Book Title: Shasana Samratna Tej Kirno Prasang Chitramala Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 2
________________ પ્રકાશન અવસરે બે શબ્દ... શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના અર્ધશતાબ્દી ઉજવણીના અવસરે તપોશ્રીના ગુણરાશિ અને ઉપકારશ્રેણિને સંભારી સંભારીને મનમાં એવું એવું થાય છે કે શું કરીએ અને શું ન કરીએ ! શ્રી કુમારપાળ દેસાઈએ એક વિચાર આપ્યો કે “આ અવસરે પૂજ્યશ્રીના સોળ જીવનપ્રસંગો અને સોળ ચિત્રોની એક સચિત્ર પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવે તો સામાન્ય વર્ગને પૂજ્યશ્રીના પ્રભાવક જીવનનો પરિચય મળે.” વિચાર ગમી ગયો. સોળ પ્રસંગો લખાયા. તેને અનુરૂપ ચિત્રો બનાવનાર શ્રી મયૂરભાઈ સોની પણ મળી આવ્યા. ચિત્રો તૈયાર થયાં અને તેને પ્રકાશિત કરવા માટે ઉલ્લાસથી લાભ લેનારા શ્રી રાજેન્દ્રભાઈ ભગુભાઈ તથા જસવંતલાલ બાબુલાલ તલકચંદ પરિવાર પણ મળ્યા. અને પરિણામે પુસ્તક તમારા હાથમાં મૂકી શક્યા. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની અર્ધશતાબ્દી ઉજવવાનો અવસર આવ્યો એટલે ઓપેરા સંઘના ભાઈઓ થનગનવા લાગ્યા. ગણિ શ્રી રાજહંસવિજયજીએ તો ધૂણી ધખાવી દીધી. દિવસરાત તેના કાર્યનો યજ્ઞ માંડ્યો અને તેના પરિણામ સ્વરૂપ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિજય હેમચન્દ્રસૂરિ મહારાજ તથા પૂજ્યપાદ આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ આદિની નિશ્રામાં ઉજવનાર ગુરુગુણસ્તુતિનો મહોત્સવ ઓપેરા શ્રી સંઘને માટે વર્ષો સુધી યાદગાર બની રહેશે તેમાં શંકા નથી. આ ઉજવણીનો હેતુ શ્રી સંઘને આવા પ્રભાવક પુરુષો પ્રાપ્ત થતા રહે તે છે અને તે પરમકૃપાળુ પરમગુરુની કૃપાથી સફળ થાઓ. –એ જ. પ્રકાશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36