Book Title: Samullasa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249242/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમુલ્લાસ [ ૧૮ ] સત્યં શિવ સુન્દરમ'ના મથાળાથી પ્રસિદ્ધિ પામતો પ્રસ્તુત લેખસંગ્રહ મારા માટે છેક અપરિચિત તે નથી જ. આ સંગ્રહમાં આવેલા ૩૮ લેખે પિકી લગભગ ૬ જ હું પહેલી વાર સાંભળું છું. ૧. વર્ણસંકર, ૨. જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાન, ૩. મીનાક્ષી મન્દિર, . ત્રિસ્તની મીનાક્ષી, ૫. એક અજાણ્યાનું અવસાન અને ૬. તુળજારામ ટેકર- આ છ લેખો સાંભળ્યાનું સ્પષ્ટ સ્મરણ નથી. બાકીના ૩રનું ચિત્ર તે આ લેખસંગ્રહ સાંભળવા બેઠો ત્યારે મનમાં સ્પષ્ટ હતું. તેમ છતાં જુદે જુદે સમયે અને લાંબે ગાળે પ્રસિદ્ધ થયેલા અને તે જ રીતે ભિન્ન ભિન્ન સમયે ક્યારેક ઉતાવળથી તે ક્યારેક વચ્ચે આવી જતાં વિનામાં સાંભળ્યા હોય તે લેખને સંસ્કાર જુદો હોય છે, અને તે જ બધા લેખે એકસામટા તેમ જ નિરાંતે સાંભળીએ અને તે પણ તેમાંથી કાંઈક તારણ કરવાની તેમ જ તેનું મૂલ્યાંકન કરવાની દષ્ટિએ સાંભળીએ, ત્યારે તેને સંસ્કાર જુદે પડે છે. ભિન્ન ભિન્ન સમયે પડેલા ત્રુટક સંસ્કારનું સંકલન કરી મૂલ્યાંકન કરવું તે એક બાબત છે અને એક સાથે સ્વસ્થપણે કાંઈક લખવું, એ દષ્ટિએ સાંભળી તેનું મૂલ્યાંકન કરવું એ બીજી બાબત છે. આવા ગંભીર અને વિચારપૂત લેખો વિશે કાંઈ પણ લખવું હોય તે સળગસ પડેલ સંસ્કારના આધારે જ લખવું એ ઉભય પક્ષને ન્યાય આપનારું છે, એવી માન્યતાથી પ્રેરાઈ હું આ લેખસંગ્રહ સાંભળી ગયે. જે જે લેખ પહેલાં સાંભળેલા તેમાં પણ ફરી સાંભળતાં મને કશે જ કંટાળે આવ્યો નહિ. એક ક્ષણ માટે પણ એમ ન થયું કે આ તે સાંભળેલ છે, ચાલે આગળ. ઊલટું, પ્રત્યેક લેખ સાંભળતી વખતે મનમાં લેખક અંગે, પ્રતિપાદ્ય વિષય અંગે અને લેખના અધિકારી સમાજ અંગે અનેક વિચાર આવી ગયા. તેની ટૂંકી નોંધ આપવી ઈષ્ટ હોય તેય શક્ય નથી. તેમ તાં એ વિચારમાંથી કાંઈક અને નેંધવા ધારું છું. લેખો સાંભળતાં અને વિચારે ઊભરાતાં મનમાં એક સાત્વિક ઉલ્લાસ પ્રકટેલે, તેથી મેં મારા આ લખાણને “સમુલ્લાસ” શીર્ષક આપ્યું લે. કુમાર”, “પ્રસ્થાન અને મહિલા સમાજ માં પ્રસિદ્ધ થયેલ ચારેક લેઓને બાદ કરતાં લગભગ બધા જ લેખો જૈન સમાજ સાથે સંબંધ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૮] દર્શન અને નિત ધરાવતા કાઈ ને કાઈ પત્રમાં પ્રસિદ્ધ થયેલા છે. તેમાંથી પણ મોટા ભાગ પ્રબુદ્ધ જૈન ” માં પ્રસિદ્ધ થયેલા છે તેથી, અને લેખક જન્મે જૈન છે અને શ્રેણી ખાખતા એમણે જૈન સમાજને ઉદ્દેશી ચર્ચા છે તેથી, સ્થૂલ રીતે વિચાર કરનાર અને વાંચનાર વર્ગને એમ લાગવાને ચોક્કસ સભવ છે કે પ્રસ્તુત લેખસંગ્રહ તે જૈન પર્'પરા સાથે જ સબધ ધરાવે છે. અને લેખક જૈન પર’પરાની પરિધિમાં જ વિચાર કરતા હશે. પરંતુ જેઓ પ્રસ્તુત લેખેના લેખકના માનસને ઠીક ઠીક પિણે છે અને જેમણે જાણ્યું કે અજાણ્ય તેમના કાઈ પણ લેખ વાંચ્યા હશે તેમને એ કહેવાની જરૂર જ નથી કે પરમા નંદભાઈ નાના કે મોટા કાઈ પણ વર્તુલમાં કામ કરતા હોય ત્યારે કદી સંકુચિત દૃષ્ટિથી કે સાંપ્રદાયિક દૃષ્ટિથી નથી વિચારતા કે નથી લખતા. એમણે જ્યાં જ્યાં જૈન સમાજને ઉદ્દેશી કે તેની સાથે સબંધ ધરાવનાર પ્રશ્નોને લક્ષીને લખ્યું છે ત્યાં પણ તેમના માપદંડ માત્ર સત્યલક્ષી અને માનવતાવાદી જ રહ્યો છે. કાઈ એક મુસલમાન કે ખ્રિસ્તી પોતાના કાર્યક્ષેત્રને અનુસરી ઇસ્લામ કે ખ્રિસ્તીધર્મને ઉદ્દેશીને અને છતાં સંપૂર્ણ માનવતાસ્પર્શી લખે, વિચારે કુ કામ કરે એને જો એ પરંપરા સિવાયના લોકો તર પરંપરાનું કાય લેખી તે વિશે એપરવા રહે તો એમાં એમને જ ગુમાવવાનું છે. અલબત્ત, વિચારશીલ વાચકેાને ફાળે એટલું કરવાનુ તા બાકી રહે જ છે કે જ્યાં જ્યાં માનવતાની દૃષ્ટિએ અને માત્ર સત્યલક્ષી દૃષ્ટિએ લેખકે વિચાર્યું કે લખ્યું હાય અને છતાં તેમાં કાઈ એક પર'પરા કે વર્ગને ઉદ્દેશીને જ કહેવાયું હાય ત્યાં ત્યાં એ બધાંમાંથી પર પરાવિશેષ અને સમાવિશેષનુ નામ ગાળી તે પાછળ રહેલ લેખકની વ્યાપક દૃષ્ટિને જ પકડવી. છેવટે તો કાઈ પણુ લેખક કે વિચારક અમુક પરિસ્થિતિ અને અમુક તુલને લક્ષમાં રાખીને જ લખતા કે વિચારતા હાય છે. એટલે વાચક માટે જોવાનું એ બાકી રહે છે કે તેનુ લખાણ કઈ દૃષ્ટિથી પ્રેરાયેલું છે. જો એને લખાણની પ્રેરક દૃષ્ટિ વ્યાપક અને માત્ર સત્યલક્ષી લાગે તો પછી એને માટે એ લખાણ વાચનક્ષમ અને વિચારક્ષમ બને છે. હુ. પેાતે પરમાનભાઈનાં સંપ્રદાય, પંચ કે સમાજના ઉદ્દેશથી લખાયેલાં પહેલેથી આજ સુધીનાં બધાં લખાણેને એ જ કસોટીથી શ્વેતા આવ્યો છું અને મારી ખાતરી થઈ છે કે તેમનાં એ બધાં લખાણો ગમે તે પથ, નાત કે સમાજને સમાન પ્રશ્નો પરત્વે એકસરખા લાગુ પડે છે. તેથી સૂચવવાનું પ્રાપ્ત એ થાય છે કે જેમ કાઈ પણુ સાંપ્રદાયિક જૈન એમનાં લખાણાને માત્ર જૈનલક્ષી માનવાની ભૂલ ન કરે તેમ જૈનેતરો પણ એવી ભૂલ ન કરે. ·C Page #3 -------------------------------------------------------------------------- ________________ અમુલ્લા [૮૦૫ લેખસંગ્રહ પાંચ ભાગમાં વહેંચાયેલું છે. સમાજદર્શન, તત્વચર્યા, તુવર્ણન, પ્રવાસવર્ણન અને વ્યક્તિ પરિચય. આ પાંચ વિભાગમાં સમાતા લેખેનું હાર્દ વિચારતાં એમ કહેવું પ્રાપ્ત થાય છે કે લેખકનું માનસિક વલણ જ એવું છે કે તે જડ-ચેતન, સ્થૂળ-સૂક્ષ્મ, વ્યવહાર–પરમાર્થ, વ્યક્તિ–સમાજ આદિ અનેક વિષયને લગતી વિવિધ બાબતે અને વિગતેને સ્પર્શે છે, પણ તે કુતૂહલપૂર્ણ જિજ્ઞાસાથી અને કાંઈક નક્કર સત્ય તારવી આપવાની ધગશથી -જ. તેથી જ દરેક મુખ્ય વક્તવ્યમાં વિશાળતા સાથે તલસ્પર્શી ઊંડાણું પણ નજરે પડે છે. લેખકનો ગુજરાતી ભાષા ઉપર કાબૂ તે અદ્ભુત છે. પ્રત્યેક લખાણમાં ભાષાનું એકસરખું ઘેરણ નજરે પડે છે. આવી શિષ્ટ, સુપ્રસન્ન અને વેગીલી ભાષા એ જેવી તેવી સિદ્ધિ નથી. લેખનો વિષય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય ત્યાં પણ ભાષા અને શૈલી વાચકને વિચાર-વિહાર સાથે સાહિત્યવિહાર પણ કરાવે છે. તુવર્ણનનો આ વિભાગ લોકભાષામાં એક નવું પ્રકરણ ઉમેરો હોય તેમ લાગે છે. સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓમાં પ્રતિ એવાં ઋતુઓને લગતાં ગદ્ય-પદ્ય વર્ણને અનેક છે. એ વર્ણનમાં અમુક માદકતા પણ હોય છે, પરંતુ પ્રસ્તુત “ઋતુવર્ણન’ જુદી જ ભૂમિકા ઉપરથી પ્રસવ પામ્યું છે, એમ કઈ પણ વાચકને લાગ્યા વિના નહિ રહે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રાધ્યાપકે સુધાને આ ઋતુવર્ણન” વાંચ્યા પછી કઈ ઋતુમાં કંટાળે નહિ આવે. દરેક ઋતુની વિશેષતા ધ્યાનમાં આવવા સાથે વાચકને પ્રકૃતિવરૂપ સાથે તાદામ્ય અનુભવવાનો નાદ લાગવાન. શરદ, વર્ષ અને બહુ તે વસંતનું વર્ણન સને રુએ, પણ આજ લગી ધગધગતો ઉનાળે કેને સ છે? જ્યારે આ લેખકે ઉનાળામાં પણ સાચો આનંદ માણ્યો છે અને એ જ આનંદના સંવેદનમાંથી ઉનાળાનું ગદ્યકાવ્ય સરી પડ્યું છે. શિયાળાની કડકડતી ટાઢની ખુમારી લેખકે જે અનુભવી છે તે બીજાઓ પણ અનુભવી શકે. પરંતુ તે ક્યારે? જે પ્રકૃતિના એ શીતલ પાસા પ્રત્યે તદ્દન સાહજિક સમભાવ હોય તે જ. લેખકે જુદી જુદી ઋતુઓનાં અનુભવેલ પાસાંઓને કળામય રીતે રજૂ કરી પ્રકૃતિના ગમે તે સ્વરૂપમાંથી પણ સુખ મેળવવાની કળા-ઈન્દ્રિય જાગ્રત કરી છે. મને એમ લાગે છે કે “તુવર્ણનને, આખે વિભાગ અભ્યાસક્રમના ઊંચા ધોરણમાં રાખવા જેવો છે, અગર તો વિદ્યાર્થીએને વાંચવાની ખાસ ભલામણું કરવા જેવું છે. પ્રવાસવર્ણનમાં કુલે સાત લે