Book Title: Samullasa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ અમુલ્લા [૮૦૫ લેખસંગ્રહ પાંચ ભાગમાં વહેંચાયેલું છે. સમાજદર્શન, તત્વચર્યા, તુવર્ણન, પ્રવાસવર્ણન અને વ્યક્તિ પરિચય. આ પાંચ વિભાગમાં સમાતા લેખેનું હાર્દ વિચારતાં એમ કહેવું પ્રાપ્ત થાય છે કે લેખકનું માનસિક વલણ જ એવું છે કે તે જડ-ચેતન, સ્થૂળ-સૂક્ષ્મ, વ્યવહાર–પરમાર્થ, વ્યક્તિ–સમાજ આદિ અનેક વિષયને લગતી વિવિધ બાબતે અને વિગતેને સ્પર્શે છે, પણ તે કુતૂહલપૂર્ણ જિજ્ઞાસાથી અને કાંઈક નક્કર સત્ય તારવી આપવાની ધગશથી -જ. તેથી જ દરેક મુખ્ય વક્તવ્યમાં વિશાળતા સાથે તલસ્પર્શી ઊંડાણું પણ નજરે પડે છે. લેખકનો ગુજરાતી ભાષા ઉપર કાબૂ તે અદ્ભુત છે. પ્રત્યેક લખાણમાં ભાષાનું એકસરખું ઘેરણ નજરે પડે છે. આવી શિષ્ટ, સુપ્રસન્ન અને વેગીલી ભાષા એ જેવી તેવી સિદ્ધિ નથી. લેખનો વિષય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય ત્યાં પણ ભાષા અને શૈલી વાચકને વિચાર-વિહાર સાથે સાહિત્યવિહાર પણ કરાવે છે. તુવર્ણનનો આ વિભાગ લોકભાષામાં એક નવું પ્રકરણ ઉમેરો હોય તેમ લાગે છે. સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓમાં પ્રતિ એવાં ઋતુઓને લગતાં ગદ્ય-પદ્ય વર્ણને અનેક છે. એ વર્ણનમાં અમુક માદકતા પણ હોય છે, પરંતુ પ્રસ્તુત “ઋતુવર્ણન’ જુદી જ ભૂમિકા ઉપરથી પ્રસવ પામ્યું છે, એમ કઈ પણ વાચકને લાગ્યા વિના નહિ રહે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રાધ્યાપકે સુધાને આ ઋતુવર્ણન” વાંચ્યા પછી કઈ ઋતુમાં કંટાળે નહિ આવે. દરેક ઋતુની વિશેષતા ધ્યાનમાં આવવા સાથે વાચકને પ્રકૃતિવરૂપ સાથે તાદામ્ય અનુભવવાનો નાદ લાગવાન. શરદ, વર્ષ અને બહુ તે વસંતનું વર્ણન સને રુએ, પણ આજ લગી ધગધગતો ઉનાળે કેને સ છે? જ્યારે આ લેખકે ઉનાળામાં પણ સાચો આનંદ માણ્યો છે અને એ જ આનંદના સંવેદનમાંથી ઉનાળાનું ગદ્યકાવ્ય સરી પડ્યું છે. શિયાળાની કડકડતી ટાઢની ખુમારી લેખકે જે અનુભવી છે તે બીજાઓ પણ અનુભવી શકે. પરંતુ તે ક્યારે? જે પ્રકૃતિના એ શીતલ પાસા પ્રત્યે તદ્દન સાહજિક સમભાવ હોય તે જ. લેખકે જુદી જુદી ઋતુઓનાં અનુભવેલ પાસાંઓને કળામય રીતે રજૂ કરી પ્રકૃતિના ગમે તે સ્વરૂપમાંથી પણ સુખ મેળવવાની કળા-ઈન્દ્રિય જાગ્રત કરી છે. મને એમ લાગે છે કે “તુવર્ણનને, આખે વિભાગ અભ્યાસક્રમના ઊંચા ધોરણમાં રાખવા જેવો છે, અગર તો વિદ્યાર્થીએને વાંચવાની ખાસ ભલામણું કરવા જેવું છે. પ્રવાસવર્ણનમાં કુલે સાત લે છે. દરેકને પિતાપિતાની આગવી વિશેષતા છે. ગોપનાથને કિનારે, સમુદ્ર, તફાની પવન, એકાન્ત શાન્તિ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12