________________
૮૮૮ ]
દર્શન અને ચિંતન નેત્રને આધ્યાત્મિક અર્થ પણ તારવ્યા છે. તે એ છે કે ત્રીજું સ્તન એટલે પ્રેમપૂર્તિ માતૃહૃદય અને ત્રીજું નેત્ર એટલે ગીનું દિવ્યજ્ઞાન. મીનાક્ષી અને મહાદેવનું મિલન એટલે પ્રેમ અને જ્ઞાનનું મિલન. આ આધ્યાત્મિક અર્થ સુસંગત છે. પરંતુ એ લેખ વાંચતાં મને જે બીજો વિચાર સ્ફર્યો છે તે પણ અહીં લખી દે ઠીક લાગે છે. ખરી રીતે મીનાક્ષી એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે. દુનિયાની સ્ત્રી પ્રકૃતિ દ્વિસ્તરી છે, જ્યારે લેકર પ્રકૃતિ ત્રિસ્તની છે. સાધારણ પુસા દ્વિચક્ષુ છે, જ્યારે લોકોત્તર પુષ–મહાદેવ-તૃતીય નેત્ર અર્થાત દિવ્યનેત્રધારી છે. મીનાક્ષી–મહાદેવની આખ્યાયિકામાં સાંખ્ય-ગની કલ્પના ભાસે છે. મીનાક્ષી અર્થાત પ્રકૃતિ સર્વ ઉપર વિજય મેળવે, કેમ કે તે મૂળશંક્તિ છે, પણ પરમપુષ્પને જીતી ન શકે; તેને તે તે અધીન જ બને, એ મર્મ મીનાક્ષીના વિશ્વવિજય અને છેવટે મહાદેવથી જિતાતાં તેને વરવામાં રહેલો છે. મહાદેવ તાંડવનૃત્ય કરે છે, એટલે કે પુરુષમાત્ર પ્રકૃતિરૂપ સ્ત્રીના સન્નિધાનમાં રોમાંચ અનુભવે છે. તેમાંથી જ સર્જન થાય છે. પરમપુર સર્જન કરવું હોય તે પ્રકૃતિના સનિધાનમાં માંચિત થયે જ છૂટકે અને તો જ સર્જન થાય. પૌરુષેય બળકૌશળ જોઈ સ્ત્રી-પ્રકૃતિ તેને વશ થાય. આ પરાજય અને સંવનન એ એક પ્રકારને દામ્પત્યક્ષોભ છે. વિષ્ણુ મીનાક્ષી--મહાદેવનાં લગ્ન કરાવે છે, કેમ કે વિષ્ણુનું કાર્ય સૃષ્ટિ પેદા થયા પછી તેને નભાવવાનું–પાલન કરવાનું છે. લગ્ન ન થાય તે સૃષ્ટિ કેવી અને તે વિના પાલન કેવું ? “
વ્યક્તિ પરિચયમાં કુલ આઠ રેખાચિત્ર છે. કાકા કાલેલકર અને તુલજારામ ટેકર એ બે બાદ કરતાં બાકી બધાં સદ્ગત વ્યક્તિઓને લગતાં છે. તેમાંથી વેણીરામ મારવાડી, સન્મિત્ર કરવિજયજી, શ્રીયુત કુંવરજીભાઈ અને શ્રીયુત વ્રજલાલ મેઘાણી એ ચારના પરિચયમાં હું આવે. સન્મિત્ર કપૂરવિજયજીને પરિચય ઠીક ઠીક થયેલ. કુંવરજીભાઈને પરિચય પણ અનેક રીતે વધેતેમની સાથે અને તેમને ત્યાં પણ રહે. કલાકના કલાકે લગી તેમની સાથે અનેક વિષયોમાં રાતના બાર બાર વાગ્યા સુધી મીઠી ચર્ચાઓ ચાલતી. તેમનું કૌટુંબિક અને સામાજિક જીવન જેવાની તકે પણ સાંપડેલી. શ્રીયુત મેઘાણીના નિકટ પરિચયમાં આવવાનું અનેક રીતે બન્યું હતું. તેમના મકાનમાં અને પડોશમાં સૂવા, રહેવા અને જમવાની સગવડ હતી; એટલે તેમની સાથે ધર્મ, તત્વજ્ઞાન, સામાજિક સેવા અને સુધારા, ધાર્મિક રૂઢિઓથી મુક્તિ આદિ અનેક વિષયો ઉપર અમારી ચર્ચા ચાલતી. આ પરિચયજન્ય સંસ્કારે રાખી તે તે વ્યક્તિનાં રેખાચિત્ર તપાસું છું તે તે વિશે એટલું જ કહેવું પ્રાપ્ત થાય છે કે લેખકે લખાણના રસ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org