છે. દરેકને પિતાપિતાની આગવી વિશેષતા છે. ગોપનાથને કિનારે, સમુદ્ર, તફાની પવન, એકાન્ત શાન્તિ એ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૮૦૬] દર્શન અને ચિંતન બધાંના સંવાદમાંથી લેખકના માનસમાં આવિર્ભાવ પામેલું ઊંડું ચિન્તન અને સ્વા –એ બધું વાંચ્યા પછી મારા જેવાને પણ થઈ આવે છે કે એક વાર તે ગોપનાથ જઈએ. મવિહાર એ તે સ્વાનુભવ છતાં લેખકે એને અપૂર્વ રંગ કહ્યો છે, કારણ કે એ વ્યવિહાર દ્વારા લેખક દિવ્યતાને વ્યમમાં વિચરવા મથે છે. માનવદેહ સાથે લાધેલી અનન્યસુલભ શક્તિઓનું ભાન થતાં લેખક એના રસન્માદમાં કોઈ કલ્પના અને ચિંતનગમ વ્યમમાં વિહાર કરે છે. જે લેખકમાં કળા, વિજ્ઞાન, સાહિત્ય, ભૌતિક વિદ્યા, પ્રેમ, સેવા, તત્ત્વજ્ઞાન આદિના. સંસ્કારે એકરસે રસાયા ન હતા તે સ્થૂળ ભવિહારમાંથી “અપૂર્વગ” સૂઝત નહિ. મશરૂવાળાને ઊધઈનું જીવન લખતાં કેઈ નવી જ જીવ–પરમાત્મસૃષ્ટિ દેખાઈ છે, તેમ અહીં “ અપૂર્વરંગ” માં છે. જે લોકો માત્ર ચાલુ જીવનમાં જ ગોથાં ખાતાં હેય તેઓને ન રસ માણવા માટે આ બોમવિહાર' ઉપયોગી છે. નાસિકવાળા લેખમાં બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેય પરંપરાના ઈતિહાસની ઝાંખી તે છે જ, પણ એમાં ગોદાવરી, વ્યંબક, ગજપંથા, પાંડવગુફા વગેરેનાં જે સંવેદનપૂર્ણ શબ્દચિત્ર છે, જ્ઞાન અને ભક્તિનું એમાં જે સમ્મિશ્રણ છે તેમ જ સાદી, વીતરાગ જૈન મૂર્તિને અસંગત એવી આડંબરી પ્રથાની જે ગ્રંથિભેદપષક તટસ્થ પર્યાલેચના છે તે બધું કઈ પણ તીર્થના યાત્રીને કઈ કઈ દૃષ્ટિએ યાત્રા કરવી અને તેમાંથી જ્ઞાન અને વિવેક કેવી રીતે કેળવવાં એનો પાઠ શીખવે છે. એકકાવાળાએ આપેલ દ્રાક્ષને ઝૂમખે એ માનવતાની દીવાદાંડી છે. તથાગત બુદ્ધ થયા અને છતાં તે જ માટીના બનેલ આપણે અબુધ રહ્યા એ કથનમાં લેખકનું ઊંડું • આત્મનિરીક્ષણ છે. ગોપનાથનું વર્ણન વાંચતાં વાચક અનુભવે છે કે જાણે હું દરિયાકિનારે જ હોઉં. વ્યોમવિહાર સાંભળતાં બોમમાં વિહરવાનું ભાન થાય છે. ગિરનારનું વર્ણન ગિરનારમાં દેખાતાં દશ્ય વાચક સમક્ષ ઉપસ્થિત કરે છે. સ્થૂળ દયે, સુકમ સંવેદને અને તત્ત્વચિંતન આદિની અનેક કણિકાઓ—એ બધાંમાંથી લેખક. સપ્તરંગી મેઘધનુની છટા ઊભી કરે છે. આમાં ઘણી યુક્તિઓ પણ આવે છે. ભૌતિક સમૃદ્ધિની વિવિધતા, વનસ્પતિ અને પશુપક્ષીની વિવિધતા, પ્રકૃતિરચનાની વિવિધતા, ધર્મપરંપરાઓ અને ધર્મસ્થાનોની વિવિધતા, સાધુસંતની વિવિધતા અને એતિહાસિક બનાવોની વિવિધતા–બધી વિવિધતાઓ વચ્ચે ગિરનાર તે કુટરથ! પરંતુ Life Divineની વિવિધતા અને તેમાંની એકતા એ સૌમાં ચડે. લેખકે કેટલા સંસ્કાર ઝીલ્યા છે અને કેટલા વિકસાવ્યા છે, એ આ લેખમાં જોવા મળે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ સમુલાસ [ ૮૦૦ જ્યારે ભીમદેવ પ્રભાસપાટણને ઉદ્ધાર કરે છે લગભગ તે જ અરસામાં તેને મંત્રી વિમળશાહ આબુકુંભારિયામાં મંદિર બંધાવે છે. પથ્થર અને આરસપહાણની શિલ્પકૃતિઓ શરૂ થાય છે. કૃષ્ણ જેવા લેકેતર પુરુષને પ્રભાસપાટણમાં થયેલ કસણુત દિલ્હીમાં ગાંધીજીના કિસ્સાની અને જેરૂસલેમમાં ક્રાઈસ્ટના કિસ્સાની યાદ આપે છે. મહમ્મદ પૈગંબરે દરેક ધર્મ અને તીર્થને આદર આપવા ફરમાવ્યું છે. પિતે તે આખી જિંદગી એ રીતે વર્યાં છે, પણ આરબ કબીલાઓની વારસાગત ખવૃત્તિ ધર્મની બાબતમાં ચાલુ રહી અને પછીને ઇસ્લામ જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં પેગંબરના ફરમાનથી ઊલટું જ કર્યું. એની છાપ સોમનાથ ઉપર છે. હિંદુ-માનસ આમ તો તત્વચિંતનમાં દીર્ધદષ્ટિ ધરાવે છે, પણ વ્યવહારમાં સમર્થ સામે ટકવા જેટલું સંગઠન તેણે ન સાધ્યું તે ન જ સાધ્યું. નહિ તે છેલ્લાં વર્ષોમાં નવાબનું શું ગજું? જેને તેથીય વધારે નબળા. કોઈ બીજો રક્ષે તે સ્ત્રી પેઠે