Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal Author(s): Ratilal D Desai Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 6
________________ આ મહાત્સવ એટલા વિશાળ, એટલેા શ્રાદ્ધા-ભકિતથી સભર અને એટલેા વૈવિઘ્યવાળા તથા હ્રદયસ્પર્શી હતો કે એનું સર્વાંગસંપૂર્ણ વર્ણન કુશળ કલમ અને નિષ્ણાત જબાનથી પણ ન થઇ શકે; તે મારા જેવા માતા સરસ્વતીના એક સામાન્ય ઉપાસક તે એને ન્યાય કેવી રીતે આપી શકે? છતાં એક ઉત્તમ કાર્ય કર્યાના લહાવા લેવાના લાભમાં, મારી મર્યાદાને ભૂલી જઈને, મેં આ અહેવાલ લખવાનો યથાશકય પ્રયાસ કર્યો છે; અને તે આ પુસ્તકરૂપે શ્રીસંઘ સમક્ષ રજૂ થાય છે. હું આ કામને કેટલા ન્યાય આપી શકયા છું, એના ફેસલા સુજ્ઞ અને સહૃદય વાચકો આપે એ જ ઉચિત છે. સમાવી લેવાના મે` દર્શન કરી શકે આ અહેવાલમાં આ મહાત્સવની જાણવા જેવી બાબતોને કર્યો છે, અને પુસ્તકના વાચકો મહાત્સવના ખાસ ખાસ પ્રસંગનાં સામગ્રી પણ સારા પ્રમાણમાં આપવામાં આવી છે. આમાં આપવામાં આવેલી માહિતી હકીકતદોષ રહેવા ન પામે, એ માટે મે' બનતી તકેદારી રાખી છે; છતાં એમાં કંઈ હોય તો એ માટે હું ક્ષમાયાચના કરું છું. આ પુસ્તક તૈયાર કરવામાં મને પંડિતવ શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી, શ્રીયુત મહેન્દ્રભાઇ પી. ફડિયા તથા શ્રીયુત રમણભાઇ મેાહનલાલ ગાંધી એ ત્રણે સલાહકારમિત્રા તરફથી હમેશાં જ માર્ગદર્શન, સહાય તથા સલાહસૂચના મળતાં રહ્યાં છે, અને તેઓએ આ કાર્ય સાથે જે આત્મીયપણૂ` તથા તાતપણૢ દાખવ્યું છે, તેનું મૂલ્ય થઈ શકે એમ નથી. હું આ કાર્યના આ ત્રણે સલાહકારમિત્રા પ્રત્યે ઊંડા આભારની લાગણી દર્શાવું છું, અને આ પુસ્તક આ રીતે તૈયાર થઈ શકયું છે, એમાં એમને ફાળા ઘણા મેાટો અને અગત્યનો છે, તે કહેતાં ખૂબ આનંદ અનુભવું છું. બહુ જ વિનમ્ર પ્રયત્ન એટલા માટે એમાં ચિત્રયથાર્થ હોય અને એમાં ક્ષતિ રહી જવા પામી પેઢીના અમદાવાદના મુખ્ય કાર્યાલયના તથા પાલીતાણા શાખાના કાર્યકરોએ મને જોઇતા સહકાર આપ્યો છે. મહાત્સવની તથા નૂતન જિનાલયની છબા મને શ્રી કલ્યાણભાઈ પી. ફડિયા, શ્રી રમણભાઇ ગાંધી, શ્રી મહેન્દ્રભાઈ ફડિયા, “જૈન” કાર્યાલય ભાવનગર, પેઢીની પાલીતાણા શાખા, પેઢીના મુખ્ય મિસ્રી શ્રી અમૃતલાલભાઇ ત્રિવેદી, પૂ. મુ. શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ તરફથી મળી છે. પુસ્તકનું-સુઘડ છાપકામ શ્રી પાર્શ્વ પ્રિન્ટરીએ અને છબીઓનું સુંદર મુદ્રણ દીપક પ્રિન્ટરીએ કરી આપ્યું છે. પુસ્તકના આવરણનું મને હર ચિત્ર શ્રી જયેન્દ્ર પંચોલીએ દોરી આપ્યું છે. અને પુસ્તકનું બાઇન્ડીંગ કુમાર બુક બાઈન્ડિંગ વર્કસ કરી આપ્યું છે. આ બધાનો હું આભાર માનું છું. એક અપૂર્વ અવસરનું આવું સંભારણું તૈયાર કરી આપવાની મને તક મળી, તેને હું મારુ માટું સદ્ભાગ્ય લેખું છું; અને એ માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ફરી આભાર માનું છું. ૬, અમૂલ સેાસાયટી, અમદાવાદ રતિલાલ દીપચંદ દેસાઈ કાર્તિકી પૂર્ણિમા વિ. સં ૨૦૩૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 232