Book Title: Sant Ganeshprasadji Varni
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 7
________________ સંતશ્રી ગણેશપ્રસાદજી વણ ૧૦૧ જીવનપ્રસંગોને સરસ રીતે આવરી લીધા છે. તેમણે શ્લોકાર્તિકની ટીકા લખવાની સરસ શરૂઆત કરેલી, પણ તે પૂરી થઈ શકી નથી. તેમનાં વચનામૃતો અત્યંત મનનીય અને પ્રેરક છે. દરેક સાધક માટે તે અત્યંત ઉપયોગી છે. ગૌરવવંતા સંસ્થાપક : વર્ણજી શિક્ષાસંસ્થાઓના સંચાલન માટે દાન આપવાની સમાજને પ્રેરણા આપતા. તેમની એવી માન્યતા હતી કે પ્રાંતમાં જે સંસ્થા હોય તે સંસ્થાનું તે પ્રાંતના લોકો જ સંચાલન કરે અને તેનો વિકાસ કરે તેમાં જ તેમનું ગૌરવ રહેલું છે. તેઓ લાખોનું દાન કરાવતા, છતાં કદી તેમણે રૂપિયાને હાથ લગાડ્યો નથી. પૈસાની ઉઘરાણી, સંરક્ષણ તથા તેના ઉપયોગ સંબંધી વ્યવસ્થા તે યવસ્થાપકો પર છોડી દેવા. વિકટ સ્વાભિમાની : એક વાર વણજી સાગરથી દ્રોણગિરિ જઈ રહ્યા હતા. મોટરમાં તેઓ આગળની સીટ પર બેઠા હતા, પરંતુ થોડા વખતમાં જ એક સરકારી ઑફિસરના આવવાથી તેમને તે સીટ છોડી પાછળ બેસવું પડ્યું. વર્ણજીને આ વાત અસહૃા લાગી અને તેઓએ વાહન માત્રનો ત્યાગ ર્યો. વાહનનો ત્યાગ કર્યા પછી તેમણે કેટલાયે માઈલ પદયાત્રા કરી. આમ, વણજી સ્વાભિમાનની રક્ષા આવશ્યક સમજતા હતા. સ્વત: વ્રતધારી : ઈ. સ. ૧૯૪૪માં વણજી જયારે ઈસરીથી સાગર આવ્યા ત્યારે તેમણે જાતે દશમી પ્રતિમાનાં વ્રનો ધારણ કર્યા હતાં. સાગરની આસપાસ ભ્રમણ કરીને તેમણે આમજનતાના શિક્ષણ પ્રત્યે સારું એવું આકર્ષણ ઊભું ક્યું હતું. સાગરથી પગપાળા પરિભ્રમણ કરતાં વર્ગીજી બરૂઆસાગર પહોંચ્યા, ત્યારે ત્યાં મોટો ઉત્સવ ચાલુ હતો. ત્યાં તેમણે જિન પ્રતિમા સમક્ષ વી.સં. ૨૪૭૬ના ફાગણ સુદ સાતમના રોજ શુલ્લક દીક્ષા અંગીકાર કરી. ફુલ્લક અવસ્થામાં જ તેમણે ઉત્તરપ્રદેશ તથા દિલ્હીમાં વિહાર કર્યો હતો અને ત્યાંથી વળતાં ફિરોઝાબાદમાં ધામધૂમપૂર્વક તેમની હીરક જયંતી મનાવવામાં આવી હતી. શાંતિનિકેતન, ઈસરી(પારસનાથ): હીરક જયંતીના ઉત્સવ બાદ શ્રી વણજીવિહાર કરતા કરતા સાગર પહોંચ્યા. ત્યાં ચાતુર્માસની સ્થાપના કરી. ચાતુર્માસ દરમિયાન થયેલાં તેમના પ્રવચનો સાક્ષાત અમૃત વચન સમાન હતાં. પોતાની ઉત્તરાવસ્થામાં કોઈ શાંત, પવિત્ર વાતાવરણમાં સ્થિર થવાય અને સ્વ-પરિકલ્યાણમય તથા અધ્યાત્મસાધનામય જીવન જીવાય તેવા દીર્ધદષ્ટિવાળા આશયથી ચાતુર્માસ પછી તેઓએ સમેતશિખરની યાત્રાર્થે પ્રયાણ કર્યું. વચ્ચે ગયાનું ચાતુર્માસ સમાપ્ત થયે, તીર્થરાજની વંદના કરીને ઈસરી તરફ પ્રસ્થાન કર્યું. તેઓ જીવનના અંત સુધી મોટે ભાગે અહીં જ રહ્યા. વર્ણજીની ઈચ્છા હતી કે તેમનું સમાધિમરણ ઈસરીમાં પાર્શ્વનાથ પ્રભુના પાદમૂળમાં થાય. વર્ણાજી ઈસરીમાં સ્થિર થયા ત્યાર પછી ત્યાં ખૂબ જ સારો વિકાસ થયો. ધર્મશાળાઓ ઉપરાંત પાર્શ્વનાથ ઉદાસીનાશ્રમ, મહિલાશ્રમ, જિનમંદિર તથા વિશાળ પ્રવચનમંડપ પણ બંધાયા. આમ, વણજીના આ સ્થાનના નિવાસને કારણે ઈસરી એક તીર્થ સમું બની ગયું હતું. અનેક ધર્માત્માઓ મહિનાઓ સુધી અહીં રહીને સાધનામય જીવન વિતાવતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9