રક્ષાય, નહિ તે હણ્ય ! સોમનાથની પેઠે માંગરોળમાં પણ એક બહુ મોટી અને ભવ્ય મસ્જિદ છે, જે જૈન મંદિરનું રૂપાન્તર છે. જૈન--અજૈન હજુ પૂર્ણ એકરસ નથી થતા. શ્રી. મુનશીજીએ જૂના અવશે નિર્મૂળ કર્યા એ પણ એક કાળની ગતિ ! મીનાક્ષીમંદિરવાળા લેખમાં દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમનાં તીર્થોની તુલના છે, જે એ તીર્થોની વિવિધતાને ખ્યાલ પૂરો પાડે છે. શિવ અને પાર્વતીનું મહત્વ, આલિખિત પુરાણકથાઓ, નાનાવિધ કોતરકામ, જળાશય, દીપમાળ, ગર્ભમંદિરની સંકડાશ, વહેમ, ભક્તિ, પ્રાંગણમાં ભરાતાં બજાર, રંગબેરંગી પોશાકવાળો નારીવર્ગ વગેરે મદુરાના મીનાક્ષી મંદિરની જેમ અન્ય તીર્થોમાં પણ દેખાય છે. બેરેબુદુર (ઈન્ડોનેશિયા) વગેરેનાં મંદિરે અને શિલ્પ એ દક્ષિણ જેવાં જ વિશાળ છે. કદાચ ઉત્તરમાં વિદેશી આક્રમણને લીધે મંદિરે મોટાં ન રચાયાં હોય. જેમ બ્રાહ્મ જેવા સમાજે હિંદુ સમાજમાંથી મૂર્તિ ફેલાવી ન શક્યા તેમ સ્થાનકવાસી આદિ સમાજે જૈન સમાજમાંથી પણ કરી ન શક્યા. મૂર્તિ એ નેત્રગમ્ય પણ રમ્ય અને ધ્યાન ખેંચે તેવી વસ્તુ છે. મીનાક્ષીમંદિરના વિવિધ પાસાંવાળા દર્શને લેખમાં જે ઉઠાવદાર આકાર ધારણ કર્યો છે તે લેખકની સ્મૃતિ અને એકાગ્રતાને સવાદી નમૂને છે. ત્રિતની મીનાક્ષીવાળા લેખમાં લેખકે મીનાક્ષીને ત્રીજા સ્તનની અને મહાદેવના ત્રીજા નેત્રની પૌરાણિક આખ્યાયિકા આપીને પિતે ત્રીજા સ્તન અને ત્રીજા. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮ ] દર્શન અને ચિંતન નેત્રને આધ્યાત્મિક અર્થ પણ તારવ્યા છે. તે એ છે કે ત્રીજું સ્તન એટલે પ્રેમપૂર્તિ માતૃહૃદય અને ત્રીજું નેત્ર એટલે ગીનું દિવ્યજ્ઞાન. મીનાક્ષી અને મહાદેવનું મિલન એટલે પ્રેમ અને જ્ઞાનનું મિલન. આ આધ્યાત્મિક અર્થ સુસંગત છે. પરંતુ એ લેખ વાંચતાં મને જે બીજો વિચાર સ્ફર્યો છે તે પણ અહીં લખી દે ઠીક લાગે છે. ખરી રીતે મીનાક્ષી એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે. દુનિયાની સ્ત્રી પ્રકૃતિ દ્વિસ્તરી છે, જ્યારે લેકર પ્રકૃતિ ત્રિસ્તની છે. સાધારણ પુસા દ્વિચક્ષુ છે, જ્યારે લોકોત્તર પુષ–મહાદેવ-તૃતીય નેત્ર અર્થાત દિવ્યનેત્રધારી છે. મીનાક્ષી–મહાદેવની આખ્યાયિકામાં સાંખ્ય-ગની કલ્પના ભાસે છે. મીનાક્ષી અર્થાત પ્રકૃતિ સર્વ ઉપર વિજય મેળવે, કેમ કે તે મૂળશંક્તિ છે, પણ પરમપુષ્પને જીતી ન શકે; તેને તે તે અધીન જ બને, એ મર્મ મીનાક્ષીના વિશ્વવિજય અને છેવટે મહાદેવથી જિતાતાં તેને વરવામાં રહેલો છે. મહાદેવ તાંડવનૃત્ય કરે છે, એટલે કે પુરુષમાત્ર પ્રકૃતિરૂપ સ્ત્રીના સન્નિધાનમાં રોમાંચ અનુભવે છે. તેમાંથી જ સર્જન થાય છે. પરમપુર સર્જન કરવું હોય તે પ્રકૃતિના સનિધાનમાં માંચિત થયે જ છૂટકે અને તો જ સર્જન થાય. પૌરુષેય બળકૌશળ જોઈ સ્ત્રી-પ્રકૃતિ તેને વશ થાય. આ પરાજય અને સંવનન એ એક પ્રકારને દામ્પત્યક્ષોભ છે. વિષ્ણુ મીનાક્ષી--મહાદેવનાં લગ્ન કરાવે છે, કેમ કે વિષ્ણુનું કાર્ય સૃષ્ટિ પેદા થયા પછી તેને નભાવવાનું–પાલન કરવાનું છે. લગ્ન ન થાય તે સૃષ્ટિ કેવી અને તે વિના પાલન કેવું ? “ વ્યક્તિ પરિચયમાં કુલ આઠ રેખાચિત્ર છે. કાકા કાલેલકર અને તુલજારામ ટેકર એ બે બાદ કરતાં બાકી બધાં સદ્ગત વ્યક્તિઓને લગતાં છે. તેમાંથી વેણીરામ મારવાડી, સન્મિત્ર કરવિજયજી, શ્રીયુત કુંવરજીભાઈ અને શ્રીયુત વ્રજલાલ મેઘાણી એ ચારના પરિચયમાં હું આવે. સન્મિત્ર કપૂરવિજયજીને પરિચય ઠીક ઠીક થયેલ. કુંવરજીભાઈને પરિચય પણ અનેક રીતે વધેતેમની સાથે અને તેમને ત્યાં પણ રહે. કલાકના કલાકે લગી તેમની સાથે અનેક વિષયોમાં રાતના બાર બાર વાગ્યા સુધી મીઠી ચર્ચાઓ ચાલતી. તેમનું કૌટુંબિક અને સામાજિક જીવન જેવાની તકે પણ સાંપડેલી. શ્રીયુત