Page #1
--------------------------------------------------------------------------
________________
|
{
.
.
૧૩. સંતશ્રી ગણેશપ્રસાદજી વર્ણ
ભૂમિકા : વિશ્વની વિરલ વ્યક્તિઓ જ પોતાના સદાચરણ દ્વારા સાધારણ માનવમાંથી મહામાનવ બની શકે છે. આવી રીતે જ સાધારણ માનવમાંથી આધુનિક યુગના એક ઉચ્ચ કોટિના આધ્યાત્મિક સંત બનનાર શ્રી ગણેશપ્રસાદજી વર્ણીએ પો નાના ઉન્નત જીવન અને ઉપદેશ દ્વારા જૈન સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર અને વિકાસમાં અનન્ય યોગદાન આપ્યું છે. એક જૈનેતર કુળમાં જન્મ પામ્યા છતાં જૈન સંસ્કૃતિના મૌલિક સિદ્ધાંતોથી આકર્ષાઈ જેમણે પોતાનું સમસ્ત જીવન જૈનધર્મનાં સંવર્ધન અને સંરક્ષણમાં સમર્પિત કર્યું એવા શ્રી વણજી પોતાના દિવ્ય વચનામૃતો દ્વારા અને અનેક ધાર્મિક શિક્ષણ સંસ્થાઓની સ્થાપના દ્વારા વર્તમાન યુગના જીવો માટે સ્વ-પર કલ્યાણનો માર્ગ પ્રશસત કરતા ગયા છે. તેમનામાં વિદ્વત્તા પણ હતી અને સરળતા પણ હતી. જીવમાત્ર પર કરુણા પણ હતી અને ઉદારતા પણ હતી. અનેક ગુણોના આવાસ સમું તેમનું જીવનચરિત્ર સાચે જ આપણા સૌને માટે અત્યન્ત પ્રેરણાપ્રદ છે!
જન્મ તથા બાળપણ : “સો દંડી એક બુંદેલખંડી” આ લોકોતિ બુંદેલખંડના નિવાસીઓની શૌર્યકથા અને ધર્મપરાયણતાનું સૂચન કરે છે. ક્ષત્રિય શિરોમણિ મહારાજા
Page #2
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધશે
છત્રસાલની શૌર્ય કથાઓ તથા દ્રોણગિરિ, નૈનાગિરિ, સોનાગિરિ, અહારજી, પપૌરાજી જેવી પ્રસિદ્ધ તીર્થભૂમિઓથી સુશોભિત બુંદેલખંડની પવિત્ર ધરામાં શ્રી વર્ણજીનો જન્મ થયો હતો. વિ. સં. ૧૯૩૧ ના અષાઢ વદ ૪ ના રોજ સવારે શ્રી હીરાલાલની ધર્મપત્ની ઉજિયારીબહેનની કૂખે હંસરા ગામ(જિ. લલિતપુર)માં શ્રી ગણેશપ્રસાદજીનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રી હીરાલાલ cણવ ધર્માવલમ્બી અસાટી વૈશ્ય જાતિના મધ્યમ સ્થિતિના સંતોષી વ્યક્તિ હતા. વૈષ્ણવ ધર્માવલમ્બી હોવા છતાં જૈન ધર્મના નવકાર મંત્ર પર તેમને ખૂબ જ શ્રદ્ધા હતી અને બાળક ગણેશને પણ તેનું સ્મરણ કરવાની તેઓ વારંવાર પ્રેરણા આપતા. ઘરની આર્થિક સ્થિતિ સુધરે એટલા માટે અને હંસરામાં શિક્ષણનું કોઈ સાધન ન હોવાથી ગણેશના શિક્ષણાર્થે હીરાલાલ છ વર્ષના બાળકને લઈને જન-ધન-સમ્પન્ન મારા ગામમાં આવીને રહેવા લાગ્યા. અહીંની નિશાળમાં ગણેશપ્રસાદને સાત વર્ષની ઉમરે પ્રવેશ મડયો અને ચૌદ વર્ષની ઉંમર સુધીમાં નેમાગે મિડલસ્કૂલ પાસ કરી દીધી. ગામમાં ૧૧ શિખરબંદા જિનમંદિરો અને એક વષ્ણવ મંદિર હતું. પોતાના ઘરની સામે જ જિનમંદિર હોવાથી ગણેશપ્રસાદ દરરોજ કુતૂહલવશ ત્યાં જતા અને મંદિરમાં થતી ભક્તિ-પૂજાને ખૂબ શાંતિ ભાવથી નિરખતા તેમજ ત્યાં થતાં પ્રવચનોને રૂચિપૂર્વક સાંભળતા. તેમની આ પ્રવૃત્તિથી બાળપણમાં જ જાણે પૂર્વભવના સંસ્કારનું અનુસંધાન થતું હોય તેમ જૈનધર્મના સંસ્કાર તેમના લોહીમાં ઊતરવા લાગ્યા અને કુળ-પરંપરાની ખોટી રુઢિઓમાન્યતાઓ તેમને નીરસ-નિરર્થક ભાસવા માંડી. બાળકમાં ધીરે ધીરે રાત્રિભોજનનો યાગ, અણગળ પાણીનો ત્યાગ વગેરે જૈનકુળના સામાન્ય સંસ્કારો સહજપણે વણાઈ જવા લાગ્યા. જૈન ધર્મનાં વચનો તેમને વધારે તર્કપૂર્ણ અને કલ્યાણકારી લાગવા માંડ્યાં. આમ, તેમના ભાવિ ભવ્ય જીવનનાં બીજ નાનપણથી જ રોપાવા લાગ્યાં હતાં.
