________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધશે
છત્રસાલની શૌર્ય કથાઓ તથા દ્રોણગિરિ, નૈનાગિરિ, સોનાગિરિ, અહારજી, પપૌરાજી જેવી પ્રસિદ્ધ તીર્થભૂમિઓથી સુશોભિત બુંદેલખંડની પવિત્ર ધરામાં શ્રી વર્ણજીનો જન્મ થયો હતો. વિ. સં. ૧૯૩૧ ના અષાઢ વદ ૪ ના રોજ સવારે શ્રી હીરાલાલની ધર્મપત્ની ઉજિયારીબહેનની કૂખે હંસરા ગામ(જિ. લલિતપુર)માં શ્રી ગણેશપ્રસાદજીનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રી હીરાલાલ cણવ ધર્માવલમ્બી અસાટી વૈશ્ય જાતિના મધ્યમ સ્થિતિના સંતોષી વ્યક્તિ હતા. વૈષ્ણવ ધર્માવલમ્બી હોવા છતાં જૈન ધર્મના નવકાર મંત્ર પર તેમને ખૂબ જ શ્રદ્ધા હતી અને બાળક ગણેશને પણ તેનું સ્મરણ કરવાની તેઓ વારંવાર પ્રેરણા આપતા. ઘરની આર્થિક સ્થિતિ સુધરે એટલા માટે અને હંસરામાં શિક્ષણનું કોઈ સાધન ન હોવાથી ગણેશના શિક્ષણાર્થે હીરાલાલ છ વર્ષના બાળકને લઈને જન-ધન-સમ્પન્ન મારા ગામમાં આવીને રહેવા લાગ્યા. અહીંની નિશાળમાં ગણેશપ્રસાદને સાત વર્ષની ઉમરે પ્રવેશ મડયો અને ચૌદ વર્ષની ઉંમર સુધીમાં નેમાગે મિડલસ્કૂલ પાસ કરી દીધી. ગામમાં ૧૧ શિખરબંદા જિનમંદિરો અને એક વષ્ણવ મંદિર હતું. પોતાના ઘરની સામે જ જિનમંદિર હોવાથી ગણેશપ્રસાદ દરરોજ કુતૂહલવશ ત્યાં જતા અને મંદિરમાં થતી ભક્તિ-પૂજાને ખૂબ શાંતિ ભાવથી નિરખતા તેમજ ત્યાં થતાં પ્રવચનોને રૂચિપૂર્વક સાંભળતા. તેમની આ પ્રવૃત્તિથી બાળપણમાં જ જાણે પૂર્વભવના સંસ્કારનું અનુસંધાન થતું હોય તેમ જૈનધર્મના સંસ્કાર તેમના લોહીમાં ઊતરવા લાગ્યા અને કુળ-પરંપરાની ખોટી રુઢિઓમાન્યતાઓ તેમને નીરસ-નિરર્થક ભાસવા માંડી. બાળકમાં ધીરે ધીરે રાત્રિભોજનનો યાગ, અણગળ પાણીનો ત્યાગ વગેરે જૈનકુળના સામાન્ય સંસ્કારો સહજપણે વણાઈ જવા લાગ્યા. જૈન ધર્મનાં વચનો તેમને વધારે તર્કપૂર્ણ અને કલ્યાણકારી લાગવા માંડ્યાં. આમ, તેમના ભાવિ ભવ્ય જીવનનાં બીજ નાનપણથી જ રોપાવા લાગ્યાં હતાં.
- મડાવરામાં મીડલ સ્કૂલ સુધી જ અભ્યાસ હોવાથી, ૧૪ વર્ષની ઉંમરે ગણેશપ્રસાદનું ભણતર પૂરું થઈ ગયું. ૪ વર્ષ ખેલ-કૂદમાં પસાર થયાં અને ૧૮ વર્ષની ઉંમરે તેમનો વિવાહ થઈ ગયો. સ્વર્ગવાસ પૂર્વે પિતાએ ગણેશપ્રસાદને નીચે મુજબ ઉપદેશ આપ્યો :
બેટા, સંસારમાં કોઈ કોઈનું નથી, આ વિચાર દઢ રાખજે. મારી બીજી એક વાત હૃદયમાં ઉતારી લેજે કે હંમેશાં નમોકારમંત્રનું સ્મરણ રાખવું. આનાથી અનેક આપત્તિઓમાંથી બચી શકાશે. જે ધર્મમાં આ મંત્ર છે તે ધર્મનો મહિમા અવર્ણનીય છે અને તારે જો કલ્યાણ કરવું હોય તો આ ધર્મને જાણવાનો પ્રયત્ન કરજે અને તેમાં દઢ શ્રદ્ધા રાખજે.”
પિતાના સ્વર્ગવાસના દિવસે જ તેમના ૧૧૦ વર્ષના દાદાનું પણ મૃત્યુ થયું. તેથી પરિવારની સમગ્ર જવાબદારી અઢાર વર્ષના ગણેશપ્રસાદ પર આવી પડી, પરંતુ તેઓ વિચલિત થયા નહિ અને આજીવિકાથે મદનપુર ગામમાં શિક્ષકની નોકરી શરૂ કરી. ચાર માસ પછી આગ્રામાં ટ્રેનિગ લઈ બીજા એક-બે સ્થળે શિક્ષકની નોકરી કરી. માતા અને પત્ની ગણેશપ્રસાદને જૈન ધર્મ છોડી કુળધર્મમાં જ રહેવા માટે દબાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org