મેઘાણીના નિકટ પરિચયમાં આવવાનું અનેક રીતે બન્યું હતું. તેમના મકાનમાં અને પડોશમાં સૂવા, રહેવા અને જમવાની સગવડ હતી; એટલે તેમની સાથે ધર્મ, તત્વજ્ઞાન, સામાજિક સેવા અને સુધારા, ધાર્મિક રૂઢિઓથી મુક્તિ આદિ અનેક વિષયો ઉપર અમારી ચર્ચા ચાલતી. આ પરિચયજન્ય સંસ્કારે રાખી તે તે વ્યક્તિનાં રેખાચિત્ર તપાસું છું તે તે વિશે એટલું જ કહેવું પ્રાપ્ત થાય છે કે લેખકે લખાણના રસ કે Page #7 -------------------------------------------------------------------------- ________________ મુલાસ ૮૦૯ વગમાં આવી જઈને પરિચયપાત્ર વ્યક્તિના અંગત સંબંધ કે વિશિષ્ટ મોહમાં લેશ પણ તણાયા વિના તે તે વ્યક્તિનું તાદશ ચિત્ર રજૂ કરેલ છે. * પિતાના પિતા વિશે એક જાગ્રત વિચારશીલ પુત્ર તટસ્થભાવે કાંઈ લખે ત્યારે એમાં કોઈને કશું જ ઉમેરવાનો અધિકાર હેઈ શકે જ નહિ, ભલે અંગત સ્મરણે ગમે તેટલાં હોય. તેમ છતાં એ રેખાચિત્રમાંની એક-બે બાબતે તરફ વાંચકોનું લક્ષ જશે જ. પિતા-પુત્રની માત્ર જુદી જ નહિ, પણ કેટલેક અંશે વિરુદ્ધ એવી વિચાર-વર્તનસરણી અને તેમ છતાં એક બાજુ મોટું મન અને બીજી બાજુ વડીલે પ્રત્યે હાર્દિક બહુમાનની લાગણી. સાંકડું મન, અસહિષ્ણુતા અને ઉતાવળિયાપણું જેવાં તો અનેક કિસ્સાઓમાં પિતા-પુત્ર કે માતા-પુત્ર વચ્ચે મોટી દીવાલ ઊભી કરતાં હોય તે યુગમાં જે આવું પિતા-પુત્રનું સૌમનસ્ય જોવા મળે તો એવા કુટુંબને હરકોઈ પુણ્યશાળી જ લેખશે. બીજી બાબત તે પિતાને પુત્રમાં વિકસિતરૂપે સંક્રાન્ત થયેલે વાર. મેઘાણીના પ્રથમ પ્રગટ થયેલ રેખાચિત્રે તે વખતે અશુપાત કરાવેલ. આટલા વર્ષો પછી પણ એના વાચને હૃદયને ગદગદ કરાવ્યું. એને હું રેખાચિત્રના આલેખનની સફળ કસોટી સમજું છું. એ રેખાચિત્રમાં સંસ્કારસંપન્ન એવા કરણપૂર્ણ મિત્રની વિદાયવ્યથા કરુણકાવ્યરૂપે વ્યક્ત થઈ છે, જે સહૃદયનેત્રને ભજવ્યા વિના ભાગ્યે જ રહે. કાકાસાહેબ તે હવે કેઈથી અવિદિત નથી. એટલે જિજ્ઞાસુ વાચકે એવી અભિલાષા સેવાશે કે એ જ ફળદ્રુપ લેખિનીથી કાકાહેબનું વિસ્તૃત રેખાચિત્ર આલેખાય. તુળજારામ ટેકરનું વ્યકિતત્વ એક જુદી જ ભાત પાડે છે. એમાં ચોકસાઈ અને સાવધાની છે, પણ દૂધને દાઝયો દહીં કે એ વૃત્તિ પણ એમાં દેખા દે છે. પરંતુ લેખકે બધા જ વિધી ભાવેને એ ઉઠાવ આપે છે કે એ વાંચવું ગમે અને કાંઈક શીખવાનું પણ મળે. સમાજદર્શનમાં ૧૫ લેખે છે. ધ્રુતપ્રતિષ્ઠાના મથાળા નીચે સટ્ટાવૃત્તિની સમાલોચના છે. ઘતરિ તે શું, કેવા સંજોગોમાં તે જન્મ લે છે અને વિકસે છે, તે કેવાં કેવાં રૂપ ધારણ કરે છે, તેનાં માઠાં પરિણમે ઈતિહાસે કેવાં નિધ્યાં છે, સંતપુરુષોએ વ્રતના ત્યાગને ધર્મમાં કેવું સ્થાન આપ્યું છે, સમાજ ઉપર ઘતત્યાગની કેવી પ્રતિષ્ઠિત છાપ છે, અને છતાં નવનવરૂપે જુગારના વટવૃક્ષની વડવાઈઓ કૂટતાં વર્તમાનયુગમાં સટ્ટાએ કેવું કરાળ-વિકરાળ રૂપ ધારણ કર્યું છે, વગેરે અનેક બાબતનું ઠરેલ અને વિશદ વર્ણન એક અધ્યા Page #8 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ ] દર્શન અને ચિંતન પકની અદાથી તેમ જ સ્વસ્થતાની ખુમારીથી થયું હોય તેમ લાગે છે. વ્યાપાર અને સટ્ટાવૃત્તિની વચ્ચે શું સામ્ય–વૈષમ્ય છે, બનેમાં કયાં તત્વોનું મિશ્રણ છે, બન્નેની સીમાઓ ક્યાં જુદી પડે છે, અને છેવટે સટ્ટાની વ્યાખ્યા શી, વગેરે વિશે આટલું સુરેખ નિરૂપણ વ્યાપારક્ષેત્ર બહારના કેઈ પણ વિદ્વાન સુધ્ધાને હાથે થવું શક્ય નથી. એ નિરૂપણમાં વ્યાપારી વર્તુલને જાગતે અનુભવ મનસિક ઉત્થાન-પતનનું નિરીક્ષણ સ્પષ્ટ તરી આવે છે. સટ્ટાવૃત્તિને રાજ્યના ટકા ઉપરાંત ધર્મગુરુઓને અને ત્યાગીવર્ગ કે ટેકે છે, શ્રમ વિના ઘેડા જ વખતમાં ધનિક થઈ જવાની લાલસાને લીધે એ વૃત્તિએ શહેર અને ગામડાને કેવી