Book Title: Sant Ganeshprasadji Varni Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 8
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો શ્રી વર્ણીજીના સ્વર્ગારોહણ પછી પણ થોડા બ્રહ્મચારી સાધકો અહીં રહેતા. ખાસ કરીને બ્ર. સુરેન્દ્રનાથજી સ્વાધ્યાય કરાવતા. આજે પણ અહીં એક-બે બ્રહ્મચારીઓ રહે છે. શ્રાવકો શિખરજીની યાત્રા કરવાના ઉદ્દેશથી આવતાં કે જતાં થોડો વખત દર્શનસત્સંગ અર્થે અહીં રહે છે. આ ભૂમિમાં બાબા ભગીરથજી, આચાર્ય નમિસાગરજી, બ્રહ્મચારી નંદલાલજી વગેરે અનેક ધર્માત્માઓએ સમાધિમરણની સાધના કરેલી છે. નથી સાધક મુમુક્ષુઓ માટે આ પવિત્ર સ્થાન એક તીર્થની ગરજ સારી તેમને અંતરની શાંતિ મેળવવામાં સહાયક થાય તેવું છે. ૧૦૨ અંતિમ સાધના : વૃદ્ધાવસ્થાના કારણે વર્ણીજીની હરવા-ફરવાની શક્તિ એકદમ ક્ષીણ થઈ ગઈ હતી. ચર્ચાનું પાલન કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું. લગભગ ૮૭ વર્ષની ઉંમર થઈ ગઈ હતી ત્યારે તેમણે મનોમન સલ્લેખના ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો. લોકોની ભીડ ન થાય તે માટે તેમણે પોતાનો આ સંકલ્પ જાહેર કર્યો નહિ પણ પોતાના સંકલ્પ અનુસાર તેમણે જીવનચર્યા ગોઠવવા માંડી. વર્ગીજી મહારાજે ધીરે ધીરે બોલવા-ચાલવાનું એકદમ ઓછું કરી દીધું. આહા૨નો ક્રમે ક્રમે ત્યાગ કર્યો. સલ્લેખનાની વિધિ અને તેનું નિયમન શ્રીમાન ખં. બંસૌધરજીના માર્ગદર્શન પ્રમાણે થતું હતું. પ્રાય: આખો દિવસ, વર્ણીજી શાંત અને વિચારમગ્ન દશામાં તેમની પથારીમાં સૂતા રહેતા. “બાર-ભાવના”, “છહ ઢાળા”, “ભક્તામર સ્તોત્ર” કે “સમયસાર કળશ” વગેરેનો પાઠ તેઓ સાવધાનીથી, એકચિત્તથી શ્રાવણ કરતા. કયારેક કયારેક ચિન્તનમગ્ન થઈ જતા, તા. ૧–૯૬૧ના રોજ તેમણે ફળોના રસનો પણ ત્યાગ કર્યો અને તા. ૫-૯-૬૧ના રોજ પાણીના ત્યાગની સાથે સર્વ વસ્ત્રોનો પરિત્યાગ કરી યથાજાતરૂપ-દિગમ્બર-દશાને અંગીકાર કરી. ‘શ્રી ૧૦૮ મુનિશ્રી ગણેશકીર્તિ મહારાજ' તરીકે તેમનું દીક્ષા નામ રાખવામાં આવ્યું. અંતિમ ૧૮ કલાક સર્વસંગપરિત્યાગીની અવસ્થામાં ચારેય પ્રકારના આહારના ત્યાગપૂર્વકની સમાધિ રહી, શરીરમાં કેટલીક વિપરીતતાઓ થવા છતાં, શારીરિક ક્ષીણતા ખૂબ જ વધી જવા છતાં મહારાજની આંતરિક જાગૃતિ અને સાવધાની ખૂબ જ સારાં રહ્યાં. સમતાભાવથી વિ. સં. ૨૦૧૮ ના ભાદરવા વદ ૧૧, તદનુસાર દિનાંક ૫-૯-૧૯૬૧ ની રાત્રે એક ને વીસ મિનિટે આ નશ્વર દેહનો પરિત્યાગ કરી વર્ણીજી મહારાજ સ્વર્ગવાસી થયા. વર્ણીજી મહારાજના સ્વર્ગવાસના સમાચાર ફેલાતાં હજારોની જનતા ઈસરી આશ્રમમાં શોકમગ્ન દશામાં એકત્ર થઈ ગઈ અને ઉદાસીન આશ્રમના પ્રાંગણમાં તેમના શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. ઠેર ઠેર શોકસભાઓ થઈ અને સમાચારપત્રોએ શ્રદ્ધાંજલિ-વિશેષાંક કાઢચા. ઈસરીમાં તેમના અગ્નિદાહ-સ્થાને સંગેમસ્મરનું એક સ્મારક પણ રચવામાં આવ્યું. વર્ણીજીના દેહાવસાનની સાથે એક ઉત્તમ આત્મજ્યોતિનો આ ભારતભૂમિમાંથી વિલય થયો. જૈન-સંસ્કૃતિએ તેનો એક ઉત્તમ આધાર ગુમાવ્યો હોય તેવો તેને ભાસ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org .Page Navigation
1 ... 6 7 8 9