Book Title: Sant Ganeshprasadji Varni Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 3
________________ સંતશ્રી ગણેશપ્રસાદજી વર્ણ કરવા લાગ્યાં પરંતુ માતાનો સ્નેહ અને પત્નીનો અનુરાગ તેમને જૈન ધર્મની શ્રદ્ધામાંથી વિચલિત કરી શક્યાં નહિ. પંક્તિભોજનમાં શામેલ ન થવાથી જાતિવાળાઓએ બહિષ્કાર કરવાની ધમકી આપી. છતાં તેની પરવા કર્યા વિના તેઓ જતારાની સ્કૂલમાં શિક્ષણકાર્ય કરવા લાગ્યા. ત્યાં તત્ત્વ-અભ્યાસી શ્રી કડોરેલાલ ભાયજી સાથે તેમનો પરિચય થયો. વાતચીત દરમિયાન ગણેશપ્રસાદજીએ ભાયજીને જણાવ્યું કે મેં મારી માતા તથા પત્નીનો એમ કહીને ત્યાગ કરી દીધો છે કે તેઓ જયાં સુધી જૈનધર્મનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી તેમની સાથે કોઈ પણ સંબંધ નહીં રાખું તથા તેમના હાથનું ભોજન પણ નહીં કરું. ભાયજી સાહેબે સમજાવ્યું કે કોઈને પણ બલાન ધર્મપરિવર્તન કરાવી શકાય નહીં. ઉતાવળ કરવાની જરૂર નથી. જૈન ધર્મના મર્મને સમજે અને ક્રમે ક્રમે કરીને જ ચારિત્રમાર્ગમાં આગળ વધો. ધર્મમાનાાિરોંજાબાઈનો પરિચય: એક વાર ભાયજીએ ગણેશપ્રસાદજીને સિમરામાં રહેતાં જૈન ધર્મનાં અભ્યાસી ચિરોંજાબાઈ પાસે જવા જણાવ્યું. સિમરામાં ક્ષુલ્લકજીનાં દર્શન થયાં અને શાસ્ત્ર પ્રવચન બાદ ચિરોંજાબાઈએ ગણેશપ્રસાદજી તથા ભાયજી સાહેબને જમવાનું આમંત્રણ આપ્યું. અપરિચિત હોવાથી ભોજન કરતાં ગણેશપ્રસાદજી શરમાઈ રહ્યા હતા ત્યારે ચિરોંજાબાઈએ ભાયજીને જણાવ્યું કે, “આ બાળકને જોતાં મને મા જેવો પ્રેમ ઊપજે છે, આની સાથે મારો જન્માક્તરનો સંબંધ હોય એવો મને ભાસ થાય છે.” ચિરજાબાઈએ ગણેશપ્રસાદજીને પણ કહ્યું, “બેટા! તને જોતાં મારા હૃદયમાં પુત્રવત્ સ્નેહ ઊભરાઈ આવે છે. તું મારો જન્માવતરનો પુત્ર છે. મારી બધી જ સંપત્તિ આજથી મારી રક્ષા માટે છે. તું કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર અહીંયા આનંદથી રહે અને તારી ભણવાની ઈચ્છા હોય તો જયપુર જવાની બધી જ વ્યવસ્થા હું કરી દઉં.” ગણેશપ્રસાદજીએ એક માસ માટે છ રસોનો ત્યાગ કરી દીધો ત્યારે ચિરોંજબાઈએ વ્રતનું પાલન કરાવી તેમને ઉપદેશ આપ્યો કે, “પહેલાં તમે જ્ઞાનાર્જન કરે અને પછી વ્રતોનું પાલન કરો. ઉંતાવળ કરવાની જરૂર નથી, જે કામ કરો ને સમતાભાવથી કરશે. જે કાર્યમાં આકુળતા થાય, તે કરવાની જરૂર નથી.' ' જ્ઞાનાર્જન અર્થે પરિભ્રમણ અને પ્રયાસ: ગણેશપ્રસાદજીએ જયપુર જવા પ્રયાણ કર્યું પરંતુ માર્ગમાં સામાન ચોરાઈ જવાથી ઘરે પાછા ચાલ્યા આવ્યા અને તેના સમાચાર પણ ચિરોંજાબાઈને જણાવ્યા નહીં. બુદ્ધેલખંડમાં તીર્થયાત્રા તથા જ્ઞાનાર્જન નિમિત્તે થોડાક મહિના પરિભ્રમણ કર્યા બાદ એક શેઠની સહાયતાથી તેઓ મુંબઈ પધાર્યા જ્યાં તેમને ખુરમ નિવાસી બાબા ગુરુદયાલદાસજી, પ. પન્નાલાલજી બાલીવાલ અને પંડિત ગુરુગોપાલદાસ બયાજીનો પરિચય થયો. તેઓની પાસે રહી ગણેશપ્રસાદજી રત્નકરંડ શ્રાવકાર, કાતંત્ર વ્યાકરણાદિ ગ્રંથોનું અધ્યયન કરવા લાગ્યા અને તે જ વર્ષે શરૂ થયેલી શેઠ માણિકચંદ પરીક્ષાલયની પરીક્ષા પણ તેમણે પાસ કરીને પચીસ રૂપિયાનું ઇનામ મેળવ્યું. મુંબઈનું પાણી અનુકૂળ ન આવવાથી તેઓ મુંબઈ છોડી કેકડી થઈ જયપુર પહોંચ્યા. જયપુરમાં વીરેશ્વર શાસ્ત્રી પાસે તત્ત્વાર્થસૂત્ર, સર્વાર્થસિદ્ધિ, કાતંત્ર વ્યાકરણ વગેરે ગ્રંથોનું અધ્યયન કરવા લાગ્યા. અભ્યાસ કર્યા બાદ મુંબઈની પરીક્ષામાં બેઠા, ત્યારે કાતંત્ર ૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9