રીતે એકસરખાં પ્રસ્યાં છે, અને વડીલેની સટ્ટાવૃતિ સંતતિ ઉપર કેવી કેવી અસર નિપજાવે છે, એ બધું જાતે અનુભવાતું લેખમાં એવી સુસંગત રીતે અંકિત થયું છે કે તે વાચકના મનને વશ કરી લે છે. બીજો લેખ વર્ણસંકર વિશેને છે. સામાન્યમાંથી વિશેષમાં અને વિશેષમાંથી સામાન્યમાં જવું એ કુશળ લેખકની કળા છે. વર્ણસંકરના સામાન્ય તત્વમાંથી અહીં લેખક વિશેષમાં ઊતરે છે, અને વિશેષ એટલે જે પિતાને અને પિતાના સમાજને અતિપરિચિત છે તે. તેથી લેખકે વૈશ્યત્વ અને જૈનત્વ એ બને છેડાનું ખરું સ્વરૂપ રજૂ કર્યું છે. વૈશ્યત્વ એ કુળ, સંસ્કાર અને જીવનની ધૂળ બાજુ છે; જૈનવ એ સમજણ અને સત્યુષાર્થની સૂક્ષ્મ અંતર બાજુ છે. એ બન્નેનો ચિતાર લેખકે પિતાને સુપરિચિત એવી સરખા મણીની પદ્ધતિએ કરાવ્યું છે, અને એ બન્ને સામસામા છેડાનું હાનિકારક સાંક લાભમાં કેમ પરિણમે એ દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. વિ શુટું ઃિ કંચન અને લિવર નિમિત્તે લખાયેલે આ લેખ સમાજ, ધર્મ, કેળવણી અને માનસશાસ્ત્ર જેવાં અનેક તને સ્પર્શ છે. એની શૈલી એક ખળખળ વહેતા ઝરાની પેઠે સરેરાટ ચાલી જાય છે. કર્યાદાનું અનુસરણ અને સત્યનું અનુસરણ એ બે ક્યાં સુધી સાથે ચાલી શકે અને ક્યાંથી જુદા પડે, તેમ જ એકમેક સામે વિરદ્ધ બની મોરચે ઊભે કરે તે પ્રશ્ન માત્ર સામાજિક નથી; ધાર્મિક, આર્થિક અને આધ્યાત્મિક પણ છે. પણ આવી અથડામણમાંથી જ સત્યલક્ષી માનસ ફૂટી નીકળે છે ને સમાજ કાયાપલટ કરે છે. આ વસ્તુ પ્રસ્તુત લેખ યોગ્ય રીતે દર્શાવી આપે છે. એ ભવભૂતિના વાક્ય व्यतिषजति पदार्थानान्तरः कोऽपि हेतुः । न खलु बहिषाधीन्प्रीतयः संश्रयन्ते ॥ Page #9 -------------------------------------------------------------------------- ________________ મુલાસ [ ૮૧૧ સાથે યુવક-માનસનું વિજાતીય પરસ્પર આકર્ષણ જે રીતે (પૃ.૨૬) આલેખાયું છે તે એક ગદ્યકાવ્ય બની રહે છે. સામાજિક એકતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યની મર્યાદા એ વિષય ચર્ચતાં વિકસિત અને જાગ્રત સમાજમાં સૌ કોઈ વ્યક્તિ એક જ વિચાર તથા આચારની હોય તે શક્ય નથી અને શક્ય હોય તો પણ પ્રગતિની દષ્ટિએ ઇષ્ટ નથી, એમ પ્રતિપાદન કરીને સરમુખત્યારશાહી ઈટાલી, જર્મની યા રશિયામાંનું એકતાસૂચક તંત્ર કેવું પિલું અને ભયપ્રેરિત હતું યા છે તેનું ચિત્ર લેખકે યથાવત દર્યું છે. ઘણી વાર નાતજાતની કટ્ટર દેખાતી એકતામાં વિધી બળે. અંદરખાનેથી કામ કરતાં હોય છે તે વખત આવતાં તે ફૂટી નીકળે છે. એકતા અને વ્યક્તિ સ્વાતંત્ર્ય એ બે વચ્ચે વિરોધ કેમ છે, બન્નેને ઉદ્દેશ સામાજિક પ્રગતિ હેવા છતાં બન્ને અરસપરસ કેમ અથડાય છે, તેનું વિશ્લેષણું તાદશ છે અને એ બને તો કેવી રીતે મર્યાદા સ્વીકારે તે સાથે રહી શકે અને પ્રગતિ સાધક બની શકે એ સરસ રીતે દર્શાવ્યું છે. પક્ષ-પ્રતિપક્ષ કેમ બંધાય છે, કેમ પિોષાય છે ને પરસ્પર ધાતક કેમ બને છે, તેનું વિશ્લેષણ એ નયવાદનું વિશ્લેષણ છે. “મો થવક્ષતાક્ષમાવાન્ ” એ આચાર્ય હેમચંદ્રની ઉક્તિનું લેખકે ભાષ્ય કર્યું છે. “વર્તન કરતાં પણ વાણુને ઘા માણસને વધારે આકરે. લાગે છે. આપણું વાણીમાં સત્ય જોઈએ, પણ સાથે સાથે બને તેટલી મૃદુતા અને નમ્રતા જોઈએ.