Book Title: Samullasa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૮] દર્શન અને નિત ધરાવતા કાઈ ને કાઈ પત્રમાં પ્રસિદ્ધ થયેલા છે. તેમાંથી પણ મોટા ભાગ પ્રબુદ્ધ જૈન ” માં પ્રસિદ્ધ થયેલા છે તેથી, અને લેખક જન્મે જૈન છે અને શ્રેણી ખાખતા એમણે જૈન સમાજને ઉદ્દેશી ચર્ચા છે તેથી, સ્થૂલ રીતે વિચાર કરનાર અને વાંચનાર વર્ગને એમ લાગવાને ચોક્કસ સભવ છે કે પ્રસ્તુત લેખસંગ્રહ તે જૈન પર્'પરા સાથે જ સબધ ધરાવે છે. અને લેખક જૈન પર’પરાની પરિધિમાં જ વિચાર કરતા હશે. પરંતુ જેઓ પ્રસ્તુત લેખેના લેખકના માનસને ઠીક ઠીક પિણે છે અને જેમણે જાણ્યું કે અજાણ્ય તેમના કાઈ પણ લેખ વાંચ્યા હશે તેમને એ કહેવાની જરૂર જ નથી કે પરમા નંદભાઈ નાના કે મોટા કાઈ પણ વર્તુલમાં કામ કરતા હોય ત્યારે કદી સંકુચિત દૃષ્ટિથી કે સાંપ્રદાયિક દૃષ્ટિથી નથી વિચારતા કે નથી લખતા. એમણે જ્યાં જ્યાં જૈન સમાજને ઉદ્દેશી કે તેની સાથે સબંધ ધરાવનાર પ્રશ્નોને લક્ષીને લખ્યું છે ત્યાં પણ તેમના માપદંડ માત્ર સત્યલક્ષી અને માનવતાવાદી જ રહ્યો છે. કાઈ એક મુસલમાન કે ખ્રિસ્તી પોતાના કાર્યક્ષેત્રને અનુસરી ઇસ્લામ કે ખ્રિસ્તીધર્મને ઉદ્દેશીને અને છતાં સંપૂર્ણ માનવતાસ્પર્શી લખે, વિચારે કુ કામ કરે એને જો એ પરંપરા સિવાયના લોકો તર પરંપરાનું કાય લેખી તે વિશે એપરવા રહે તો એમાં એમને જ ગુમાવવાનું છે. અલબત્ત, વિચારશીલ વાચકેાને ફાળે એટલું કરવાનુ તા બાકી રહે જ છે કે જ્યાં જ્યાં માનવતાની દૃષ્ટિએ અને માત્ર સત્યલક્ષી દૃષ્ટિએ લેખકે વિચાર્યું કે લખ્યું હાય અને છતાં તેમાં કાઈ એક પર'પરા કે વર્ગને ઉદ્દેશીને જ કહેવાયું હાય ત્યાં ત્યાં એ બધાંમાંથી પર પરાવિશેષ અને સમાવિશેષનુ નામ ગાળી તે પાછળ રહેલ લેખકની વ્યાપક દૃષ્ટિને જ પકડવી. છેવટે તો કાઈ પણુ લેખક કે વિચારક અમુક પરિસ્થિતિ અને અમુક તુલને લક્ષમાં રાખીને જ લખતા કે વિચારતા હાય છે. એટલે વાચક માટે જોવાનું એ બાકી રહે છે કે તેનુ લખાણ કઈ દૃષ્ટિથી પ્રેરાયેલું છે. જો એને લખાણની પ્રેરક દૃષ્ટિ વ્યાપક અને માત્ર સત્યલક્ષી લાગે તો પછી એને માટે એ લખાણ વાચનક્ષમ અને વિચારક્ષમ બને છે. હુ. પેાતે પરમાનભાઈનાં સંપ્રદાય, પંચ કે સમાજના ઉદ્દેશથી લખાયેલાં પહેલેથી આજ સુધીનાં બધાં લખાણેને એ જ કસોટીથી શ્વેતા આવ્યો છું અને મારી ખાતરી થઈ છે કે તેમનાં એ બધાં લખાણો ગમે તે પથ, નાત કે સમાજને સમાન પ્રશ્નો પરત્વે એકસરખા લાગુ પડે છે. તેથી સૂચવવાનું પ્રાપ્ત એ થાય છે કે જેમ કાઈ પણુ સાંપ્રદાયિક જૈન એમનાં લખાણાને માત્ર જૈનલક્ષી માનવાની ભૂલ ન કરે તેમ જૈનેતરો પણ એવી ભૂલ ન કરે. ·C Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12