Book Title: Shant Sudharas Part 03 Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana View full book textPage 6
________________ પ્રકાશી કીથી છેલ્લા ૩૫ વરસથી અનવરત ગુજરાતી-હિન્દી-અંગ્રેજી સાહિત્ય પ્રકાશન કરતી સંસ્થા શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું નામ, આચાર્યદિવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ સાહેબના સાહિત્ય સર્જનની સાથે સાથે વધુ ને વધુ લોકપ્રિય બનતું ચાલ્યું છે. દીર્ઘકથાઓ, કથાઓ, પ્રવચનો, પત્રસાહિત્ય, તત્ત્વજ્ઞાન વિવેચના અને બાળકો માટે વિવિધ સાહિત્યના સમૃદ્ધ પ્રકાશનો એક પછી એક લોકો સુધી પહોંચતા રહ્યા છે અને સમાદર પામ્યા છે. અમારી સહયોગી સંસ્થા અરિહંત પ્રકાશનના માધ્યમથી દર મહિને અરિહંત હિન્દી માસિકપત્ર દ્વારા પૂજ્ય આચાર્યદિવનું નિત્યનૂતન સાહિત્ય બહોળા વાચકવર્ગ સુધી પહોંચે છે. મોટા ભાગનું એ હિન્દી સાહિત્ય ગુજરાતીમાં રૂપાંતરિત થઈને પુસ્તકોના રૂપમાં પ્રગટ થાય છે અને ટ્રસ્ટના આજીવન સદસ્યોને તથા અન્ય વાચકોને નિયમિત ઉપલબ્ધ થાય છે. પૂજ્ય ગુરુદેવના અન્ય સાહિત્યની જેમ પ્રવચનોનું સાહિત્ય, ખાસ કરીને સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોમાં અત્યંત લોકપ્રિય બન્યું છે. શાંતસુધારસ' ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચનો કર્યા - લખ્યા...એ આજે શબ્દસ્થ થઈને પુસ્તકરૂપે તમારા હાથમાં પહોંચે છે. મૂળભૂતરૂપે આ પ્રવચનો હિન્દીમાં લખાયા છે. ગુજરાતીમાં રૂપાંતરણ કર્યું છે, વડનગરના વિદ્વાન પ્રોફેસર પ્રહલાદભાઈ પટેલે ! આ પહેલા શાંતસુધારસ ભા. ૧ તથા ૨ પ્રગટ થઈ ચૂકયા છે જેમાં ૧થી ૨૪તથા ૨૫ થી ૪૮ પ્રવચનો સમાવિષ્ટ છે. પ્રસ્તુત પુસ્તકમાં પ્રવચન નં. ૪૯ થી ૭૪નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવચનોનો સ્વાધ્યાય અવશ્યમેવ તમારા આત્માને-મનને પ્રસન્નતા આપશે. આધિ- વ્યાધિ અને ઉપાધિના જંગલ જેવા સંસારમાં રહીને પણ સમત્વની સાધના કરનારા યોગી બનવાના મંગલ પ્રયત્નોમાં ઉપયોગી બનશે. ટ્રસ્ટીગણ શ્રી વિ. ક. પ્ર. ટ્રસ્ટPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 356