–લેખકની આ ઉક્તિ તેમના પિતામાં જ મૂર્ત થયેલી પરિચિતે જાણે છે. પૃ. ૩૪થી એકથી છ સુધી જે મુદ્દા ચર્ચા છે કે નિયમો દર્શાવ્યા છે તે ઓછી સમજણ ને સાભિમાન વલણ તેમ જ વધારે સમજણ ને નિરભિમાન વલણ એ બે વૃત્તિઓને ખુલાસે છે. અહીં વૈયક્તિક અને સામૂહિક માનસનું એક એવું વિશ્લેષણ છે કે જે નયવાદ અને અનેકાન્તદૃષ્ટિનું સ્પષ્ટીકરણ કરે છે. જે વાત અત્યાર લગી તત્ત્વજ્ઞાન અને ધર્મમાં ચર્ચાતી આવી છે તેને સમાજ પર પણ લાગુ કરાયેલી હેઈ જીવંત બની છે. જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાન પાંત્રીસ વર્ષ પહેલાં લખાયેલ આ લેખમાં પણ તુલનાનું તત્વ આકર્ષક છે અને દૃષ્ટિબિંદુ ચોખું રજૂ થાય છે. જૈન દર્શનની તાત્ત્વિક માન્યતા બરાબર રજૂ થઈ છે. કથાસાહિત્ય ઉપરથી અને સમાજમાં વતતી ભાવના ઉપરથી તેમ જ કેટલાંક સતી વિશેના જૈન ખાલથી જૈન દષ્ટિબિન્દુનું મૂલ્યાંકન હિંદુ દષ્ટિ કરતાં ચડિયાતું લાગે છે. તેમ છતાં લેખકે એ જેનદષ્ટિથી વ્યવહારમાં ચુત થયેલ જૈન સમાજનું ચિત્ર પણ દોયું છે. દર્શન અને ધર્મની ભાવનાથી Page #10 -------------------------------------------------------------------------- ________________ (૮૧૨ 3 દર્શન અને ચિંતનસમાજ જુદી રીતે વર્તે ત્યારે તેના ઉપર અન્ય બળોનો પ્રભાવ હોય જ છે. જન સમાજ ઉપર પણ વૈદિક અને સ્માર્ત સમાજનાં બળને પ્રભાવ બહુ છે. -દીક્ષાનો કૂટ પ્રશ્ન: - સાધુવંદ વિશે નિર્માલ્ય અને બુદ્ધિજડ જેવાં વિશેષણે વાંચીને કેટલાકને ભ થાય, પણ એવા જ ભાઈઓ જે બરાબર નિરીક્ષણ કરશે તે એ કથન સત્ય લાગવાનું. વળી દીક્ષા એ ધાર્મિક-આધ્યાત્મિક હોવા ઉપરાંત સામાજિક પણ છે. એટલે એની સાથે સામાજિક હિતાહિતને સવાલ વિચાર્યા વિના ન ચાલે. છેવટે તે દીક્ષિત સમાજાતિ જ છે. સમાજના પડઘા નબળા દીક્ષિત ઉપર પડે જ છે અને સબળ દીક્ષિત સમાજને ચડાવે પણ છે. તેથી લેખકનું આ દૃષ્ટિબિંદુ દીક્ષાના પ્રસંગમાં વિચારવા જેવું છે. આ પછીના સાતમા અને આઠમા નંબરવાળા બને લેખો (બાળદીક્ષા” અને “હજી પણ અયોગ્ય દીક્ષા') દીક્ષાને લગતા જ છે. બાળદીક્ષા અને અયોગ્ય દીક્ષા આપવાને કારણે પિતાની થયેલી અને થતી ફજેતી સામે આંખમીંચામણ કરવા ન ઈચ્છનાર અને ખુલ્લા મને સત્ય વિશે વિચાર કરવા ઈચ્છનાર સાધુવર્ગ તેમ જ ઉપાસકવર્ગને આ લેખમાં ઘણું સત્ય અને શિવ જણાશે. ૯ થી ૧૪ સુધીના છ લેખો જુદી જુદી રીતે પણ જૈન સમાજની પૃસ્યાસ્પૃશ્યતાની ભાવનાને જ સ્પર્શે છે, અને તે ભાવનાથી નીપજતાં અનિષ્ટ પરિણામે તરફ સમાજને સાવધાન કરે છે, ને સાથે જૈન દર્શન તેમ જ ધર્મની યથાર્થ ભૂમિકાનું નિરૂપણ કરે છે, દેવદ્રવ્યને ઉપયોગ - આ લેખમાં દેવદ્રવ્યના પ્રશ્નને સ્પર્શત અનેક દૃષ્ટિએ વિચાર રજૂ થયે છે, જે બધા જ સમજદારને માટે એકસરખો ઉપયોગી છે. દેવદ્રવ્યને પ્રશ્ન અત્યાર લગીમાં એટલે બધે વધારે ને વિવિધ રીતે ચર્ચા છે કે તે બાબત આ લેખ વાંચી જવાની ભલામણ કરવા ઉપરાંત કાંઈ વિશેષ કહેવાપણું રહેતું નથી. હા, લેખકના સર્વકલ્યાણકાંક્ષી પણ કકળતા હૃદયમાંથી, એક વેધક ઉક્તિ સરી પડી છે. આ રહી તે ઉતિઃ “ પણ અમારી કોઈ પણ ધાર્મિક સંસ્થાઓ સંબંધમાં આપણું સરકારે કશે જ કાયદે ન કરે અને કોઈ કાયદે કરવામાં આવશે તે તેને અમે પૂરી તાકાતથી સામને કરીશું, એમ બોલવું અને વર્તવું તે આવેલી આઝાદીના ગર્ભમાં રહેલી સામાજિક ઉત્ક્રાન્તિની કસુવાવડ તરવા બરાબર છે.' “ તત્વચર્ચા” વિભાગમાં ચાર લે છે. તેમાં મહત્ત્વાકાંક્ષા નામના લેખમાં તેનું તાત્વિક અને વ્યાવહારિક સ્વરૂપ ચર્ચાયું છે. જ્યાં લગી આધ્યા Page #11 -------------------------------------------------------------------------- ________________ સમુલ્લાસ [ ૮૧૩. ત્મિક શુદ્ધિ હાય ત્યાં લગી મહત્ત્વાકાંક્ષા જુદી અને શુદ્ધિ ઘટતાં કે વિકૃત થતાં મહત્ત્વાકાંક્ષા ખુલાઈ રાક્ષસી રૂપ ધારણ કરવાની. સમાજ અને દેશમાં આ બન્ને યિાએ દેખાય છે. તેનું તત્ત્વ લેખકે નિરૂપ્યું છે. અહિંસાની અધૂરી સમજણુવાળા ખીજા લેખમાં અહિંસાનું તાત્ત્વિક સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે. એની ખાટી સમજણને લીધે એના પ્રત્યે સેવાતી નફરત અને એની અનુપયોગિતાની શંકા એ બન્નેને આ લેખ નિવારે છે. ગાંધીજીના વિચાર અને આચારે જે