- મડાવરામાં મીડલ સ્કૂલ સુધી જ અભ્યાસ હોવાથી, ૧૪ વર્ષની ઉંમરે ગણેશપ્રસાદનું ભણતર પૂરું થઈ ગયું. ૪ વર્ષ ખેલ-કૂદમાં પસાર થયાં અને ૧૮ વર્ષની ઉંમરે તેમનો વિવાહ થઈ ગયો. સ્વર્ગવાસ પૂર્વે પિતાએ ગણેશપ્રસાદને નીચે મુજબ ઉપદેશ આપ્યો :
બેટા, સંસારમાં કોઈ કોઈનું નથી, આ વિચાર દઢ રાખજે. મારી બીજી એક વાત હૃદયમાં ઉતારી લેજે કે હંમેશાં નમોકારમંત્રનું સ્મરણ રાખવું. આનાથી અનેક આપત્તિઓમાંથી બચી શકાશે. જે ધર્મમાં આ મંત્ર છે તે ધર્મનો મહિમા અવર્ણનીય છે અને તારે જો કલ્યાણ કરવું હોય તો આ ધર્મને જાણવાનો પ્રયત્ન કરજે અને તેમાં દઢ શ્રદ્ધા રાખજે.”
પિતાના સ્વર્ગવાસના દિવસે જ તેમના ૧૧૦ વર્ષના દાદાનું પણ મૃત્યુ થયું. તેથી પરિવારની સમગ્ર જવાબદારી અઢાર વર્ષના ગણેશપ્રસાદ પર આવી પડી, પરંતુ તેઓ વિચલિત થયા નહિ અને આજીવિકાથે મદનપુર ગામમાં શિક્ષકની નોકરી શરૂ કરી. ચાર માસ પછી આગ્રામાં ટ્રેનિગ લઈ બીજા એક-બે સ્થળે શિક્ષકની નોકરી કરી. માતા અને પત્ની ગણેશપ્રસાદને જૈન ધર્મ છોડી કુળધર્મમાં જ રહેવા માટે દબાણ
Page #3
--------------------------------------------------------------------------
________________
સંતશ્રી ગણેશપ્રસાદજી વર્ણ કરવા લાગ્યાં પરંતુ માતાનો સ્નેહ અને પત્નીનો અનુરાગ તેમને જૈન ધર્મની શ્રદ્ધામાંથી વિચલિત કરી શક્યાં નહિ. પંક્તિભોજનમાં શામેલ ન થવાથી જાતિવાળાઓએ બહિષ્કાર કરવાની ધમકી આપી. છતાં તેની પરવા કર્યા વિના તેઓ જતારાની સ્કૂલમાં શિક્ષણકાર્ય કરવા લાગ્યા. ત્યાં તત્ત્વ-અભ્યાસી શ્રી કડોરેલાલ ભાયજી સાથે તેમનો પરિચય થયો. વાતચીત દરમિયાન ગણેશપ્રસાદજીએ ભાયજીને જણાવ્યું કે મેં મારી માતા તથા પત્નીનો એમ કહીને ત્યાગ કરી દીધો છે કે તેઓ જયાં સુધી જૈનધર્મનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી તેમની સાથે કોઈ પણ સંબંધ નહીં રાખું તથા તેમના હાથનું ભોજન પણ નહીં કરું. ભાયજી સાહેબે સમજાવ્યું કે કોઈને પણ બલાન ધર્મપરિવર્તન કરાવી શકાય નહીં. ઉતાવળ કરવાની જરૂર નથી. જૈન ધર્મના મર્મને સમજે અને ક્રમે ક્રમે કરીને જ ચારિત્રમાર્ગમાં આગળ વધો.
ધર્મમાનાાિરોંજાબાઈનો પરિચય: એક વાર ભાયજીએ ગણેશપ્રસાદજીને સિમરામાં રહેતાં જૈન ધર્મનાં અભ્યાસી ચિરોંજાબાઈ પાસે જવા જણાવ્યું. સિમરામાં ક્ષુલ્લકજીનાં દર્શન થયાં અને શાસ્ત્ર પ્રવચન બાદ ચિરોંજાબાઈએ ગણેશપ્રસાદજી તથા ભાયજી સાહેબને જમવાનું આમંત્રણ આપ્યું. અપરિચિત હોવાથી ભોજન કરતાં ગણેશપ્રસાદજી શરમાઈ રહ્યા હતા ત્યારે ચિરોંજાબાઈએ ભાયજીને જણાવ્યું કે, “આ બાળકને જોતાં મને મા જેવો પ્રેમ ઊપજે છે, આની સાથે મારો જન્માક્તરનો સંબંધ હોય એવો મને ભાસ થાય છે.” ચિરજાબાઈએ ગણેશપ્રસાદજીને પણ કહ્યું, “બેટા! તને જોતાં મારા હૃદયમાં પુત્રવત્ સ્નેહ ઊભરાઈ આવે છે. તું મારો જન્માવતરનો પુત્ર છે. મારી બધી જ સંપત્તિ આજથી મારી રક્ષા માટે છે. તું કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર અહીંયા આનંદથી રહે અને તારી ભણવાની ઈચ્છા હોય તો જયપુર જવાની બધી જ વ્યવસ્થા
હું કરી દઉં.”
