________________
સમુલ્લાસ
[ ૮૧૩.
ત્મિક શુદ્ધિ હાય ત્યાં લગી મહત્ત્વાકાંક્ષા જુદી અને શુદ્ધિ ઘટતાં કે વિકૃત થતાં મહત્ત્વાકાંક્ષા ખુલાઈ રાક્ષસી રૂપ ધારણ કરવાની. સમાજ અને દેશમાં આ બન્ને યિાએ દેખાય છે. તેનું તત્ત્વ લેખકે નિરૂપ્યું છે. અહિંસાની અધૂરી સમજણુવાળા ખીજા લેખમાં અહિંસાનું તાત્ત્વિક સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે. એની ખાટી સમજણને લીધે એના પ્રત્યે સેવાતી નફરત અને એની અનુપયોગિતાની શંકા એ બન્નેને આ લેખ નિવારે છે. ગાંધીજીના વિચાર અને આચારે જે વસ્તુનુ સ્પષ્ટીકરણ કર્યું છે તે જ અહિંસાના સિદ્દાન્તનુ આ લેખ સજીવ ભાષ્ય અની રહે છે. લેખક જન્મે સામ્પ્રદાયિક અહિંસાવાદી હોવા છતાં એનું તત્ત્વ એમને ગાંધીજીના દાખલા વિના આવું સ્પષ્ટ થયું ન જ હોત. જૈન સમાજ અને સાધુએની જે સમીક્ષા કરી છે તે તે માત્ર પરિચિત કથા જ છે, પણ ખરી રીતે બૌદ્ધ, વૈદિક આદિ બધી જ ધર્મ સંસ્થાએ વિકૃત અહિ ંસાના રોગથી જ ગ્રસ્ત છે.
ચરણસ્પ
ચરણસ્પર્શ અને વંદનવિધિએ પ્રકારા જે દેશકાળમાં અસ્તિત્વમાં આવ્યા તે જ સાવ બદલાઇ ગયા છે. ગુરુને માત્ર વેશથી ઓળખી વંદન કરી તો નગુણા અને ધણીવાર દુષ્ટ એવા નામધારી પણ વંદાય છે; જ્યારે કેટલીક વાર તે તે ગુણુમાં અસાધારણુ એવા પથવેશ વિનાના પુરુષોને સપ્રદાય વિધિએ નમતે માસ સંપ્રદાય દ્વારા નિ...દાય પણ છે કે શું એવા સૌંસારીઓને તમે વન્દન કરો છે? એટલે આ વિવિધ સ્વરૂપી વિશ્વમાં અહિંથી ગુણ પારખી તેની યોગ્ય પ્રતિપત્તિ કરવો એટલું જ ખસ છે. જૈન ગૃહસ્થ ૌદ્ધ કે બીજા ગૃહસ્થ સંન્યાસીઓને જૈન વિધિ અનુસાર વન્દે તા જૈને એને નાસ્તિક કહેવાના. ખુદ જૈન ફિરકામાં પણ એક ફ્રિકાના સાધુને ખીજા ફ્રિકાને ગૃહસ્થ નહિ વદે કે નહિ નમે. આ રીતે ચરણસ્પર્શી અને વંદન આદિ પ્રકાશ યેાગ્યતાની કદર કરતાં શકે છે અને એકબીજા વચ્ચે માનની દીવાલે ઊભી કરે છે. તેથી પ્રસ્તુત લેખ અહુ સમયાચિત છે.
આ વિભાગના ચોથા લેખમાં નૈતિક અપકર્ષનું પરિણામ શું હાય અને શું ન હોય એની જે ચર્ચા છે તે વિજ્ઞાનસંમત અને શાસ્ત્રસંમત પણ છે. ઘણીવાર માણુસને સાવધ કરવા કાઈ અનિષ્ટ બટના તેના દ્વેષને કારણે ખની એમ કહી તેને ઉપદેશ કરવામાં આવે છે, પણ તેથી એ બન્ને વચ્ચે કાર્ય કારણભાવ કુલિત નથી થતો. ભૌતિક દુર્ધટના સ્વકારણે મને, પણ એનાથી ઉપજાવાતા ભય એ કદાચ નૈતિક વલણમાં ઉપયોગી થાય ખરે. ત્યાં ખવીસ
f
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org