Book Title: Shabda Ane Shrut
Author(s): Pravin Darji, Balwant Jani
Publisher: Vidyavikas Trust

View full book text
Previous | Next

Page 4
________________ પ્રારંવ ‘શબ્દ અને શ્રુત એ ગ્રંથના પ્રકાશન સમયે અમે અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ ગ્રંથનું નિમિત્ત તો ડૉ. કુમારપાળ દેસાઈને અર્પણ થયેલો પદ્મશ્રીનો ખિતાબ છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના હસ્તે એમને આ ખિતાબ અર્પણ કરવામાં આવ્યો. આ પછી અનેક સંસ્થાઓએ એમનું અભિવાદન કર્યું અને શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ, ધર્મદર્શન અને માનવકલ્યાણના ક્ષેત્રની એમની અનેકવિધ પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી. આશ્ચર્ય એ વાતનું હતું કે રમતગમતની દુનિયાના લોકોને એમની ધર્મદર્શનની પ્રવૃત્તિનો કશો ખ્યાલ ન હતો. એમના પત્રકારત્વના પાસાને જાણનાર એમના શિક્ષણક્ષેત્રના પ્રદાનથી અનભિજ્ઞ હતા. એમના સાહિત્યને જાણનારાઓ એમણે વિદેશમાં કરેલી પ્રવૃત્તિથી સાવ અજાણ હતા. આથી આવી મેઘધનુષી પ્રતિભાના જુદા જુદા રંગોનો ખ્યાલ આવે તે આશયથી અમે એ ક્ષેત્રના કેટલાક અગ્રણીઓને લેખો લખવાનું નિમંત્રણ આપ્યું. એમને વિશે દેશ અને વિદેશથી પુષ્કળ લેખો આવ્યા. એન્ટવર્પ, કેનિયા, સિંગાપોર, મલેશિયા અને હોંગકોંગના એમના ચાહક-વર્તુળ સુધી અમે પહોંચી ન શક્યા તે સ્વીકારવું રહ્યું. એમાં પણ એમના વિદ્યાર્થી સમૂહના લેખોનો સમાવેશ કરીએ તો એક બીજો ગ્રંથ થાય, આથી બે કે ત્રણ વિદ્યાર્થીઓના જ લેખોને અહીં સ્થાન આપ્યું છે. એ વિશે અલવિયા’ સામયિકના સંપાદક અને ડૉ. કુમારપાળ દેસાઈના વિદ્યાર્થી શ્રી માસુંગ ચૌધરી એક જુદો જ ગ્રંથ પ્રગટ કરવાના છે. એમનાં અનેક કુટુંબીજનો પણ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 586