ગણેશપ્રસાદજીએ એક માસ માટે છ રસોનો ત્યાગ કરી દીધો ત્યારે ચિરોંજબાઈએ વ્રતનું પાલન કરાવી તેમને ઉપદેશ આપ્યો કે, “પહેલાં તમે જ્ઞાનાર્જન કરે અને પછી વ્રતોનું પાલન કરો. ઉંતાવળ કરવાની જરૂર નથી, જે કામ કરો ને સમતાભાવથી કરશે. જે કાર્યમાં આકુળતા થાય, તે કરવાની જરૂર નથી.' '
જ્ઞાનાર્જન અર્થે પરિભ્રમણ અને પ્રયાસ: ગણેશપ્રસાદજીએ જયપુર જવા પ્રયાણ કર્યું પરંતુ માર્ગમાં સામાન ચોરાઈ જવાથી ઘરે પાછા ચાલ્યા આવ્યા અને તેના સમાચાર પણ ચિરોંજાબાઈને જણાવ્યા નહીં. બુદ્ધેલખંડમાં તીર્થયાત્રા તથા જ્ઞાનાર્જન નિમિત્તે થોડાક મહિના પરિભ્રમણ કર્યા બાદ એક શેઠની સહાયતાથી તેઓ મુંબઈ પધાર્યા જ્યાં તેમને ખુરમ નિવાસી બાબા ગુરુદયાલદાસજી, પ. પન્નાલાલજી બાલીવાલ અને પંડિત ગુરુગોપાલદાસ બયાજીનો પરિચય થયો. તેઓની પાસે રહી ગણેશપ્રસાદજી રત્નકરંડ શ્રાવકાર, કાતંત્ર વ્યાકરણાદિ ગ્રંથોનું અધ્યયન કરવા લાગ્યા અને તે જ વર્ષે શરૂ થયેલી શેઠ માણિકચંદ પરીક્ષાલયની પરીક્ષા પણ તેમણે પાસ કરીને પચીસ રૂપિયાનું ઇનામ મેળવ્યું. મુંબઈનું પાણી અનુકૂળ ન આવવાથી તેઓ મુંબઈ છોડી કેકડી થઈ જયપુર પહોંચ્યા. જયપુરમાં વીરેશ્વર શાસ્ત્રી પાસે તત્ત્વાર્થસૂત્ર, સર્વાર્થસિદ્ધિ, કાતંત્ર વ્યાકરણ વગેરે ગ્રંથોનું અધ્યયન કરવા લાગ્યા. અભ્યાસ કર્યા બાદ મુંબઈની પરીક્ષામાં બેઠા, ત્યારે કાતંત્ર
૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
વ્યાકરણનું પ્રશ્નપત્ર લખતા હતા ત્યારે તેમને પત્નીના દેહાવસાનના સમાચાર જણાવતો પત્ર મળ્યો. ગણેશપ્રસાદજીએ મનોમન વિચાર્યું કે આજે બંધન-મુક્ત થઈ ગયો. બાઈજીને પણ પત્રથી જણાવી દીધું કે હું આજથી બંધન-મુક્ત થયો છું અને હવે નિઃશલ્ય ભાવથી અધ્યયન કરી શકીશ. પં. ગોપાલદાસજી બરયાનો પત્ર આવવાથી ગણેશપ્રસાદજી જયપુર છાડી ભણવા માટે મથુરા પહોંચી ગયા. ત્યાં રહી બે વર્ષ અધ્યયન કર્યું. ત્યાંથી ખરજા ગયા અને ત્યાં બે વર્ષ રહી બનારસની પ્રથમ પરીક્ષા અને ન્યાયમધ્યમાં પાસ કરી. ત્યાંથી જેઠ માસની ગરમીમાં સમેતશિખરની યાત્રાએ ગયા જયાં પરિક્રમા કરતી વખતે માર્ગ ભૂલી જવાથી તરસની બાધાએ હેરાન કર્યા પણ એકાગ્ર ચિત્તથી પાર્શ્વપ્રભુના સ્મરણથી વનમાં લબાલબ ભરેલ પાણીનો કુંડ પ્રાપ્ત થયો અને તેના પાણી દ્વારા તેમણે પોતાની તૃષા બુઝાવી. આ ખરે જ એક ચમત્કારિક બનાવ હતો. શિખરજીની યાત્રા પછી ટીકમગઢના રાજાના વિદ્વાન અને પ્રસિદ્ધ મહાનૈયાયિક શ્રી દુલારકા પાસે તેમણે મુક્તાવલિ, પંચલક્ષણી, વ્યધિકરણ આદિ ન્યાયના કઠિન ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે પં. ઠાકુરદાસજી પાસે અધ્યયન કર્યું. ત્યાંથી વિ. સં. ૧૯૬૧માં સંસ્કૃત વિદ્યાની પ્રસિદ્ધ નગરી વારાણસી તરફ પ્રયાણ કર્યું. તે સમયે તેમની ઉંમર લગભગ ૩૦ વર્ષની હતી. વિદ્યાધ્યયન માટે તેઓ દસ-બાર વર્ષ સુધી ફરી ચૂક્યા હતા.
