Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 7
________________ વેદના/સંવેદના "શાન્તસધારસ' એક એવો ગ્રંથ છે, જે ફરી ફરી વાંચવા-ગાવો ગમે. કારણ કે એ તરસ એક વખત પાણી પી લેવાથી છીપતી નથી. આ તરસ છે જાતને જાણવાની અને આત્માનુભૂતિને માણવાની. કેટલાક ઋષિ-મુનિઓ અને તત્ત્વજ્ઞાનીઓના એવા પ્રેરણાદાયી શબ્દો હોય છે કે જેમ વાંચતા જઈએ તેમ આપણા મનમાં સ્પંદનોની ભરતી આવે છે. પ્રેરણાના તરંગો એકધારા વહેતા રહે છે. સો ટચના શબ્દો વાંચીને એને રસાયણ બનાવવાનું હોય છે! " શાંતસુધારનું વર્ષોથી અમૃતપાન કર્યું છે. કરાવ્યું છે. વ્યક્તિગત રીતે એને પેટ ભરીને ગાયું છે, માણ્યું છે. આ સંસ્કૃત રસમય કાવ્ય ઉપર ચાર-ચાર મહિના લગાતાર પ્રવચનો આપેલાં છે. પછી વિચાર આવ્યો કે આ ગ્રંથ ઉપર લખવું, માત્ર અનુવાદ જ નહીં ગ્રંથકારશ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે આ ગ્રંથમાં જે ગહન-ગંભીર વાતો કહી છે એનો મર્મ ઉઘડે, એવી રીતે મારી ભાષામાં લખવું. બિડાયેલી પુષ્પપાંખડીઓને ઉઘાડવા જેવી આ વાત છે. ક્યાંક દ્રષ્ટાંતો, કથાઓ, ગુજરાતી (પ્રાચીન) કાવ્યો.. અને મારા પરિશીલન કરેલા ગ્રંથોમાંથી પ્રસ્તુતમાં ઉપયુક્ત શાસ્ત્ર-પાઠોનો સહારો લઈને રંગ,રૂપ,રસ અનેમહેકનો માહોલ રચવાનો પ્રયત્ન કર્યો છે. ફૂલ ઉપરજેટલી આસાનીથી પતંગિયાં બેસે એટલી આસાનીથી ઉદાહરણો આવે...ને બંધબેસતાં હોય તો જ રાખવાં, આવો મારો અભિગમ રહેલો છે. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીના વૈયક્તિક જીવનની વિગતવાર માહિતિ મારી પાસે નથી, પરંતુ એમના આંતરિક વૈભવથી હું અજાણ નથી. મેં જ્યારે જ્યારે એમને વાંચ્યા છે. ત્યારે મને એક પ્રકારનું ભાન થયા કરે છે કે એમણે જિનાગમોને આત્મસાતુ કર્યા હશે. માણ્યા હશે. ઉપાધ્યાયજી મહારાજ ખરેખર આષાઢી મોરનો કેકારવ છે! તેઓ આત્મીયતાથી પોતાના મહામૂલા અનુભવજ્ઞાનનાં પાનાં ખોલે છે. એમની પાસે ખૂટે નહીં એવો જ્ઞાનનો ખજાનો હશે! આ “શાન્તસુધારાના લખાણનાં મૂળિયાં સ્વબોધમાં છે અને એનો વ્યાપ સર્વબોધ સુધીનો છે. તેઓએ આ ગ્રંથમાં પોતાને ઉદ્દેશીને વિનય!વિભાવય... આદિ, ઉપદેશની વાતો કરી છે. જો કે આજે ચારેબાજુ વ્યાપકરૂપે હુંપદથી ફાટફાટ થતી મોટાભાગની નિરર્થક પ્રવૃત્તિઓ, સત્તાની લાલસા, પ્રસિદ્ધિનો મોહ અને સામાજિક સ્વીકૃતિની ભૂખની ભૂતાવળો છે. વળી આપણા બરડ, બટકણા, અને લટકતી સલામ જેવા સંબંધો. ઉપરછલ્લી ઝાકઝમાળ, અંદરનો વલોપાત, અતૃપ્તિ અને અધીરાઈના છાયાપડછાયાઓનું એક જંગલી ટોળું.બધા જ રઘવાયા થઈને દોડી રહ્યા છે. પલાંઠી વાળીને, શ્વાસ હેઠો મૂકીને, હાશકારો અનુભવીને સ્વસ્થ ચિત્તે બેસવાની કોઈને ફુરસદ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 356