________________ 814 ] દર્શન અને ચિંતન થાય છે' એ ભય ઉપજાવી છોકરાને અમુક રસ્તે જતાં રેકીએ ને કાંઈક લાભ થાય તો એનું કારણ ખવીસ નહિ પણ તજજન્ય ભય છે; કાંઈ નુકસાન થાય તે પણ એનું કારણું ખવીસ નહિ, પણ ભય છે. આસકિત ટાળવા અનિયત્વની અને અશુચિત્વની ભાવના સેવીએ તે એનો અર્થ એ નહિ કે અનિત્યત્વ અને અશુચિત્વ એ અનાસક્તિનું કારણ છે. અનિત્યત્વ અને અશુચિત્વ હોવા છતાં, અને એની જાણ હોવા છતાં, ધણીવાર આસક્તિ થાય છે. તેથી પ્રસ્તુત લેખ કાર્યકારણુભાવની બ્રાન્ત કલ્પના નિવારી તેનું સાચું પાસું રજૂ કરે છે. પ્રકૃતિ ત્રિલોકિમંડપમાં ત્રિગુણાત્મક રાસ રમ્યા જ કરે છે. સમુદ્ર-પર્વત, સૂર્ય-ચંદ્ર, ગ્રહ-નક્ષત્રના અલંકાર ધારણ કરી, વિધવિધ લતા-કુંજ, વનરાજ અને કુસુમકલિકાની વેશભૂષાથી વિભૂષિત થઈ એ નટી કાળપટ ઉપર નિયમિતપણે ફરતા ઋતુચક્ર દ્વારા સૌમ્ય અને સ્ટ, કમળ અને પ્રચંડ નૃત્ય કરતી જ રહે છે. પક્ષીઓના કલરવ અને કૂજન દ્વારા, પશુઓના આરાવ અને વિરાવ દ્વારા તેમ જ મનુષ્યના આલાપ–સંલાપ અને વિલાપ દ્વારા એ નદી રસવાહી સંગીત રેલાવતી જ રહે છે. છતાં એની લીલામાં સદા વિલસતા લાવણ્યનું પાન કરે એવી કળા-ઈદ્રિય ધરાવનાર તે વિરલા જ હોય છે. એ લીલાને તટસ્થપણે પિખનાર, પરમપુરુષની શિવમૂર્તિનું સંવેદન કરનાર તે એથીયે બહુ એ હોય છે. પણ વિરલ ક્ષણમાં થયેલ સૌન્દર્યની ઝાંખી અને એ મંગળમૂર્તિનું સંવેદન જ્યારે આવી કઈ વ્યક્તિ ખરી વાણુમાં વ્યક્ત કરે છે ત્યારે એ સત્ય, શિવ અને સુંદર બની રહે છે. પ્રસ્તુત લેખસંગ્રહના નાના કલેવરમાં એવી જ કઈ વાણીને પરિચય–ભવ્ય સંવેદનનું દર્શન–મારી પેઠે વાચકોને પણ અભ્યાધિક અંશે થશે જ. = = * શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના પુસ્તક “સત્યં શિવ સુન્દરનું પુરવચન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org