સ્માતાદ વિદ્યાલયની સ્થાપના : ગણેશપ્રસાદજી વારાણસી પહોંચ્યા તે સમયે કૂવીસ કૉલેજના ન્યાયના મુખ્ય અધ્યાપક શ્રી જીવનાથ મિશ્રા હતા. એક દિવસ ગણેશપ્રસાદજીએ તેમના ઘરે જઈ તેમને ન્યાયશાસ્ત્ર ભણાવવાની વિનંતિ કરી. મિશ્રાજીએ જ્યારે કુળ વિશે પૂછયું ત્યારે ગણેશપ્રસાદજીએ જણાવ્યું કે, “હું બ્રાહ્મણ નહીં, જૈન છું.” આ સાંભળતાં જ મિશ્રાજીની ક્રોધાગ્નિ ભભૂકી ઊઠી અને તેમણે ગણેશપ્રસાદજીનું ઘોર અપમાન કરતાં જણાવ્યું કે હું જેનોને ભણાવતો નથી. આ સમયે ગણેશપ્રસાદને જૈન ધર્મનું અપમાન થતું જોઈને ખૂબ લાગી આવ્યું. સુપાર્શ્વનાથ તથા પાર્શ્વનાથની જન્મભૂમિ વારાણસીમાં જૈન ધર્મ અને તત્વજ્ઞાનના અધ્યયનની વ્યવસ્થા કરવાનું તેઓ વિચારવા લાગ્યા. તે દિવસે રાત્રો તેમને એક સ્વપ્ન આવ્યું. તેમાં તેમને બાબા ભગીરથની મદદ લેવાનું સૂચન હતું. થોડોક સમય શ્વેતામ્બર વિદ્યાલયના અધ્યાપક શ્રી અમ્બાદાસ શાસ્ત્રી પાસે અધ્યયન કરતા રહ્યા. તે દરમ્યાન બાબા ભગીરથને પત્ર દ્વારા બોલાવી લીધા. બંને જૈન વિદ્યાલયની સ્થાપના સંબંધી વિચારવા લાગ્યા. તે વખતે કામના રહેવાસી ચમનલાલે ગણેશપ્રસાદજીને એક રૂપિયો આપ્યો. જેનાં ૬૪ પોસ્ટકાર્ડ ખરીદી ૬૪ જગ્યાએ પત્રો લખ્યા. અનેક લોકોએ તેમની સદભાવનાની કદર કરી અને સારી એવી સહાયતા પ્રાપ્ત થઈ. એના ફળસ્વરૂપે વિ. સં. ૧૯૬૫ના જેઠ સુદ શ્રતપંચમીના રોજ દાનવીર શેઠ માણિકચંદજીના શુભહસ્તે ભદૈની ઘાટ પર સ્થિત મંદિરના મકાનમાં સ્વાદાદ વિદ્યાલયના મકાનનું ઉદ્દઘાટન થયું. ગણેશપ્રસાદજી સ્વયં તેના વિદ્યાર્થી બન્યા અને બાબા ભગીરથજીની દેખરેખમાં તેનું સંચાલન થવા લાગ્યું. ગણેશપ્રસાદજીની સલાહ અનુસાર અમ્બાદાસ શાસ્ત્રી તથા બીજા બે અધ્યાપકો આ વિદ્યાલયમાં નિયુક્ત થયા. બાબા ભગીરથજી ખૂબ જ ખંતપૂર્વક વિદ્યાલયનું સંચાલન કરવા લાગ્યા.
Page #5
--------------------------------------------------------------------------
________________
સંતશ્રી ગણેશપ્રસાદજી વણી આ વિદ્યાલય જૈન સમાજનું સવોપરી વિદ્યાલય મનાય છે, જેમાંથી સ્વ. પં. બંસીધરજી, સ્વ. પં. દેવકીનંદજી, સ્વ. પં. માણિકરાંદજી, આદિ મહાનુભાવ વિદ્વાનો નિર્માણ થયા છે.
થોડા સમય પછી પં. મદનમોહન માલવિયાજીના પ્રશંસનીય પ્રયત્નોથી વારાણસીમાં હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ. તેના અભ્યાસક્રમોમાં અનેક પ્રદર્શનોના ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો. પં. અમ્બાદાસ શાસ્ત્રી તથા ગણેશપ્રસાદજીના પ્રયત્નોથી આ વિશ્વવિદ્યાલયમાં જૈનદર્શનનો પાઠ્યક્રમ પણ સામેલ કરવામાં આવ્યો અને તે અનુસાર પરીક્ષાની વ્યવસ્થા પણ થઈ, જે એક મોટી સિદ્ધિ ગણાય.
સતર્ક સુધારગિણી પાઠશાળાની સ્થાપના : શ્રી ગણેશપ્રસાદજીના પ્રયત્નોથી વિ. સં. ૧૯૬૮ની અક્ષયતૃતીયાના દિવસે સાગરમાં ઉપર્યુક્ત પાઠશાળાની સ્થાપના થઈ, જે આજે ગણેશ દિગમ્બર જૈન સંસ્કૃત વિદ્યાલયના નામથી પ્રખ્યાત છે. ગણેશપ્રસાદજીના પ્રયત્નથી આ પાઠશાળાનો વિકાસ થયો અને હજારો ગરીબ વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો. ગણેશપ્રસાદજી તથા ધર્મમાતા ચિરજાબાઈ સ્થાયીપણે ત્યાં રહેવા લાગ્યાં.
સંયમમાર્ગના પંથે: સાગરમાં ગણેશપ્રસાદજી પંડિતજીના નામથી સુવિખ્યાત થઈ ચૂક્યા હતા. કુંડલપુરમાં બાબા ગોકુલદાસજી (પંડિત જગનમોહનલાલજીના પિતાશ્રી) પાસે બ્રહ્મચર્ય પ્રતિમા અંગીકાર કરી. ત્યારબાદ તેઓ વણજીના નામથી પ્રસિદ્ધિ પામ્યા. તે વખતે તેમણે પહેરવેશમાં માત્ર એક ધોની અને દુપટ્ટો જ રાખ્યાં હતાં.
રૂઢિનિવારણ અને શિક્ષાપચાર : વણજીના સમયમાં બુદ્દેલખંડમાં અનેક રૂઢિઓનો પ્રચાર હતો. નાની નાની બાબતોમાં લોકોનો જાતિવિચ્છેદ કરવામાં આવતો. આ પ્રક્રિયાથી ગરીબ પ્રજા ઘણી હેરાન થતી હતી. વાણીજી અને તેમના સહયોગીઓએ ગામેગામ પરિભ્રમણ કરીને અનેક કુરૂઢિઓનું નિવારણ કરાવ્યું અને ત્રસ્ત ગરીબ જનતાનો ઉદ્ધાર કર્યો. નૈનાગિરી, સોનાગિરી, પપૌરાજી, અહારજી આદિ સ્થાનો પર શિક્ષાસંસ્થાઓ ખોલાવી જેથી એ પ્રાંતમાં શિક્ષણનો ખૂબ સારો પ્રચાર થઈ શકે. શ્રી વર્ણાજીના પુણ્યપ્રતાપે આજે બુદ્દેલખંડ વિદ્વાનોનો ગઢ મનાય છે. તેમણે સ્થાપેલી શિક્ષણસંસ્થાઓ આજે પણ ઉત્તમ વિદ્વાનો તૈયાર કરી રહી છે.
