Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal Author(s): Ratilal D Desai Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 5
________________ અપર્વ અવસરનું સંભારણું જૈન સંઘની સુવિખ્યાત પ્રતિનિધિ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઈતિહાસ લખી આપવાની જવાબદારી મેં, કેટલાંક વર્ષ પહેલાં, માથે લીધી હોવાને કારણે મારે પેઢીમાં જવાનું હોય છે, અને તેથી એની કેટલીક કાર્યવાહીની માહિતી પણ મને મળતી રહે છે. એ જ રીતે ગિરિરાજ શ્રી શત્રાંજય મહાતીર્થ ઉપર દાદાની મુખ્ય ટકમાંથી, પંદરેક વર્ષ પહેલાં ઉથાપન કરેક પાંચસેથી પણ વધુ જિનપ્રતિમાને બિરાજમાન કરવા માટે બાવન જિનાલયવાળે નૂતન જિનપ્રાસાદ બંધાઇ જતાં, એમાં આ જિનબિંબની પુન:પ્રતિષ્ઠા કરવા માટે ચાલતી તૈયારીઓની વાત પણ મારા જાણવામાં આવી હતી. જેમ જેમ આ વાત હું સાંભળતા ગયા, આ તૈયારીઓની જાણકારી મને મળતી ગઈ અને પ્રતિષ્ઠામહોત્સવને સમય નજીક આવતો ગયે, તેમ તેમ મારી એ ઝંખના વધુ ને વધુ ઉત્કટ બનતી ગઈ કે આ અપૂર્વ અવસરનું માત્ર વર્ણન સાંભળીને સંતોષ મેળવવાને બદલે, એનું સાક્ષાત દર્શન કરવાની અને એની અલ્પ-સ્વલ્પ કામગીરી બજાવવાની વિરલ તક મને મળે તો કેવું સારું! પણ આવી માગણી પેઢીના કાર્યકરો પાસે કેવી રીતે મૂકી શકાય? હું તે મૂંગે મુગે એ માટે પ્રાર્થના કરતો જ રહ્યો. અને, જાણે ભગવાનની મહેર મારા ઉપર વરસી હોય એમ, એક દિવસ મારી આ પ્રાર્થના સફળ થઈ, અને મહોત્સવની માહિતી અને પ્રચાર સમિતિમાં મને સ્થાન મળ્યું. મારું ચિત્ત આનંદ આનંદ અનુભવી રહ્યું. અને એક દિવસ અમે બધા, અમારી કામગીરી બજાવવા, પાલીતાણા પહોંચી ગયા. ' મને સોંપવામાં આવેલી કામગીરીને લીધે હું ભારતવર્ષના સમસ્ત શ્રીસંઘ તરફથી ઉજવાતા આ મહોત્સવના થોડાક જ કાર્યક્રમોમાં હાજર રહી શકયો હતો; છતાં આઠ દિવસના એ રોકાણ દરમ્યાન મેં શ્રીસંઘના રાયથી રંક સુધીના ગરીબ, મધ્યમ અને તવંગર વર્ગમાં, બાળકોમાં, યુવાનમાં, મોટી ઉંમરવાળાઓમાં, વૃદ્ધીમાં, સશકત તેમ જ અશકતમાં, બહેનમાં અને ભાઇઓમાં, અરે, માંદાઓ તથા અપંગમાં સુધ્ધાં અદ્દભુત શ્રદ્ધા-ભકિતનાં, આનંદ-ઉલ્લાસનાં અને પ્રભુપરાયણતા તથા ધર્મપરાયણતાનાં જે દર્શન કર્યા, કેટલાક કાર્યક્રમના પ્રત્યક્ષ દર્શન કરવાને જે લહાવો લીધે અને ભાવનાશીલતાની ભરતીથી ઊભરાતા માનવમહેરામણને નીરખવાની જે તક મળી એ મારા માટે જીવનને એક અપૂર્વ અને સદાસ્મરણીય લહાવો બની ગયો. આ ભવ્ય અને દિવ્ય પ્રતિષ્ઠા-મહોત્સવ પૂરો થયા પછી મને સતત એમ લાગ્યા જ કરતું હતું કે, પ્રતિષ્ઠા વખતે હાજર નહીં રહી શકનાર ચતુર્વિધ શ્રીસંઘને વિશાળ સમુદાય, આપણી ભાવી પેઢી તેમ જ આપણા દેશની ધર્માનુરાગી જનતા પણ આવા અપૂર્વ અવસરની શાનદાર ઉજવણીથી, ભલે થોડા-ઘણા પ્રમાણમાં પણ, માહિતગાર થઈ શકે અને એક ઉત્તમ પ્રસંગની મહત્ત્વની વિગત એક દસ્તાવેજરૂપે સચવાઈ રહે એટલા માટે મહોત્સવનો અહેવાલ પુસ્તકરૂપે પ્રગટ થાય તે કેવું સારું! સાથે સાથે, મને ઊડે ઊડે એમ પણ થતું હતું કે, આવું સુંદર કામ કરવાનું મને સોંપવામાં આવે તે કેવું સારું ! મને એ કહેતાં ખૂબ હર્ષ થાય છે કે, ભગવાનની મહેરથી, મારી આ બન્ને ઈચ્છા પૂરી થઈ : પેઢીએ આ પ્રતિષ્ઠાનો અહેવાલ લખાવીને પુસ્તકરૂપે પ્રગટ કરવાનું અને એ કામ મને સેંપવાનો નિર્ણય કર્યો. મારું ચિત્ત પ્રસન્ત પ્રસન્ન થઈ ગયું. આ માટે હું પેઢીના સંચાલકોને જેટલો આભાર માનું એટલો ઓછો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 232