Book Title: Sant Ganeshprasadji Varni Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 5
________________ સંતશ્રી ગણેશપ્રસાદજી વણી આ વિદ્યાલય જૈન સમાજનું સવોપરી વિદ્યાલય મનાય છે, જેમાંથી સ્વ. પં. બંસીધરજી, સ્વ. પં. દેવકીનંદજી, સ્વ. પં. માણિકરાંદજી, આદિ મહાનુભાવ વિદ્વાનો નિર્માણ થયા છે. થોડા સમય પછી પં. મદનમોહન માલવિયાજીના પ્રશંસનીય પ્રયત્નોથી વારાણસીમાં હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ. તેના અભ્યાસક્રમોમાં અનેક પ્રદર્શનોના ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો. પં. અમ્બાદાસ શાસ્ત્રી તથા ગણેશપ્રસાદજીના પ્રયત્નોથી આ વિશ્વવિદ્યાલયમાં જૈનદર્શનનો પાઠ્યક્રમ પણ સામેલ કરવામાં આવ્યો અને તે અનુસાર પરીક્ષાની વ્યવસ્થા પણ થઈ, જે એક મોટી સિદ્ધિ ગણાય. સતર્ક સુધારગિણી પાઠશાળાની સ્થાપના : શ્રી ગણેશપ્રસાદજીના પ્રયત્નોથી વિ. સં. ૧૯૬૮ની અક્ષયતૃતીયાના દિવસે સાગરમાં ઉપર્યુક્ત પાઠશાળાની સ્થાપના થઈ, જે આજે ગણેશ દિગમ્બર જૈન સંસ્કૃત વિદ્યાલયના નામથી પ્રખ્યાત છે. ગણેશપ્રસાદજીના પ્રયત્નથી આ પાઠશાળાનો વિકાસ થયો અને હજારો ગરીબ વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો. ગણેશપ્રસાદજી તથા ધર્મમાતા ચિરજાબાઈ સ્થાયીપણે ત્યાં રહેવા લાગ્યાં. સંયમમાર્ગના પંથે: સાગરમાં ગણેશપ્રસાદજી પંડિતજીના નામથી સુવિખ્યાત થઈ ચૂક્યા હતા. કુંડલપુરમાં બાબા ગોકુલદાસજી (પંડિત જગનમોહનલાલજીના પિતાશ્રી) પાસે બ્રહ્મચર્ય પ્રતિમા અંગીકાર કરી. ત્યારબાદ તેઓ વણજીના નામથી પ્રસિદ્ધિ પામ્યા. તે વખતે તેમણે પહેરવેશમાં માત્ર એક ધોની અને દુપટ્ટો જ રાખ્યાં હતાં. રૂઢિનિવારણ અને શિક્ષાપચાર : વણજીના સમયમાં બુદ્દેલખંડમાં અનેક રૂઢિઓનો પ્રચાર હતો. નાની નાની બાબતોમાં લોકોનો જાતિવિચ્છેદ કરવામાં આવતો. આ પ્રક્રિયાથી ગરીબ પ્રજા ઘણી હેરાન થતી હતી. વાણીજી અને તેમના સહયોગીઓએ ગામેગામ પરિભ્રમણ કરીને અનેક કુરૂઢિઓનું નિવારણ કરાવ્યું અને ત્રસ્ત ગરીબ જનતાનો ઉદ્ધાર કર્યો. નૈનાગિરી, સોનાગિરી, પપૌરાજી, અહારજી આદિ સ્થાનો પર શિક્ષાસંસ્થાઓ ખોલાવી જેથી એ પ્રાંતમાં શિક્ષણનો ખૂબ સારો પ્રચાર થઈ શકે. શ્રી વર્ણાજીના પુણ્યપ્રતાપે આજે બુદ્દેલખંડ વિદ્વાનોનો ગઢ મનાય છે. તેમણે સ્થાપેલી શિક્ષણસંસ્થાઓ આજે પણ ઉત્તમ વિદ્વાનો તૈયાર કરી રહી છે. ગુરુભકિત તથા વિશુદ્ધ પ્રેમ: વણજીની ગુરુભક્તિ ઉત્તમ હતી. અંબાદાસ શાસ્ત્રી પાસે જ્યારે તેમણે અષ્ટસહસ્ત્રીનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે તેમણે ભક્તિથી ગદ્ગદિત થઈ હીરાની એક વીંટી તેમને ભેટ આપી હતી. કેવળ અંબાદાસજી જ નહિ જે જે વિદ્રાનો પાસે તેમણે અધ્યયન કર્યું હતું તે બધાં પ્રત્યે તેમને અપાર ભક્તિભાવ અને આદરમાન હતાં. જે વિદ્વાનો વર્ણીજીના શિષ્ય કે પ્રશિષ્ય થતા હતા. તેમના પ્રત્યે પણ વણજી યથોચિત સન્માનનો ભાવ રાખતા હતા. દરેક વિદ્વાનનો યથાયોગ્ય આદરસક્સર થાય તેની તેઓ ખાસ કાળજી રાખતા હતા. ઉદારતાના અવતાર : વણજીની ઉદારતા અદ્ભુત હતી. પોતાના માટે આવેલી વસ્તુનો પણ ત્યાગ કરતાં તેઓ જરાય અચકાતા નહોતા. એક વાર વર્ગીજી લંગડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9