ગુરુભકિત તથા વિશુદ્ધ પ્રેમ: વણજીની ગુરુભક્તિ ઉત્તમ હતી. અંબાદાસ શાસ્ત્રી પાસે જ્યારે તેમણે અષ્ટસહસ્ત્રીનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે તેમણે ભક્તિથી ગદ્ગદિત થઈ હીરાની એક વીંટી તેમને ભેટ આપી હતી. કેવળ અંબાદાસજી જ નહિ જે જે વિદ્રાનો પાસે તેમણે અધ્યયન કર્યું હતું તે બધાં પ્રત્યે તેમને અપાર ભક્તિભાવ અને આદરમાન હતાં. જે વિદ્વાનો વર્ણીજીના શિષ્ય કે પ્રશિષ્ય થતા હતા. તેમના પ્રત્યે પણ વણજી યથોચિત સન્માનનો ભાવ રાખતા હતા. દરેક વિદ્વાનનો યથાયોગ્ય આદરસક્સર થાય તેની તેઓ ખાસ કાળજી રાખતા હતા.
ઉદારતાના અવતાર : વણજીની ઉદારતા અદ્ભુત હતી. પોતાના માટે આવેલી વસ્તુનો પણ ત્યાગ કરતાં તેઓ જરાય અચકાતા નહોતા. એક વાર વર્ગીજી લંગડા
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૦૦
અર્વાચીન જૈન જ્યોતિર્ધશે.
કેરીઓની ટોપલી લઈને સાગર આવી રહ્યા હતા ત્યારે તેમણે એક સ્ટેશન પર જોયું કે કેટલાંક ગરીબ બાળકો મુસાફરો દ્વારા ફેકેલી કેરીની ગોટલીઓ ચૂસી રહ્યાં છે, ત્યારે તેમણે તે બધાં બાળકોને લાઈનમાં ઊભાં રાખીને સાથે લાવેલી બધી જ કેરીઓ વહેંચી દીધી. સાગર આવ્યા અને જયારે ચિરોંજાબાઈએ પૂછ્યું કે ભાઈ ! બનારસથી લાંગડા કેરી લાવ્યા નથી? વણજીએ જવાબ આપ્યો “બાઈજી, લાવ્યો તો હતો, પરંતુ સ્ટેશને ગરીબોને વહેંચી દીધી.” બાઈજીએ સંતોષ વ્યક્ત કર્યો. આ પ્રસંગમાં વણજીની ઉદારતા સ્પષ્ટપણે જણાઈ આવે છે. -
દયા-કરુણા : બીજાનું દુ:ખ જોઈને વણીજીના અંત:કરણમાં, રોમેરોમમાં કરુણા જાગી ઊઠતી અને દુખી–પીડિતોને મદદ કરવા તેઓ તત્પર થઈ જતા. ઠંડીની ઋતુમાં કોઈ ઠંડીથી ધ્રૂજનો ગરીબ માણસ દેખાય તો તેઓ પોતાના શરીર પરનું વસ્ત્ર તેને આપી દેતા. એક વાર બહારગામથી સાગર પાછા આવતી વખતે એક ગરીબ હરિજન મહિલાને તેમણે પાણી પિવડાવીને લોટો પણ આપી દીધો હતો અને શરીર પર પહેરેલ ધોતી તથા દુપટ્ટો પણ આપી દીધેલાં. પછી શરીર પર માત્ર એક લંગોટ સાથે તેઓ સાગરમાં પ્રવેશ્યા હતા. આમ દયાને ખાતર તેઓ શરીરની લજજાની પણ પરવા કરતા નહોતા.
હૃદયના પારખુ : વર્ણાજીમાં બીજાનું હૃદય પારખવાની અદ્દભુત ક્ષમતા હતી. તોફાનીમાં તોફાની છોકરાના હૃદયને તેઓ પારખી લેતા અને તેને પોતાની પાસે બોલાવીને ભણાવતા. આવા કેટલાયે વિદ્યાર્થીઓ પાછળથી વિદ્રાન બન્યાના દાખલા મળે છે.
ઉત્તમ વત્કૃત્વશક્તિ : વણજીમાં પ્રભાવશાળી વકતૃત્વશક્તિ હતી. પ્રવચન કરતી વખતે તેમના મુખમાંથી અમૃત ઝરતું હોય તેવો ભાસ થતો. આગમને ગહન વિષયોને પણ તેઓ સફળતાપૂર્વક વિવિધ દાંતોથી શ્રોતાઓના હૃદયમાં ઉતારી શકતા. ધાર્મિક ઉપરાંત રાષ્ટ્રીય પ્રશ્નોને લગતા વિષય પર પણ તેમનું વસ્તૃત્વ આકર્ષક રહેતું અને હજારોની જનતા તેમના પ્રભાવક વક્તવ્યથી મંત્રમુગ્ધ બની જતી. તેમની ભાષા બુદ્દેલખંડી મિશ્રિત ખડી બોલી હતી.
