________________
મુલાસ
૮૦૯ વગમાં આવી જઈને પરિચયપાત્ર વ્યક્તિના અંગત સંબંધ કે વિશિષ્ટ મોહમાં લેશ પણ તણાયા વિના તે તે વ્યક્તિનું તાદશ ચિત્ર રજૂ કરેલ છે.
* પિતાના પિતા વિશે એક જાગ્રત વિચારશીલ પુત્ર તટસ્થભાવે કાંઈ લખે ત્યારે એમાં કોઈને કશું જ ઉમેરવાનો અધિકાર હેઈ શકે જ નહિ, ભલે અંગત સ્મરણે ગમે તેટલાં હોય. તેમ છતાં એ રેખાચિત્રમાંની એક-બે બાબતે તરફ વાંચકોનું લક્ષ જશે જ. પિતા-પુત્રની માત્ર જુદી જ નહિ, પણ કેટલેક અંશે વિરુદ્ધ એવી વિચાર-વર્તનસરણી અને તેમ છતાં એક બાજુ મોટું મન અને બીજી બાજુ વડીલે પ્રત્યે હાર્દિક બહુમાનની લાગણી. સાંકડું મન, અસહિષ્ણુતા અને ઉતાવળિયાપણું જેવાં તો અનેક કિસ્સાઓમાં પિતા-પુત્ર કે માતા-પુત્ર વચ્ચે મોટી દીવાલ ઊભી કરતાં હોય તે યુગમાં જે આવું પિતા-પુત્રનું સૌમનસ્ય જોવા મળે તો એવા કુટુંબને હરકોઈ પુણ્યશાળી જ લેખશે. બીજી બાબત તે પિતાને પુત્રમાં વિકસિતરૂપે સંક્રાન્ત થયેલે વાર.
મેઘાણીના પ્રથમ પ્રગટ થયેલ રેખાચિત્રે તે વખતે અશુપાત કરાવેલ. આટલા વર્ષો પછી પણ એના વાચને હૃદયને ગદગદ કરાવ્યું. એને હું રેખાચિત્રના આલેખનની સફળ કસોટી સમજું છું. એ રેખાચિત્રમાં સંસ્કારસંપન્ન એવા કરણપૂર્ણ મિત્રની વિદાયવ્યથા કરુણકાવ્યરૂપે વ્યક્ત થઈ છે, જે સહૃદયનેત્રને ભજવ્યા વિના ભાગ્યે જ રહે. કાકાસાહેબ તે હવે કેઈથી અવિદિત નથી. એટલે જિજ્ઞાસુ વાચકે એવી અભિલાષા સેવાશે કે એ જ ફળદ્રુપ લેખિનીથી કાકાહેબનું વિસ્તૃત રેખાચિત્ર આલેખાય. તુળજારામ ટેકરનું વ્યકિતત્વ એક જુદી જ ભાત પાડે છે. એમાં ચોકસાઈ અને સાવધાની છે, પણ દૂધને દાઝયો દહીં કે એ વૃત્તિ પણ એમાં દેખા દે છે. પરંતુ લેખકે બધા જ વિધી ભાવેને એ ઉઠાવ આપે છે કે એ વાંચવું ગમે અને કાંઈક શીખવાનું પણ મળે.
સમાજદર્શનમાં ૧૫ લેખે છે. ધ્રુતપ્રતિષ્ઠાના મથાળા નીચે સટ્ટાવૃત્તિની સમાલોચના છે. ઘતરિ તે શું, કેવા સંજોગોમાં તે જન્મ લે છે અને વિકસે
છે, તે કેવાં કેવાં રૂપ ધારણ કરે છે, તેનાં માઠાં પરિણમે ઈતિહાસે કેવાં નિધ્યાં છે, સંતપુરુષોએ વ્રતના ત્યાગને ધર્મમાં કેવું સ્થાન આપ્યું છે, સમાજ ઉપર ઘતત્યાગની કેવી પ્રતિષ્ઠિત છાપ છે, અને છતાં નવનવરૂપે જુગારના વટવૃક્ષની વડવાઈઓ કૂટતાં વર્તમાનયુગમાં સટ્ટાએ કેવું કરાળ-વિકરાળ રૂપ ધારણ કર્યું છે, વગેરે અનેક બાબતનું ઠરેલ અને વિશદ વર્ણન એક અધ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org