Book Title: Sant Ganeshprasadji Varni Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 6
________________ ૧૦૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધશે. કેરીઓની ટોપલી લઈને સાગર આવી રહ્યા હતા ત્યારે તેમણે એક સ્ટેશન પર જોયું કે કેટલાંક ગરીબ બાળકો મુસાફરો દ્વારા ફેકેલી કેરીની ગોટલીઓ ચૂસી રહ્યાં છે, ત્યારે તેમણે તે બધાં બાળકોને લાઈનમાં ઊભાં રાખીને સાથે લાવેલી બધી જ કેરીઓ વહેંચી દીધી. સાગર આવ્યા અને જયારે ચિરોંજાબાઈએ પૂછ્યું કે ભાઈ ! બનારસથી લાંગડા કેરી લાવ્યા નથી? વણજીએ જવાબ આપ્યો “બાઈજી, લાવ્યો તો હતો, પરંતુ સ્ટેશને ગરીબોને વહેંચી દીધી.” બાઈજીએ સંતોષ વ્યક્ત કર્યો. આ પ્રસંગમાં વણજીની ઉદારતા સ્પષ્ટપણે જણાઈ આવે છે. - દયા-કરુણા : બીજાનું દુ:ખ જોઈને વણીજીના અંત:કરણમાં, રોમેરોમમાં કરુણા જાગી ઊઠતી અને દુખી–પીડિતોને મદદ કરવા તેઓ તત્પર થઈ જતા. ઠંડીની ઋતુમાં કોઈ ઠંડીથી ધ્રૂજનો ગરીબ માણસ દેખાય તો તેઓ પોતાના શરીર પરનું વસ્ત્ર તેને આપી દેતા. એક વાર બહારગામથી સાગર પાછા આવતી વખતે એક ગરીબ હરિજન મહિલાને તેમણે પાણી પિવડાવીને લોટો પણ આપી દીધો હતો અને શરીર પર પહેરેલ ધોતી તથા દુપટ્ટો પણ આપી દીધેલાં. પછી શરીર પર માત્ર એક લંગોટ સાથે તેઓ સાગરમાં પ્રવેશ્યા હતા. આમ દયાને ખાતર તેઓ શરીરની લજજાની પણ પરવા કરતા નહોતા. હૃદયના પારખુ : વર્ણાજીમાં બીજાનું હૃદય પારખવાની અદ્દભુત ક્ષમતા હતી. તોફાનીમાં તોફાની છોકરાના હૃદયને તેઓ પારખી લેતા અને તેને પોતાની પાસે બોલાવીને ભણાવતા. આવા કેટલાયે વિદ્યાર્થીઓ પાછળથી વિદ્રાન બન્યાના દાખલા મળે છે. ઉત્તમ વત્કૃત્વશક્તિ : વણજીમાં પ્રભાવશાળી વકતૃત્વશક્તિ હતી. પ્રવચન કરતી વખતે તેમના મુખમાંથી અમૃત ઝરતું હોય તેવો ભાસ થતો. આગમને ગહન વિષયોને પણ તેઓ સફળતાપૂર્વક વિવિધ દાંતોથી શ્રોતાઓના હૃદયમાં ઉતારી શકતા. ધાર્મિક ઉપરાંત રાષ્ટ્રીય પ્રશ્નોને લગતા વિષય પર પણ તેમનું વસ્તૃત્વ આકર્ષક રહેતું અને હજારોની જનતા તેમના પ્રભાવક વક્તવ્યથી મંત્રમુગ્ધ બની જતી. તેમની ભાષા બુદ્દેલખંડી મિશ્રિત ખડી બોલી હતી. સફળ લેખક : પૂ૫ વણજીએ પોતાની સ્વાભાવિક ભાષામાં ઘણું ઘણું લખ્યું છે. તેમને ડાયરી લખવાની કળા સહજસિદ્ધ હતી. પોતાની ડાયરીમાં તેઓ ઘટનાઓના ઉલ્લેખની સાથે સાથે અંત:કરણથી ઉદ્ભવેલાં સુંદર સુભાષિતોનો સંગ્રહ પણ કરતા. સમાધિમરણમાં થિત વ્યક્તિઓના માટે તેમણે લખેલ પત્રો પ્રકાશિત થયા છે. આ પત્રોમાં કેટલાયે આગમોનાં રહસ્ય ભરેલાં છે. તેમની ડાયરીઓના આધારે ‘વણવાણી'ના ચાર ભાગ પ્રકાશિત થયા છે. આચાર્ય કુદકુન્દના “સમયસાર” પર તેમણે પ્રવચનાત્મક ઢંગથી લખેલી ટીકા પ્રસિદ્ધ છે. તેમણે પોતાની આત્મકથા “મેરી જીવનગાથા” નામથી લખી છે, જે અત્યંત લોકપ્રિય બની છે. દરેક સાધક મુમુક્ષુએ ને વાંચવા લાયક છે. “મેરી જીવનગાથા’ની વર્ણનશૈલી અત્યંત સરળ અને સુબોધપૂર્ણ છે. આ આત્મકથામાં તેમણે પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9