સફળ લેખક : પૂ૫ વણજીએ પોતાની સ્વાભાવિક ભાષામાં ઘણું ઘણું લખ્યું છે. તેમને ડાયરી લખવાની કળા સહજસિદ્ધ હતી. પોતાની ડાયરીમાં તેઓ ઘટનાઓના ઉલ્લેખની સાથે સાથે અંત:કરણથી ઉદ્ભવેલાં સુંદર સુભાષિતોનો સંગ્રહ પણ કરતા. સમાધિમરણમાં થિત વ્યક્તિઓના માટે તેમણે લખેલ પત્રો પ્રકાશિત થયા છે. આ પત્રોમાં કેટલાયે આગમોનાં રહસ્ય ભરેલાં છે. તેમની ડાયરીઓના આધારે ‘વણવાણી'ના ચાર ભાગ પ્રકાશિત થયા છે. આચાર્ય કુદકુન્દના “સમયસાર” પર તેમણે પ્રવચનાત્મક ઢંગથી લખેલી ટીકા પ્રસિદ્ધ છે.
તેમણે પોતાની આત્મકથા “મેરી જીવનગાથા” નામથી લખી છે, જે અત્યંત લોકપ્રિય બની છે. દરેક સાધક મુમુક્ષુએ ને વાંચવા લાયક છે. “મેરી જીવનગાથા’ની વર્ણનશૈલી અત્યંત સરળ અને સુબોધપૂર્ણ છે. આ આત્મકથામાં તેમણે પોતાના
Page #7
--------------------------------------------------------------------------
________________
સંતશ્રી ગણેશપ્રસાદજી વણ
૧૦૧
જીવનપ્રસંગોને સરસ રીતે આવરી લીધા છે. તેમણે શ્લોકાર્તિકની ટીકા લખવાની સરસ શરૂઆત કરેલી, પણ તે પૂરી થઈ શકી નથી. તેમનાં વચનામૃતો અત્યંત મનનીય અને પ્રેરક છે. દરેક સાધક માટે તે અત્યંત ઉપયોગી છે.
ગૌરવવંતા સંસ્થાપક : વર્ણજી શિક્ષાસંસ્થાઓના સંચાલન માટે દાન આપવાની સમાજને પ્રેરણા આપતા. તેમની એવી માન્યતા હતી કે પ્રાંતમાં જે સંસ્થા હોય તે સંસ્થાનું તે પ્રાંતના લોકો જ સંચાલન કરે અને તેનો વિકાસ કરે તેમાં જ તેમનું ગૌરવ રહેલું છે. તેઓ લાખોનું દાન કરાવતા, છતાં કદી તેમણે રૂપિયાને હાથ લગાડ્યો નથી. પૈસાની ઉઘરાણી, સંરક્ષણ તથા તેના ઉપયોગ સંબંધી વ્યવસ્થા તે યવસ્થાપકો પર છોડી દેવા.
વિકટ સ્વાભિમાની : એક વાર વણજી સાગરથી દ્રોણગિરિ જઈ રહ્યા હતા. મોટરમાં તેઓ આગળની સીટ પર બેઠા હતા, પરંતુ થોડા વખતમાં જ એક સરકારી ઑફિસરના આવવાથી તેમને તે સીટ છોડી પાછળ બેસવું પડ્યું. વર્ણજીને આ વાત અસહૃા લાગી અને તેઓએ વાહન માત્રનો ત્યાગ ર્યો. વાહનનો ત્યાગ કર્યા પછી તેમણે કેટલાયે માઈલ પદયાત્રા કરી. આમ, વણજી સ્વાભિમાનની રક્ષા આવશ્યક સમજતા હતા.
સ્વત: વ્રતધારી : ઈ. સ. ૧૯૪૪માં વણજી જયારે ઈસરીથી સાગર આવ્યા ત્યારે તેમણે જાતે દશમી પ્રતિમાનાં વ્રનો ધારણ કર્યા હતાં. સાગરની આસપાસ ભ્રમણ કરીને તેમણે આમજનતાના શિક્ષણ પ્રત્યે સારું એવું આકર્ષણ ઊભું ક્યું હતું.
સાગરથી પગપાળા પરિભ્રમણ કરતાં વર્ગીજી બરૂઆસાગર પહોંચ્યા, ત્યારે ત્યાં મોટો ઉત્સવ ચાલુ હતો. ત્યાં તેમણે જિન પ્રતિમા સમક્ષ વી.સં. ૨૪૭૬ના ફાગણ સુદ સાતમના રોજ શુલ્લક દીક્ષા અંગીકાર કરી. ફુલ્લક અવસ્થામાં જ તેમણે ઉત્તરપ્રદેશ તથા દિલ્હીમાં વિહાર કર્યો હતો અને ત્યાંથી વળતાં ફિરોઝાબાદમાં ધામધૂમપૂર્વક તેમની હીરક જયંતી મનાવવામાં આવી હતી.
શાંતિનિકેતન, ઈસરી(પારસનાથ): હીરક જયંતીના ઉત્સવ બાદ શ્રી વણજીવિહાર કરતા કરતા સાગર પહોંચ્યા. ત્યાં ચાતુર્માસની સ્થાપના કરી. ચાતુર્માસ દરમિયાન થયેલાં તેમના પ્રવચનો સાક્ષાત અમૃત વચન સમાન હતાં. પોતાની ઉત્તરાવસ્થામાં કોઈ શાંત, પવિત્ર વાતાવરણમાં સ્થિર થવાય અને સ્વ-પરિકલ્યાણમય તથા અધ્યાત્મસાધનામય જીવન જીવાય તેવા દીર્ધદષ્ટિવાળા આશયથી ચાતુર્માસ પછી તેઓએ સમેતશિખરની યાત્રાર્થે પ્રયાણ કર્યું. વચ્ચે ગયાનું ચાતુર્માસ સમાપ્ત થયે, તીર્થરાજની વંદના કરીને ઈસરી તરફ પ્રસ્થાન કર્યું. તેઓ જીવનના અંત સુધી મોટે ભાગે અહીં જ રહ્યા. વર્ણજીની ઈચ્છા હતી કે તેમનું સમાધિમરણ ઈસરીમાં પાર્શ્વનાથ પ્રભુના પાદમૂળમાં થાય. વર્ણાજી ઈસરીમાં સ્થિર થયા ત્યાર પછી ત્યાં ખૂબ જ સારો વિકાસ થયો. ધર્મશાળાઓ ઉપરાંત પાર્શ્વનાથ ઉદાસીનાશ્રમ, મહિલાશ્રમ, જિનમંદિર તથા વિશાળ પ્રવચનમંડપ પણ બંધાયા. આમ, વણજીના આ સ્થાનના નિવાસને કારણે ઈસરી એક તીર્થ સમું બની ગયું હતું. અનેક ધર્માત્માઓ મહિનાઓ સુધી અહીં રહીને સાધનામય જીવન વિતાવતા.