વસ્તુનુ સ્પષ્ટીકરણ કર્યું છે તે જ અહિંસાના સિદ્દાન્તનુ આ લેખ સજીવ ભાષ્ય અની રહે છે. લેખક જન્મે સામ્પ્રદાયિક અહિંસાવાદી હોવા છતાં એનું તત્ત્વ એમને ગાંધીજીના દાખલા વિના આવું સ્પષ્ટ થયું ન જ હોત. જૈન સમાજ અને સાધુએની જે સમીક્ષા કરી છે તે તે માત્ર પરિચિત કથા જ છે, પણ ખરી રીતે બૌદ્ધ, વૈદિક આદિ બધી જ ધર્મ સંસ્થાએ વિકૃત અહિ ંસાના રોગથી જ ગ્રસ્ત છે. ચરણસ્પ ચરણસ્પર્શ અને વંદનવિધિએ પ્રકારા જે દેશકાળમાં અસ્તિત્વમાં આવ્યા તે જ સાવ બદલાઇ ગયા છે. ગુરુને માત્ર વેશથી ઓળખી વંદન કરી તો નગુણા અને ધણીવાર દુષ્ટ એવા નામધારી પણ વંદાય છે; જ્યારે કેટલીક વાર તે તે ગુણુમાં અસાધારણુ એવા પથવેશ વિનાના પુરુષોને સપ્રદાય વિધિએ નમતે માસ સંપ્રદાય દ્વારા નિ...દાય પણ છે કે શું એવા સૌંસારીઓને તમે વન્દન કરો છે? એટલે આ વિવિધ સ્વરૂપી વિશ્વમાં અહિંથી ગુણ પારખી તેની યોગ્ય પ્રતિપત્તિ કરવો એટલું જ ખસ છે. જૈન ગૃહસ્થ ૌદ્ધ કે બીજા ગૃહસ્થ સંન્યાસીઓને જૈન વિધિ અનુસાર વન્દે તા જૈને એને નાસ્તિક કહેવાના. ખુદ જૈન ફિરકામાં પણ એક ફ્રિકાના સાધુને ખીજા ફ્રિકાને ગૃહસ્થ નહિ વદે કે નહિ નમે. આ રીતે ચરણસ્પર્શી અને વંદન આદિ પ્રકાશ યેાગ્યતાની કદર કરતાં શકે છે અને એકબીજા વચ્ચે માનની દીવાલે ઊભી કરે છે. તેથી પ્રસ્તુત લેખ અહુ સમયાચિત છે. આ વિભાગના ચોથા લેખમાં નૈતિક અપકર્ષનું પરિણામ શું હાય અને શું ન હોય એની જે ચર્ચા છે તે વિજ્ઞાનસંમત અને શાસ્ત્રસંમત પણ છે. ઘણીવાર માણુસને સાવધ કરવા કાઈ અનિષ્ટ બટના તેના દ્વેષને કારણે ખની એમ કહી તેને ઉપદેશ કરવામાં આવે છે, પણ તેથી એ બન્ને વચ્ચે કાર્ય કારણભાવ કુલિત નથી થતો. ભૌતિક દુર્ધટના સ્વકારણે મને, પણ એનાથી ઉપજાવાતા ભય એ કદાચ નૈતિક વલણમાં ઉપયોગી થાય ખરે. ત્યાં ખવીસ f Page #12 -------------------------------------------------------------------------- ________________ 814 ] દર્શન અને ચિંતન થાય છે' એ ભય ઉપજાવી છોકરાને અમુક રસ્તે જતાં રેકીએ ને કાંઈક લાભ થાય તો એનું કારણ ખવીસ નહિ પણ તજજન્ય ભય છે; કાંઈ નુકસાન થાય તે પણ એનું કારણું ખવીસ નહિ, પણ ભય છે. આસકિત ટાળવા અનિયત્વની અને અશુચિત્વની ભાવના સેવીએ તે એનો અર્થ એ નહિ કે અનિત્યત્વ અને અશુચિત્વ એ અનાસક્તિનું કારણ છે. અનિત્યત્વ અને અશુચિત્વ હોવા છતાં, અને એની જાણ હોવા છતાં, ધણીવાર આસક્તિ થાય છે. તેથી પ્રસ્તુત લેખ કાર્યકારણુભાવની બ્રાન્ત કલ્પના નિવારી તેનું સાચું પાસું રજૂ કરે છે. પ્રકૃતિ ત્રિલોકિમંડપમાં ત્રિગુણાત્મક રાસ રમ્યા જ કરે છે. સમુદ્ર-પર્વત, સૂર્ય-ચંદ્ર, ગ્રહ-નક્ષત્રના અલંકાર ધારણ કરી, વિધવિધ લતા-કુંજ, વનરાજ અને કુસુમકલિકાની વેશભૂષાથી વિભૂષિત થઈ એ નટી કાળપટ ઉપર નિયમિતપણે ફરતા ઋતુચક્ર દ્વારા સૌમ્ય અને સ્ટ, કમળ અને પ્રચંડ નૃત્ય કરતી જ રહે છે. પક્ષીઓના કલરવ અને કૂજન દ્વારા, પશુઓના આરાવ અને વિરાવ દ્વારા તેમ જ મનુષ્યના આલાપ–સંલાપ અને વિલાપ દ્વારા એ નદી રસવાહી સંગીત રેલાવતી જ રહે છે. છતાં એની લીલામાં સદા વિલસતા લાવણ્યનું પાન કરે એવી કળા-ઈદ્રિય ધરાવનાર તે વિરલા જ હોય છે. એ લીલાને તટસ્થપણે પિખનાર, પરમપુરુષની શિવમૂર્તિનું સંવેદન કરનાર તે એથીયે બહુ એ હોય છે. પણ વિરલ ક્ષણમાં થયેલ સૌન્દર્યની ઝાંખી અને એ મંગળમૂર્તિનું સંવેદન જ્યારે આવી કઈ વ્યક્તિ ખરી વાણુમાં વ્યક્ત કરે છે ત્યારે એ સત્ય, શિવ અને સુંદર બની રહે છે. પ્રસ્તુત લેખસંગ્રહના નાના કલેવરમાં એવી જ કઈ વાણીને પરિચય–ભવ્ય સંવેદનનું દર્શન–મારી પેઠે વાચકોને પણ અભ્યાધિક અંશે થશે જ. = = * શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના પુસ્તક “સત્યં શિવ સુન્દરનું પુરવચન,