________________
અને હું જિનવચનોની અનુપ્રેક્ષા કરી શકીશ.' જાણે કે મારી પ્રાર્થના ફળી! ત્યાં ડિલન થોમસનું એક ગીત વાંચ્યું
Do not go gentle in to that Dark night Rage, Rage against
the dying of the Light, ઝુકીશ ના કાળી-ઘેરી રાત સામે
ઉઠાવ શર ઉજાસના અસ્ત સામે." અને મન દ્રઢ બન્યું. બે બે ત્રણ ત્રણ કલાક રોજ લખાવા માંડ્યું. અનુકૂળતાઓ સહજતાથી મળવા માંડી અને ‘શાન્ત સુધારસ’ઉપરલખવાનું કાર્ય સંપૂર્ણ થયું મનેતો પારાવાર સંતોષ થયો. જેને જેને મેં કહ્યું, તેમને પણ ખૂબ આનંદ થયો.
પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથાયની અસીમ કૃપા, શાસન અધિષ્ઠાયક શ્રી માણિભદ્રજી યક્ષરાજાનો દિવ્ય અનુગ્રહ, શાસનમાતા ભગવતી પદ્માવતી દેવીના દિવ્ય આશીર્વાદ તથા શ્રી મૃતદેવી સરસ્વતીનું અપાર્થિવ સાંનિધ્ય મારા ક્ષણેક્ષણના અનુભવજ્ઞાન માટે સંજીવની રૂપ છે.
જેમના વરદહસ્તે મને દીક્ષા-શિક્ષા મળી - શાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કરવાનું સૌભાગ્ય સાંપડયું. મારા સંયમ, જીવન અને વ્યકિતત્વના ઘડતરમાં જેમની કૃપાકરુણા છવાયેલી છે એવા પરમ ઉપકારી વાત્સલ્યમૂર્તિ સ્વ. પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદવિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાનીતથા પૂજયપાદવર્ધમાનતપોનિધિ સ્વ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પાસેથી મળેલા જ્ઞાનનો જ આ અજવાસ છે.
શાંતસુધારસ'ગ્રંથના આ ત્રીજા ભાગનું આલેખન-સર્જન સાવજઅશક્ય લાગતું હતું. શારીરિક અસ્વસ્થતાના ભાર નીચે સર્જનાત્મક સંવેદનાઓ દબાતી જતી હતી. એવે વખતે ખૂબજ ભકિતભાવસભર હૈયે મારી સેવાસુશ્રુષા અને વૈયાવચ્ચ કરનાર મારા શિષ્ય મુનિશ્રી પદ્યરત્નવિજયજીને આ પ્રસંગે કેમ ભૂલી શકાય?
દૂર હોય કે નજદીક હોય. મારા સ્વાથ્ય અંગે સતત સજાગ રહેનાર પંન્યાસ ઈન્દ્રજિતવિજયજીને પણ કેમ ભૂલું?
અમારાશવ્યાતર (અમને રહેવાની જગ્યા ઉપરાંત તમામ સુવિધાઓ પૂરી પાડનાર) અશોકભાઈ કાપડિયા એમના ધર્મપત્ની શ્રીમતિ દેવીબેન અને એમના દીકરાઓ સૌરિન, મેહુલ...પુત્રવધુઓ સૌ. રોમા, સૌ. નીલમ....તથા નાનકડા પૌત્રો આદિત