Page #8
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
શ્રી વર્ણીજીના સ્વર્ગારોહણ પછી પણ થોડા બ્રહ્મચારી સાધકો અહીં રહેતા. ખાસ કરીને બ્ર. સુરેન્દ્રનાથજી સ્વાધ્યાય કરાવતા. આજે પણ અહીં એક-બે બ્રહ્મચારીઓ રહે છે. શ્રાવકો શિખરજીની યાત્રા કરવાના ઉદ્દેશથી આવતાં કે જતાં થોડો વખત દર્શનસત્સંગ અર્થે અહીં રહે છે. આ ભૂમિમાં બાબા ભગીરથજી, આચાર્ય નમિસાગરજી, બ્રહ્મચારી નંદલાલજી વગેરે અનેક ધર્માત્માઓએ સમાધિમરણની સાધના કરેલી છે. નથી સાધક મુમુક્ષુઓ માટે આ પવિત્ર સ્થાન એક તીર્થની ગરજ સારી તેમને અંતરની શાંતિ મેળવવામાં સહાયક થાય તેવું છે.
૧૦૨
અંતિમ સાધના : વૃદ્ધાવસ્થાના કારણે વર્ણીજીની હરવા-ફરવાની શક્તિ એકદમ ક્ષીણ થઈ ગઈ હતી. ચર્ચાનું પાલન કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું. લગભગ ૮૭ વર્ષની ઉંમર થઈ ગઈ હતી ત્યારે તેમણે મનોમન સલ્લેખના ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો. લોકોની ભીડ ન થાય તે માટે તેમણે પોતાનો આ સંકલ્પ જાહેર કર્યો નહિ પણ પોતાના સંકલ્પ અનુસાર તેમણે જીવનચર્યા ગોઠવવા માંડી.
વર્ગીજી મહારાજે ધીરે ધીરે બોલવા-ચાલવાનું એકદમ ઓછું કરી દીધું. આહા૨નો ક્રમે ક્રમે ત્યાગ કર્યો. સલ્લેખનાની વિધિ અને તેનું નિયમન શ્રીમાન ખં. બંસૌધરજીના માર્ગદર્શન પ્રમાણે થતું હતું.
પ્રાય: આખો દિવસ, વર્ણીજી શાંત અને વિચારમગ્ન દશામાં તેમની પથારીમાં સૂતા રહેતા. “બાર-ભાવના”, “છહ ઢાળા”, “ભક્તામર સ્તોત્ર” કે “સમયસાર કળશ” વગેરેનો પાઠ તેઓ સાવધાનીથી, એકચિત્તથી શ્રાવણ કરતા. કયારેક કયારેક ચિન્તનમગ્ન થઈ જતા,
તા. ૧–૯૬૧ના રોજ તેમણે ફળોના રસનો પણ ત્યાગ કર્યો અને તા. ૫-૯-૬૧ના રોજ પાણીના ત્યાગની સાથે સર્વ વસ્ત્રોનો પરિત્યાગ કરી યથાજાતરૂપ-દિગમ્બર-દશાને અંગીકાર કરી. ‘શ્રી ૧૦૮ મુનિશ્રી ગણેશકીર્તિ મહારાજ' તરીકે તેમનું દીક્ષા નામ રાખવામાં આવ્યું. અંતિમ ૧૮ કલાક સર્વસંગપરિત્યાગીની અવસ્થામાં ચારેય પ્રકારના આહારના ત્યાગપૂર્વકની સમાધિ રહી, શરીરમાં કેટલીક વિપરીતતાઓ થવા છતાં, શારીરિક ક્ષીણતા ખૂબ જ વધી જવા છતાં મહારાજની આંતરિક જાગૃતિ અને સાવધાની ખૂબ જ સારાં રહ્યાં. સમતાભાવથી વિ. સં. ૨૦૧૮ ના ભાદરવા વદ ૧૧, તદનુસાર દિનાંક ૫-૯-૧૯૬૧ ની રાત્રે એક ને વીસ મિનિટે આ નશ્વર દેહનો પરિત્યાગ કરી વર્ણીજી મહારાજ સ્વર્ગવાસી થયા.
વર્ણીજી મહારાજના સ્વર્ગવાસના સમાચાર ફેલાતાં હજારોની જનતા ઈસરી આશ્રમમાં શોકમગ્ન દશામાં એકત્ર થઈ ગઈ અને ઉદાસીન આશ્રમના પ્રાંગણમાં તેમના શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. ઠેર ઠેર શોકસભાઓ થઈ અને સમાચારપત્રોએ શ્રદ્ધાંજલિ-વિશેષાંક કાઢચા. ઈસરીમાં તેમના અગ્નિદાહ-સ્થાને સંગેમસ્મરનું એક સ્મારક પણ રચવામાં આવ્યું.
વર્ણીજીના દેહાવસાનની સાથે એક ઉત્તમ આત્મજ્યોતિનો આ ભારતભૂમિમાંથી વિલય થયો. જૈન-સંસ્કૃતિએ તેનો એક ઉત્તમ આધાર ગુમાવ્યો હોય તેવો તેને ભાસ થયો.
