Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 8
________________ નથી. જાણે કે માણસ ભીતરમાં ઓલવાતો જાય છે. આ પરિસ્થિતિમાંઆવાજ્ઞાનયોગીઓઆપણને અટકાવે છે. પ્રેમથી પાસે બેસાડીને ભ્રમોનું નિરસન કરે છે. એક કવિએ કહ્યું છે. મન ગાળીને સંતોને મળીએ ભાત ભાંગીને ભળીએ... જેમ પાણીમાં પાણી.. હવે થોડી મારા મનની વાત કહું. આ ગ્રંથપર લખવાનું પ્રયોજન, આપણા અંતરાત્માના પ્રદેશમાં ઊંચા અને નિગૂઢ રહેલાં તત્ત્વોની થોડી-ઘણી ય ઝાંખી કરાવવી! બીજો કોઈ ઉદેશ્ય નથી. બીજી વાત, આ ગ્રંથ માત્ર મુખપાઠ માટે નથી, આને તો ઘોળીને પી જવાનો છે. ઈકબાલ' કહે છે: ખુદા તુઝેકિસી તૂસે આશના કરદે - કિતેરે બહીિ મોજમેં ઈઝતરાજ નહીં તુઝેકિતાબ સે મુમકિન નહીં ફરાગ કિત. કિતાબખાં હૈ મગર સાહિબ-કિતાબ નહીં!' (ઈશ્વર તને કોઈ તોફાનનો ભેટો કરાવી દે, કારણ કે તારા દરિયાના મોજામાં ખળભળાટનથી. તનેકિતાબમાંથી છૂટકારો મળતોજનથી. કારણ કે તુંકિતાબને મોઢે રાખે છે, ઘોળીને પી જનારો મરમી નથી!) આ ગ્રંથમાં ઈન્દ્રિયાતીત અનુભૂતિઓ પામવાની વાત છે. પરંતુ જ્યાં ઈન્દ્રિયગમ્ય અનુભૂતિઓ પામવાનાં જ ફાંફાં હોય ત્યાં આ વાત કેવી રીતે બને? સંવેદનબધિરતા. આજના માણસનો મહારોગ છે. “શાન્તસુધારસ પામવા માટે, જેમપુષ્પની પાંખડીઓ ખૂલેઅનેખીલેતેમ આપણામનને ખુલ્લું મૂકી દેવાનું છે. સંવેદનજડતાઅને બુદ્ધિજડતાને દૂર કરવી પડશે. એમ કહું તો ચાલે કે સ્વાથ્યની પ્રતિકૂળતામાં જ સમગ્ર “શાન્ત સુધારસ’ ઉપર લખવાનું ચાલ્યું. જ્યારે સ્વાચ્ય થોડો પણ સહકાર નહોતું આપતું ત્યારે લખવાનું અધુરૂ રહી જશે..’ એમ લાગતું હતું અને મારા અન્તવાસી મુનિભદ્રબાહુને કહેતોપણ હતો. પરંતુ એ તો મને હમેશા કહેતો. લખવાનું પુરુ થશે જ. પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથની કૃપાથી પુરુંથશે..'અનેહું મારા એપ્યારા પ્રભુને પ્રાર્થના કરતો હે પ્રભો, જેપળમારા જીવનનું ઝરણું સુકાઈ જાય,તેપળેહે ભગવાન!તમેકણાનીધારાલઈને આવો!હજીવનનાથ, મારા હૃદયાકાશમાં આપ શાંત પગલાં પાડો.. મારા બધા રોગ, અપાય, ભય આપોઆપ દૂર થઈ જશે! રોગથી મારું અસ્વસ્થ હૃદય શાતા અનુભવશે

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 356