________________
મુલાસ
[ ૮૧૧ સાથે યુવક-માનસનું વિજાતીય પરસ્પર આકર્ષણ જે રીતે (પૃ.૨૬) આલેખાયું છે તે એક ગદ્યકાવ્ય બની રહે છે.
સામાજિક એકતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યની મર્યાદા એ વિષય ચર્ચતાં વિકસિત અને જાગ્રત સમાજમાં સૌ કોઈ વ્યક્તિ એક જ વિચાર તથા આચારની હોય તે શક્ય નથી અને શક્ય હોય તો પણ પ્રગતિની દષ્ટિએ ઇષ્ટ નથી, એમ પ્રતિપાદન કરીને સરમુખત્યારશાહી ઈટાલી, જર્મની યા રશિયામાંનું એકતાસૂચક તંત્ર કેવું પિલું અને ભયપ્રેરિત હતું યા છે તેનું ચિત્ર લેખકે યથાવત દર્યું છે. ઘણી વાર નાતજાતની કટ્ટર દેખાતી એકતામાં વિધી બળે. અંદરખાનેથી કામ કરતાં હોય છે તે વખત આવતાં તે ફૂટી નીકળે છે. એકતા અને વ્યક્તિ સ્વાતંત્ર્ય એ બે વચ્ચે વિરોધ કેમ છે, બન્નેને ઉદ્દેશ સામાજિક પ્રગતિ હેવા છતાં બન્ને અરસપરસ કેમ અથડાય છે, તેનું વિશ્લેષણું તાદશ છે અને એ બને તો કેવી રીતે મર્યાદા સ્વીકારે તે સાથે રહી શકે અને પ્રગતિ સાધક બની શકે એ સરસ રીતે દર્શાવ્યું છે. પક્ષ-પ્રતિપક્ષ કેમ બંધાય છે, કેમ પિોષાય છે ને પરસ્પર ધાતક કેમ બને છે, તેનું વિશ્લેષણ એ નયવાદનું વિશ્લેષણ છે. “મો થવક્ષતાક્ષમાવાન્ ” એ આચાર્ય હેમચંદ્રની ઉક્તિનું લેખકે ભાષ્ય કર્યું છે. “વર્તન કરતાં પણ વાણુને ઘા માણસને વધારે આકરે. લાગે છે. આપણું વાણીમાં સત્ય જોઈએ, પણ સાથે સાથે બને તેટલી મૃદુતા અને નમ્રતા જોઈએ.–લેખકની આ ઉક્તિ તેમના પિતામાં જ મૂર્ત થયેલી પરિચિતે જાણે છે.
પૃ. ૩૪થી એકથી છ સુધી જે મુદ્દા ચર્ચા છે કે નિયમો દર્શાવ્યા છે તે ઓછી સમજણ ને સાભિમાન વલણ તેમ જ વધારે સમજણ ને નિરભિમાન વલણ એ બે વૃત્તિઓને ખુલાસે છે. અહીં વૈયક્તિક અને સામૂહિક માનસનું એક એવું વિશ્લેષણ છે કે જે નયવાદ અને અનેકાન્તદૃષ્ટિનું સ્પષ્ટીકરણ કરે છે. જે વાત અત્યાર લગી તત્ત્વજ્ઞાન અને ધર્મમાં ચર્ચાતી આવી છે તેને સમાજ પર પણ લાગુ કરાયેલી હેઈ જીવંત બની છે. જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાન
પાંત્રીસ વર્ષ પહેલાં લખાયેલ આ લેખમાં પણ તુલનાનું તત્વ આકર્ષક છે અને દૃષ્ટિબિંદુ ચોખું રજૂ થાય છે. જૈન દર્શનની તાત્ત્વિક માન્યતા બરાબર રજૂ થઈ છે. કથાસાહિત્ય ઉપરથી અને સમાજમાં વતતી ભાવના ઉપરથી તેમ જ કેટલાંક સતી વિશેના જૈન ખાલથી જૈન દષ્ટિબિન્દુનું મૂલ્યાંકન હિંદુ દષ્ટિ કરતાં ચડિયાતું લાગે છે. તેમ છતાં લેખકે એ જેનદષ્ટિથી વ્યવહારમાં ચુત થયેલ જૈન સમાજનું ચિત્ર પણ દોયું છે. દર્શન અને ધર્મની ભાવનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org