Book Title: Samullasa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સમુલ્લાસ [ ૧૮ ] સત્યં શિવ સુન્દરમ'ના મથાળાથી પ્રસિદ્ધિ પામતો પ્રસ્તુત લેખસંગ્રહ મારા માટે છેક અપરિચિત તે નથી જ. આ સંગ્રહમાં આવેલા ૩૮ લેખે પિકી લગભગ ૬ જ હું પહેલી વાર સાંભળું છું. ૧. વર્ણસંકર, ૨. જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાન, ૩. મીનાક્ષી મન્દિર, . ત્રિસ્તની મીનાક્ષી, ૫. એક અજાણ્યાનું અવસાન અને ૬. તુળજારામ ટેકર- આ છ લેખો સાંભળ્યાનું સ્પષ્ટ સ્મરણ નથી. બાકીના ૩રનું ચિત્ર તે આ લેખસંગ્રહ સાંભળવા બેઠો ત્યારે મનમાં સ્પષ્ટ હતું. તેમ છતાં જુદે જુદે સમયે અને લાંબે ગાળે પ્રસિદ્ધ થયેલા અને તે જ રીતે ભિન્ન ભિન્ન સમયે ક્યારેક ઉતાવળથી તે ક્યારેક વચ્ચે આવી જતાં વિનામાં સાંભળ્યા હોય તે લેખને સંસ્કાર જુદો હોય છે, અને તે જ બધા લેખે એકસામટા તેમ જ નિરાંતે સાંભળીએ અને તે પણ તેમાંથી કાંઈક તારણ કરવાની તેમ જ તેનું મૂલ્યાંકન કરવાની દષ્ટિએ સાંભળીએ, ત્યારે તેને સંસ્કાર જુદે પડે છે. ભિન્ન ભિન્ન સમયે પડેલા ત્રુટક સંસ્કારનું સંકલન કરી મૂલ્યાંકન કરવું તે એક બાબત છે અને એક સાથે સ્વસ્થપણે કાંઈક લખવું, એ દષ્ટિએ સાંભળી તેનું મૂલ્યાંકન કરવું એ બીજી બાબત છે. આવા ગંભીર અને વિચારપૂત લેખો વિશે કાંઈ પણ લખવું હોય તે સળગસ પડેલ સંસ્કારના આધારે જ લખવું એ ઉભય પક્ષને ન્યાય આપનારું છે, એવી માન્યતાથી પ્રેરાઈ હું આ લેખસંગ્રહ સાંભળી ગયે. જે જે લેખ પહેલાં સાંભળેલા તેમાં પણ ફરી સાંભળતાં મને કશે જ કંટાળે આવ્યો નહિ. એક ક્ષણ માટે પણ એમ ન થયું કે આ તે સાંભળેલ છે, ચાલે આગળ. ઊલટું, પ્રત્યેક લેખ સાંભળતી વખતે મનમાં લેખક અંગે, પ્રતિપાદ્ય વિષય અંગે અને લેખના અધિકારી સમાજ અંગે અનેક વિચાર આવી ગયા. તેની ટૂંકી નોંધ આપવી ઈષ્ટ હોય તેય શક્ય નથી. તેમ તાં એ વિચારમાંથી કાંઈક અને નેંધવા ધારું છું. લેખો સાંભળતાં અને વિચારે ઊભરાતાં મનમાં એક સાત્વિક ઉલ્લાસ પ્રકટેલે, તેથી મેં મારા આ લખાણને “સમુલ્લાસ” શીર્ષક આપ્યું લે. કુમાર”, “પ્રસ્થાન અને મહિલા સમાજ માં પ્રસિદ્ધ થયેલ ચારેક લેઓને બાદ કરતાં લગભગ બધા જ લેખો જૈન સમાજ સાથે સંબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12