરાથી શોભે છે. આપણા દાર્શનિક પૂર્વાચાર્યોએ માવનમનનાં અતલ ઊંડાણોને માપીને, નબળાઈઓનો ગંભીર વિચાર કરીને એવી વિગતવાર સમાચારી દર્શાવી છે કે જેથી કોઈ સાધુને પતિત થવું હોય તો પણ ઠીક ઠીક વાર લાગે. આપણા પૂર્વસૂરિઓની સૂક્ષ્મ અવલોનશક્તિની, પૃથક્કરણશક્તિની, ક્રાંત દૃષ્ટિની એ પ્રતીતિ કરાવે છે. જૈન શાસ્ત્રગ્રંથોમાં પાંચ પ્રકારના સાધુઓને અવંદનીય ગણવામાં આવ્યા છે. દેવેન્દ્રસૂરિ કૃત “ગુરુવંદન ભાષ્યમાં કહ્યું છે :
पासत्थो ओसन्नो कुसील संसत्तओ जहाछंदो।
युग-युग-ति-दु-णेग-विहा अवंदणिज्जा जिणमयंमि।। આ પાંચ પ્રકાર તે (૧) પાર્શ્વસ્થ, (૨) અવસગ્ન, (૩) કુશીલ, (૪) સંસક્ત અને (૫) યથાછંદ, આ પાંચેના પેટાપ્રકાર અનુક્રમે બે, બે, ત્રણ, બે અને અનેક છે. આ પાંચને જૈનદર્શનમાં અવંદનીય કહ્યા છે.
પસિલ્વા અથવા ‘પાસસ્થા’ શબ્દ સંસ્કૃત “ ઘ' ઉપરથી આવ્યો છે. રથ એટલે રહેવું. વાર્થ એટલે બાજુ. જેઓ આત્મામાં નહિ પણ બહાર કે બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પરંતુ ધર્મની બહાર રહે છે, જેઓ જ્ઞાન, દર્શન ને ચારિત્રરૂપી રત્નત્રયીમાં નહિ પણ તેનાથી દૂર રહે છે તેને “પાર્થસ્થ' કહેવામાં આવે છે.
પારૂલ્યા' શબ્દ “પાશથ” ઉપરથી પણ વ્યુત્પન્ન કરવામાં આવે છે. “પાશ' એટલે ફાંસો અથવા જાળ. જેઓ કર્મબંધનના હેતુરૂપ મોહમાયાની કે મિથ્યાત્વની જાળમાં લપેટાઈ ગયા છે તેને પણ “પારૂલ્યા' કહેવામાં આવે છે.
પાર્થસ્થ બે પ્રકારના છે : (૧) સર્વ પાર્શ્વસ્થ અને (૨) દેશ પાર્થસ્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org