Book Title: Sant Ganeshprasadji Varni
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 1
________________ | { . . ૧૩. સંતશ્રી ગણેશપ્રસાદજી વર્ણ ભૂમિકા : વિશ્વની વિરલ વ્યક્તિઓ જ પોતાના સદાચરણ દ્વારા સાધારણ માનવમાંથી મહામાનવ બની શકે છે. આવી રીતે જ સાધારણ માનવમાંથી આધુનિક યુગના એક ઉચ્ચ કોટિના આધ્યાત્મિક સંત બનનાર શ્રી ગણેશપ્રસાદજી વર્ણીએ પો નાના ઉન્નત જીવન અને ઉપદેશ દ્વારા જૈન સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર અને વિકાસમાં અનન્ય યોગદાન આપ્યું છે. એક જૈનેતર કુળમાં જન્મ પામ્યા છતાં જૈન સંસ્કૃતિના મૌલિક સિદ્ધાંતોથી આકર્ષાઈ જેમણે પોતાનું સમસ્ત જીવન જૈનધર્મનાં સંવર્ધન અને સંરક્ષણમાં સમર્પિત કર્યું એવા શ્રી વણજી પોતાના દિવ્ય વચનામૃતો દ્વારા અને અનેક ધાર્મિક શિક્ષણ સંસ્થાઓની સ્થાપના દ્વારા વર્તમાન યુગના જીવો માટે સ્વ-પર કલ્યાણનો માર્ગ પ્રશસત કરતા ગયા છે. તેમનામાં વિદ્વત્તા પણ હતી અને સરળતા પણ હતી. જીવમાત્ર પર કરુણા પણ હતી અને ઉદારતા પણ હતી. અનેક ગુણોના આવાસ સમું તેમનું જીવનચરિત્ર સાચે જ આપણા સૌને માટે અત્યન્ત પ્રેરણાપ્રદ છે! જન્મ તથા બાળપણ : “સો દંડી એક બુંદેલખંડી” આ લોકોતિ બુંદેલખંડના નિવાસીઓની શૌર્યકથા અને ધર્મપરાયણતાનું સૂચન કરે છે. ક્ષત્રિય શિરોમણિ મહારાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9