Book Title: Samullasa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ (૮૧૨ 3 દર્શન અને ચિંતનસમાજ જુદી રીતે વર્તે ત્યારે તેના ઉપર અન્ય બળોનો પ્રભાવ હોય જ છે. જન સમાજ ઉપર પણ વૈદિક અને સ્માર્ત સમાજનાં બળને પ્રભાવ બહુ છે. -દીક્ષાનો કૂટ પ્રશ્ન: - સાધુવંદ વિશે નિર્માલ્ય અને બુદ્ધિજડ જેવાં વિશેષણે વાંચીને કેટલાકને ભ થાય, પણ એવા જ ભાઈઓ જે બરાબર નિરીક્ષણ કરશે તે એ કથન સત્ય લાગવાનું. વળી દીક્ષા એ ધાર્મિક-આધ્યાત્મિક હોવા ઉપરાંત સામાજિક પણ છે. એટલે એની સાથે સામાજિક હિતાહિતને સવાલ વિચાર્યા વિના ન ચાલે. છેવટે તે દીક્ષિત સમાજાતિ જ છે. સમાજના પડઘા નબળા દીક્ષિત ઉપર પડે જ છે અને સબળ દીક્ષિત સમાજને ચડાવે પણ છે. તેથી લેખકનું આ દૃષ્ટિબિંદુ દીક્ષાના પ્રસંગમાં વિચારવા જેવું છે. આ પછીના સાતમા અને આઠમા નંબરવાળા બને લેખો (બાળદીક્ષા” અને “હજી પણ અયોગ્ય દીક્ષા') દીક્ષાને લગતા જ છે. બાળદીક્ષા અને અયોગ્ય દીક્ષા આપવાને કારણે પિતાની થયેલી અને થતી ફજેતી સામે આંખમીંચામણ કરવા ન ઈચ્છનાર અને ખુલ્લા મને સત્ય વિશે વિચાર કરવા ઈચ્છનાર સાધુવર્ગ તેમ જ ઉપાસકવર્ગને આ લેખમાં ઘણું સત્ય અને શિવ જણાશે. ૯ થી ૧૪ સુધીના છ લેખો જુદી જુદી રીતે પણ જૈન સમાજની પૃસ્યાસ્પૃશ્યતાની ભાવનાને જ સ્પર્શે છે, અને તે ભાવનાથી નીપજતાં અનિષ્ટ પરિણામે તરફ સમાજને સાવધાન કરે છે, ને સાથે જૈન દર્શન તેમ જ ધર્મની યથાર્થ ભૂમિકાનું નિરૂપણ કરે છે, દેવદ્રવ્યને ઉપયોગ - આ લેખમાં દેવદ્રવ્યના પ્રશ્નને સ્પર્શત અનેક દૃષ્ટિએ વિચાર રજૂ થયે છે, જે બધા જ સમજદારને માટે એકસરખો ઉપયોગી છે. દેવદ્રવ્યને પ્રશ્ન અત્યાર લગીમાં એટલે બધે વધારે ને વિવિધ રીતે ચર્ચા છે કે તે બાબત આ લેખ વાંચી જવાની ભલામણ કરવા ઉપરાંત કાંઈ વિશેષ કહેવાપણું રહેતું નથી. હા, લેખકના સર્વકલ્યાણકાંક્ષી પણ કકળતા હૃદયમાંથી, એક વેધક ઉક્તિ સરી પડી છે. આ રહી તે ઉતિઃ “ પણ અમારી કોઈ પણ ધાર્મિક સંસ્થાઓ સંબંધમાં આપણું સરકારે કશે જ કાયદે ન કરે અને કોઈ કાયદે કરવામાં આવશે તે તેને અમે પૂરી તાકાતથી સામને કરીશું, એમ બોલવું અને વર્તવું તે આવેલી આઝાદીના ગર્ભમાં રહેલી સામાજિક ઉત્ક્રાન્તિની કસુવાવડ તરવા બરાબર છે.' “ તત્વચર્ચા” વિભાગમાં ચાર લે છે. તેમાં મહત્ત્વાકાંક્ષા નામના લેખમાં તેનું તાત્વિક અને વ્યાવહારિક સ્વરૂપ ચર્ચાયું છે. જ્યાં લગી આધ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12