Book Title: Samullasa Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ ૮૧૦ ] દર્શન અને ચિંતન પકની અદાથી તેમ જ સ્વસ્થતાની ખુમારીથી થયું હોય તેમ લાગે છે. વ્યાપાર અને સટ્ટાવૃત્તિની વચ્ચે શું સામ્ય–વૈષમ્ય છે, બનેમાં કયાં તત્વોનું મિશ્રણ છે, બન્નેની સીમાઓ ક્યાં જુદી પડે છે, અને છેવટે સટ્ટાની વ્યાખ્યા શી, વગેરે વિશે આટલું સુરેખ નિરૂપણ વ્યાપારક્ષેત્ર બહારના કેઈ પણ વિદ્વાન સુધ્ધાને હાથે થવું શક્ય નથી. એ નિરૂપણમાં વ્યાપારી વર્તુલને જાગતે અનુભવ મનસિક ઉત્થાન-પતનનું નિરીક્ષણ સ્પષ્ટ તરી આવે છે. સટ્ટાવૃત્તિને રાજ્યના ટકા ઉપરાંત ધર્મગુરુઓને અને ત્યાગીવર્ગ કે ટેકે છે, શ્રમ વિના ઘેડા જ વખતમાં ધનિક થઈ જવાની લાલસાને લીધે એ વૃત્તિએ શહેર અને ગામડાને કેવી રીતે એકસરખાં પ્રસ્યાં છે, અને વડીલેની સટ્ટાવૃતિ સંતતિ ઉપર કેવી કેવી અસર નિપજાવે છે, એ બધું જાતે અનુભવાતું લેખમાં એવી સુસંગત રીતે અંકિત થયું છે કે તે વાચકના મનને વશ કરી લે છે. બીજો લેખ વર્ણસંકર વિશેને છે. સામાન્યમાંથી વિશેષમાં અને વિશેષમાંથી સામાન્યમાં જવું એ કુશળ લેખકની કળા છે. વર્ણસંકરના સામાન્ય તત્વમાંથી અહીં લેખક વિશેષમાં ઊતરે છે, અને વિશેષ એટલે જે પિતાને અને પિતાના સમાજને અતિપરિચિત છે તે. તેથી લેખકે વૈશ્યત્વ અને જૈનત્વ એ બને છેડાનું ખરું સ્વરૂપ રજૂ કર્યું છે. વૈશ્યત્વ એ કુળ, સંસ્કાર અને જીવનની ધૂળ બાજુ છે; જૈનવ એ સમજણ અને સત્યુષાર્થની સૂક્ષ્મ અંતર બાજુ છે. એ બન્નેનો ચિતાર લેખકે પિતાને સુપરિચિત એવી સરખા મણીની પદ્ધતિએ કરાવ્યું છે, અને એ બન્ને સામસામા છેડાનું હાનિકારક સાંક લાભમાં કેમ પરિણમે એ દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. વિ શુટું ઃિ કંચન અને લિવર નિમિત્તે લખાયેલે આ લેખ સમાજ, ધર્મ, કેળવણી અને માનસશાસ્ત્ર જેવાં અનેક તને સ્પર્શ છે. એની શૈલી એક ખળખળ વહેતા ઝરાની પેઠે સરેરાટ ચાલી જાય છે. કર્યાદાનું અનુસરણ અને સત્યનું અનુસરણ એ બે ક્યાં સુધી સાથે ચાલી શકે અને ક્યાંથી જુદા પડે, તેમ જ એકમેક સામે વિરદ્ધ બની મોરચે ઊભે કરે તે પ્રશ્ન માત્ર સામાજિક નથી; ધાર્મિક, આર્થિક અને આધ્યાત્મિક પણ છે. પણ આવી અથડામણમાંથી જ સત્યલક્ષી માનસ ફૂટી નીકળે છે ને સમાજ કાયાપલટ કરે છે. આ વસ્તુ પ્રસ્તુત લેખ યોગ્ય રીતે દર્શાવી આપે છે. એ ભવભૂતિના વાક્ય व्यतिषजति पदार्थानान्तरः कोऽपि हेतुः । न खलु बहिषाधीन्प्रीतयः संश्रयन्ते ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12