________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
વ્યાકરણનું પ્રશ્નપત્ર લખતા હતા ત્યારે તેમને પત્નીના દેહાવસાનના સમાચાર જણાવતો પત્ર મળ્યો. ગણેશપ્રસાદજીએ મનોમન વિચાર્યું કે આજે બંધન-મુક્ત થઈ ગયો. બાઈજીને પણ પત્રથી જણાવી દીધું કે હું આજથી બંધન-મુક્ત થયો છું અને હવે નિઃશલ્ય ભાવથી અધ્યયન કરી શકીશ. પં. ગોપાલદાસજી બરયાનો પત્ર આવવાથી ગણેશપ્રસાદજી જયપુર છાડી ભણવા માટે મથુરા પહોંચી ગયા. ત્યાં રહી બે વર્ષ અધ્યયન કર્યું. ત્યાંથી ખરજા ગયા અને ત્યાં બે વર્ષ રહી બનારસની પ્રથમ પરીક્ષા અને ન્યાયમધ્યમાં પાસ કરી. ત્યાંથી જેઠ માસની ગરમીમાં સમેતશિખરની યાત્રાએ ગયા જયાં પરિક્રમા કરતી વખતે માર્ગ ભૂલી જવાથી તરસની બાધાએ હેરાન કર્યા પણ એકાગ્ર ચિત્તથી પાર્શ્વપ્રભુના સ્મરણથી વનમાં લબાલબ ભરેલ પાણીનો કુંડ પ્રાપ્ત થયો અને તેના પાણી દ્વારા તેમણે પોતાની તૃષા બુઝાવી. આ ખરે જ એક ચમત્કારિક બનાવ હતો. શિખરજીની યાત્રા પછી ટીકમગઢના રાજાના વિદ્વાન અને પ્રસિદ્ધ મહાનૈયાયિક શ્રી દુલારકા પાસે તેમણે મુક્તાવલિ, પંચલક્ષણી, વ્યધિકરણ આદિ ન્યાયના કઠિન ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે પં. ઠાકુરદાસજી પાસે અધ્યયન કર્યું. ત્યાંથી વિ. સં. ૧૯૬૧માં સંસ્કૃત વિદ્યાની પ્રસિદ્ધ નગરી વારાણસી તરફ પ્રયાણ કર્યું. તે સમયે તેમની ઉંમર લગભગ ૩૦ વર્ષની હતી. વિદ્યાધ્યયન માટે તેઓ દસ-બાર વર્ષ સુધી ફરી ચૂક્યા હતા.
સ્માતાદ વિદ્યાલયની સ્થાપના : ગણેશપ્રસાદજી વારાણસી પહોંચ્યા તે સમયે કૂવીસ કૉલેજના ન્યાયના મુખ્ય અધ્યાપક શ્રી જીવનાથ મિશ્રા હતા. એક દિવસ ગણેશપ્રસાદજીએ તેમના ઘરે જઈ તેમને ન્યાયશાસ્ત્ર ભણાવવાની વિનંતિ કરી. મિશ્રાજીએ જ્યારે કુળ વિશે પૂછયું ત્યારે ગણેશપ્રસાદજીએ જણાવ્યું કે, “હું બ્રાહ્મણ નહીં, જૈન છું.” આ સાંભળતાં જ મિશ્રાજીની ક્રોધાગ્નિ ભભૂકી ઊઠી અને તેમણે ગણેશપ્રસાદજીનું ઘોર અપમાન કરતાં જણાવ્યું કે હું જેનોને ભણાવતો નથી. આ સમયે ગણેશપ્રસાદને જૈન ધર્મનું અપમાન થતું જોઈને ખૂબ લાગી આવ્યું. સુપાર્શ્વનાથ તથા પાર્શ્વનાથની જન્મભૂમિ વારાણસીમાં જૈન ધર્મ અને તત્વજ્ઞાનના અધ્યયનની વ્યવસ્થા કરવાનું તેઓ વિચારવા લાગ્યા. તે દિવસે રાત્રો તેમને એક સ્વપ્ન આવ્યું. તેમાં તેમને બાબા ભગીરથની મદદ લેવાનું સૂચન હતું. થોડોક સમય શ્વેતામ્બર વિદ્યાલયના અધ્યાપક શ્રી અમ્બાદાસ શાસ્ત્રી પાસે અધ્યયન કરતા રહ્યા. તે દરમ્યાન બાબા ભગીરથને પત્ર દ્વારા બોલાવી લીધા. બંને જૈન વિદ્યાલયની સ્થાપના સંબંધી વિચારવા લાગ્યા. તે વખતે કામના રહેવાસી ચમનલાલે ગણેશપ્રસાદજીને એક રૂપિયો આપ્યો. જેનાં ૬૪ પોસ્ટકાર્ડ ખરીદી ૬૪ જગ્યાએ પત્રો લખ્યા. અનેક લોકોએ તેમની સદભાવનાની કદર કરી અને સારી એવી સહાયતા પ્રાપ્ત થઈ. એના ફળસ્વરૂપે વિ. સં. ૧૯૬૫ના જેઠ સુદ શ્રતપંચમીના રોજ દાનવીર શેઠ માણિકચંદજીના શુભહસ્તે ભદૈની ઘાટ પર સ્થિત મંદિરના મકાનમાં સ્વાદાદ વિદ્યાલયના મકાનનું ઉદ્દઘાટન થયું. ગણેશપ્રસાદજી સ્વયં તેના વિદ્યાર્થી બન્યા અને બાબા ભગીરથજીની દેખરેખમાં તેનું સંચાલન થવા લાગ્યું. ગણેશપ્રસાદજીની સલાહ અનુસાર અમ્બાદાસ શાસ્ત્રી તથા બીજા બે અધ્યાપકો આ વિદ્યાલયમાં નિયુક્ત થયા. બાબા ભગીરથજી ખૂબ જ ખંતપૂર્વક વિદ્યાલયનું સંચાલન કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org