Book Title: Shabda Ane Shrut
Author(s): Pravin Darji, Balwant Jani
Publisher: Vidyavikas Trust

View full book text
Previous | Next

Page 5
________________ પોતાનાં સ્મરણો આલેખવા ઉત્સુક હતા, પરંતુ એમાંથી માત્ર કુટુંબના મુખ્ય મોવડી શ્રી જશવંતભાઈ વી. દેસાઈનો લેખ અહીં મૂક્યો છે. આમાં ક્યાંક જરૂર લાગી ત્યાં લેખકની ટૂંકી પરિચયનોંધ પણ મૂકી છે. આ ગ્રંથનું સંપાદનકાર્ય ગુજરાતી નિબંધ અને વિવેચનસાહિત્યમાં બહુમૂલ્ય પ્રદાન કરનાર અને શિક્ષણવિદ ડૉ. પ્રવીણ દરજી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તથા લબ્ધપ્રતિષ્ઠ વિવેચક-સંશોધક ડૉ. બળવંત જાની જેવા વિદ્વાનોએ કર્યું, તે અમારા માટે અત્યંત આનંદની વાત છે. અમે તેમના અત્યંત આભારી છીએ. વળી ડૉ. ધીરુભાઈ ઠાકર, ડૉ. ભોળાભાઈ પટેલ અને પ્રા. પ્રિયકાન્ત પરીખનાં મહત્ત્વનાં સૂચનોને કારણે અમારું કામ ઘણું આસાન બની ગયું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર ગુજરાતની આ વિરલ પ્રતિભાની આમાંથી થોડીક ઝાંખી મળી રહેશે તો આ ગ્રંથનું પ્રયોજન સિદ્ધ થયેલું ગણાશે. ૨ ઑક્ટોબર, ૨૦૦૪ પ્રિ. આર. એલ. સંઘવી મુકુંદ શાહ મહેન્દ્ર શાહ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 586