Book Title: Sant Ganeshprasadji Varni Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 9
________________ સંતશ્રી ગણેશપ્રસાદજી વર્ણી 103 વણજીએ પોતાનું સમસ્ત જીવન પર કલ્યાણમાં વિતાવ્યું. વણજી અત્યંત પરોપકારી સ્વભાવના હતા. જ્ઞાનપ્રચાર અને પારમાર્થિક ઉન્નતિના પ્રયાસોમાં તેઓ હંમેશાં રત રહ્યા. “સમયસાર કળશ” આદિ આગમ ગ્રંથો તેમના શ્વાસોચ્છવાસમાં વાગાઈ ચૂક્યા હતા. તેઓ સ્વયં સ્વાધ્યાયપ્રેમી હતા અને તેમના સમાગમથી અનેક જીવો સ્વાધ્યાયપ્રેમી બન્યા હતા. સાધના અને સેવાની પ્રતિમૂર્તિ સમા વર્ણીજીએ સમાજસેવા અને શિક્ષાપ્રચારનાં કાર્યો દ્વારા ભારતીય સંસ્કૃતિનો ભારે ઉપકાર કર્યો છે. તેમના દ્વારા સ્થપામેલ શિક્ષણ સંસ્થાઓનો વિચાર કરતાં એમ લાગે છે કે તેઓ “જ્ઞાનરથ”ના એક મહાન પ્રવર્તક હતા. વજીની ચેતનાથી જાગેલા મહાનુભાવો : સરળતા, વિદ્યાપ્રસારની લગની, સચ્ચરિત્રતા, અજાતશત્રુતા, અધ્યાત્મદષ્ટિ અને વિશાળ અધ્યયન આદિ મહાન ગુણોથી વિભૂષિત આ વિભૂતિથી અનેક મનુષ્યો આકર્ષાસ; જેમાં ઉત્તર અને પૂર્વ ભારતના હજારો શ્રાવકો, અગ્રગણ્ય શ્રેષ્ઠીઓ, વિદ્વાનો, અધ્યાપકો અને બુદ્ધિજીવીઓ ઉપરાંત મોટી સંખ્યામાં જૈનધર્મ-પ્રેમીઓનો સમાવેશ થાય છે. ત્યાગીવર્ગની પણ પૂ. વાજી પ્રત્યે હંમેશાં સદભાવના રહી છે. અહીં તેમના દ્વારા દીક્ષિત માત્ર થોડાક મહાનુભાવોની યાદી પ્રસ્તુત છે. શું. મનોહરલાલજી વર્ણી:–તેઓ સમાજમાં સહજાનંદ વર્ણી તરીકે પણ ઓળખાતા. તેઓએ વિપુલ સાહિત્યરચના કરી છે. ઈ. સ. ૧૯૭૯માં તેઓનો દેહવિલયા મુઝફફરનગરમાં થયો. આ ઉપરાંત સુ. શ્રી પૂર્ણસાગરજી, શ્રી સ્વરૂપાનંદજી, શ્રી દીપચંદજી વણી, ભગત શ્રી પ્યારેલાલજી, બ્ર. માના ચંદાબાઈ, બ્ર. માના કૃષ્ણાબાઈજી અને બ્ર. શ્રી સુરેન્દ્રનાથજીનાં નામો પણ ઉલ્લેખનીય છે. શ્રી વર્ણાજી દ્વારા મંડાયેલી વિવિધ શાનપરબો : પોતાના સતત પુરુષાર્થથી અને જ્ઞાન પ્રત્યેના અનહદ પ્રેમથી તેઓએ જીવનભર બુંદેલખંડ અને તેની આજુબાજુના ભારતના અનેક જિલ્લાઓમાં વિદ્યાલયો, પાઠશાળાઓ વગેરે સ્થાપવાની લોકોને પ્રેરણા આપી. હજારો વિદ્યાથીઓ, અભ્યાસીઓ, પંડિતો, ત્યાગીઓ અને શોધછાત્રોએ આ સંસ્થાઓનો લાભ લીધો છે. તેમની પ્રેરણાથી સ્થપાયેલી કેટલીક સંસ્થાઓનાં નામ નીચે મુજબ છે: (1) સ્યાદ્વાદ વિદ્યાલય, બનારસ (ઉ. પ્ર.) (2) ગણેશ મહાવિદ્યાલય, સાગર, (મ. પ્ર.) (3) મહિલાશ્રમ, સાગર (4) બરુઆસાગર વિદ્યાલય (5) શાહપુર વિદ્યાલય (6) દ્રોણગિરિ વિદ્યાલય (7) ખુરઈ ગુરુકુળ (8) જબલપુર ગુરુકુળ (9) લલિનપુર ઈન્ટર કૉલેજ (10) ઈટાવા પાઠશાળા અને (11) ખતૌલી વિદ્યાલય. આ ઉપરાંત નાનાં-નાનાં બીજાં પંદરેક સ્થળોએ પણ તેઓએ પાશાળાઓ દ્વારા જ્ઞાનપ્રચારનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું. વર્તમાન દિગંબર જૈન સમાજમાં જે જૂની અને નવી પેઢીના બહુશ્મન વિદ્વાનો દેખાય છે તેમને સરસ્વતીની સાધનાની સર્વતોમુખી પ્રેરણા આપનાર સૌથી પ્રતિભાસંપન્ન કોઈ વ્યક્તિ હોય તો તે ગુરુ ગોપાલદાસજી પછી પૂ. ગણેશપ્રસાદજી વણી જ છે. તેમને વર્તમાનકાળના જૈન વિદ્યા-ઉપાસનાના “આઘ-પ્રેરક' ગણી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9