Book Title: Sankalit Sanskrit Niyamavali
Author(s): Divyaratnavijay
Publisher: Naminath Jain Sangh

View full book text
Previous | Next

Page 5
________________ પ્રાસ્તાવિક કિચિત एकोऽपि शब्दः सम्यक्प्रयुक्तः स्वर्गे कामधुग्भवति આ પંક્તિ શબ્દપ્રયોગની મહત્તા દર્શાવે છે. તીર્થંકરની વાણી ૩૫ ગુણોથી યુક્ત હોય છે. તેમાં વાણીના દોષોથી રહિતતા પણ એક ગુણ છે. સુસંસ્કૃત શબ્દોની આ મહત્તા છે. જેમ અપશબ્દો અશાંતિના બીજ વાવી બરબાદીના કારણ બને છે, તેમ સુવચન પણ જોસુસંસ્કૃત ન હોય, તો આંધી સર્જી શકે છે. 'ગપીયતા' ના સ્થાને 'ગંધીયતા' શબ્દે સર્જેલો ઇતિહાસ સુવિદિત છે. તેથી શબ્દોને સભ્ય સંસ્કારિત બનાવવા વ્યાકરણનું જ્ઞાન ખુબ આવશ્યક છે. વ્યાકરણને યાદ કરીએ એટલે સંસ્કૃત વ્યાકરણના બે મહાન પ્રણેતા યાદ : આવ્યા વિના ન રહે. વર્તમાનમાં શ્રી પાણીનિ અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે બનાવેલા વ્યાકરણો જ પ્રાય: પઠન-પાનમાં છે. આ બન્ને મહાપુરુષાએ વ્યાકરણના નિયમોનું સૂત્રબદ્ધ સંક્લન કરી સંસ્કૃતભાષાને સાયન્ટીફીક ભાષા (SCIENTIFIC LANGUAGE ) - કોમ્પ્યુટર ભાષા( COMPUTER LANGUAGE ) બનાવી દીધી છે. ગણિતના નિરપવાદ સિદ્ધાન્તોના આધારે વર્તનું કોમ્પ્યુટર સંસ્કૃત ભાષાને સૌથી પ્રોપર ભાષા ( proper language) ગણે છે. ભગવાનની આજ્ઞામુજબ જીવન વ્યતીત કરતાં સાધુ-સાધ્વીઓને દિવસભરમાં ૧૫ ક્લાકનો સ્વાધ્યાય કરવાનો છે. સંસ્કૃતભાષામાં નિબદ્ધ સુવિશાળ સાહિત્યના અધ્યયન વિના તે શક્ય નથી. આમ સંસ્કૃતભાષા બધાએ જ અભ્યાસ કરવા યોગ્ય છે. અને તેથી સંસ્કૃત વ્યાકરણનું જ્ઞાન ખુબ આવશ્યક છે. વર્તમાનકાલીનજીવોના આયુષ્ય અને મેધાની અલ્પતા જોઇ૫.પૂ. ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ આ.દે.શ્રી.વિ. ભુવનભાનુસૂરીશ્વર મ.ના શિષ્યરત્ન લઘુબંધુ સંપ્રાપ્તસમાધિ સ્વ. પં.પૂ. પદ્મવિજય ગણિવરે એકંયુગીન જીવો કેવી રીતે શીઘ્ર-સરળ તાથી સંસ્કૃત વ્યાકરણનું જ્ઞાન મેળવે એવી કરુણાભાવનાથી પ્રેરાઇ ઉપરોક્ત મહાવ્યાકરણોમાંથી ચૂંટી ચૂંટી મહત્ત્વના નિયમોની રૂપરેખા દોરી. અને પછીતો સિદ્ધાન્તમહોદધિ આ દે.શ્રી.વિ.પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સમુદાયમાં એ સંક્લનના આધારે અધ્યયનનો શિરસ્તો ચાલુ થયો. અન્ય સમુદાયો પણ આકર્ષાયા. વારંવાર એ નિયમાવલીની માંગણી થતી. A

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 138