.
Page #9
--------------------------------------------------------------------------
________________ સંતશ્રી ગણેશપ્રસાદજી વર્ણી 103 વણજીએ પોતાનું સમસ્ત જીવન પર કલ્યાણમાં વિતાવ્યું. વણજી અત્યંત પરોપકારી સ્વભાવના હતા. જ્ઞાનપ્રચાર અને પારમાર્થિક ઉન્નતિના પ્રયાસોમાં તેઓ હંમેશાં રત રહ્યા. “સમયસાર કળશ” આદિ આગમ ગ્રંથો તેમના શ્વાસોચ્છવાસમાં વાગાઈ ચૂક્યા હતા. તેઓ સ્વયં સ્વાધ્યાયપ્રેમી હતા અને તેમના સમાગમથી અનેક જીવો સ્વાધ્યાયપ્રેમી બન્યા હતા. સાધના અને સેવાની પ્રતિમૂર્તિ સમા વર્ણીજીએ સમાજસેવા અને શિક્ષાપ્રચારનાં કાર્યો દ્વારા ભારતીય સંસ્કૃતિનો ભારે ઉપકાર કર્યો છે. તેમના દ્વારા સ્થપામેલ શિક્ષણ સંસ્થાઓનો વિચાર કરતાં એમ લાગે છે કે તેઓ “જ્ઞાનરથ”ના એક મહાન પ્રવર્તક હતા. વજીની ચેતનાથી જાગેલા મહાનુભાવો : સરળતા, વિદ્યાપ્રસારની લગની, સચ્ચરિત્રતા, અજાતશત્રુતા, અધ્યાત્મદષ્ટિ અને વિશાળ અધ્યયન આદિ મહાન ગુણોથી વિભૂષિત આ વિભૂતિથી અનેક મનુષ્યો આકર્ષાસ; જેમાં ઉત્તર અને પૂર્વ ભારતના હજારો શ્રાવકો, અગ્રગણ્ય શ્રેષ્ઠીઓ, વિદ્વાનો, અધ્યાપકો અને બુદ્ધિજીવીઓ ઉપરાંત મોટી સંખ્યામાં જૈનધર્મ-પ્રેમીઓનો સમાવેશ થાય છે. ત્યાગીવર્ગની પણ પૂ. વાજી પ્રત્યે હંમેશાં સદભાવના રહી છે. અહીં તેમના દ્વારા દીક્ષિત માત્ર થોડાક મહાનુભાવોની યાદી પ્રસ્તુત છે. શું. મનોહરલાલજી વર્ણી:–તેઓ સમાજમાં સહજાનંદ વર્ણી તરીકે પણ ઓળખાતા. તેઓએ વિપુલ સાહિત્યરચના કરી છે. ઈ. સ. ૧૯૭૯માં તેઓનો દેહવિલયા મુઝફફરનગરમાં થયો. આ ઉપરાંત સુ. શ્રી પૂર્ણસાગરજી, શ્રી સ્વરૂપાનંદજી, શ્રી દીપચંદજી વણી, ભગત શ્રી પ્યારેલાલજી, બ્ર. માના ચંદાબાઈ, બ્ર. માના કૃષ્ણાબાઈજી અને બ્ર. શ્રી સુરેન્દ્રનાથજીનાં નામો પણ ઉલ્લેખનીય છે. શ્રી વર્ણાજી દ્વારા મંડાયેલી વિવિધ શાનપરબો : પોતાના સતત પુરુષાર્થથી અને જ્ઞાન પ્રત્યેના અનહદ પ્રેમથી તેઓએ જીવનભર બુંદેલખંડ અને તેની આજુબાજુના ભારતના અનેક જિલ્લાઓમાં વિદ્યાલયો, પાઠશાળાઓ વગેરે સ્થાપવાની લોકોને પ્રેરણા આપી. હજારો વિદ્યાથીઓ, અભ્યાસીઓ, પંડિતો, ત્યાગીઓ અને શોધછાત્રોએ આ સંસ્થાઓનો લાભ લીધો છે. તેમની પ્રેરણાથી સ્થપાયેલી કેટલીક સંસ્થાઓનાં નામ નીચે મુજબ છે: (1) સ્યાદ્વાદ વિદ્યાલય, બનારસ (ઉ. પ્ર.) (2) ગણેશ મહાવિદ્યાલય, સાગર, (મ. પ્ર.) (3) મહિલાશ્રમ, સાગર (4) બરુઆસાગર વિદ્યાલય (5) શાહપુર વિદ્યાલય (6) દ્રોણગિરિ વિદ્યાલય (7) ખુરઈ ગુરુકુળ (8) જબલપુર ગુરુકુળ (9) લલિનપુર ઈન્ટર કૉલેજ (10) ઈટાવા પાઠશાળા અને (11) ખતૌલી વિદ્યાલય. આ ઉપરાંત નાનાં-નાનાં બીજાં પંદરેક સ્થળોએ પણ તેઓએ પાશાળાઓ દ્વારા જ્ઞાનપ્રચારનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું. વર્તમાન દિગંબર જૈન સમાજમાં જે જૂની અને નવી પેઢીના બહુશ્મન વિદ્વાનો દેખાય છે તેમને સરસ્વતીની સાધનાની સર્વતોમુખી પ્રેરણા આપનાર સૌથી પ્રતિભાસંપન્ન કોઈ વ્યક્તિ હોય તો તે ગુરુ ગોપાલદાસજી પછી પૂ. ગણેશપ્રસાદજી વણી જ છે. તેમને વર્તમાનકાળના જૈન વિદ્યા-ઉપાસનાના “આઘ-પ્રેરક' ગણી શકાય.